પીયૂષ વ્યાસ
નાસિર હુસેન
નાસિર હુસેન (જ. 16 નવેમ્બર 1926, ભોપાલ; અ. 13 માર્ચ 2002, મુંબઈ) : હિંદી ફિલ્મોના નિર્માતા-દિગ્દર્શક. મૂળ નામ મોહમદ નાસિર હુસેન. નાસિર હુસેને પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત એ. આર. કારદાર સાથે કામ કરીને કરી. 1948માં તેઓ ફિલ્મિસ્તાન સાથે જોડાયા અને સુબોધ મુખરજીની ફિલ્મોની પટકથા લખવાનું શરૂ કર્યું. દિગ્દર્શક તરીકે તેમની…
વધુ વાંચો >નિકલસન, જૅક
નિકલસન, જૅક (જ. 22 એપ્રિલ 1937, નેપ્ચૂન સિટી, ન્યૂ જર્સી, યુ.એસ.એ.) : હૉલિવૂડનો જાણીતો અભિનેતા, ફિલ્મસર્જક અને પટકથાલેખક. મૂળ નામ જોન જોસેફ નિકલસન. ‘બી’ કક્ષાની ફિલ્મોથી પોતાની કારકિર્દી શરૂ કરનાર આ તેજસ્વી અભિનેતાએ સિત્તેરના દાયકામાં પોતાની અભિનયપ્રતિભાનો પરિચય કરાવ્યો. નાનપણમાં તેના પિતા કુટુંબ છોડીને ચાલ્યા જવાથી તેનો ઉછેર માતા દ્વારા…
વધુ વાંચો >નીચા નગર
નીચા નગર : હિન્દી ચલચિત્ર. નિર્માણવર્ષ 1946; દિગ્દર્શક : ચેતન આનંદ; છબીકલા : વિદ્યાપતિ ઘોષ; સંગીત : રવિશંકર; કલાકારો : રફીક અનવર, ઉમા આનંદ, રફી પીર, કામિનીકૌશલ, હમીદ બટ, એસ.પી. ભાટિયા, મોહન સહગલ, ઝોહરા સહગલ, પ્રેમકુમાર. શ્વેત અને શ્યામ. 122 મિનિટ. ગૉર્કીની પ્રશિષ્ટ કથા ‘ધ લોઅર ડેપ્થ્સ’ ઉપર આધારિત આ…
વધુ વાંચો >પાર (1984)
પાર (1984) : હિંદી ચલચિત્ર. નિર્માણસંસ્થા : ઑર્ચિડ ફિલ્મ્સ પ્રા. લિ. દિગ્દર્શન, સંગીત અને છબીકલા : ગૌતમ ઘોષ. સંકલન : પ્રશાંત ડે. કલાકારો : શબાના આઝમી, નસીરુદ્દીન શાહ, મોહન અગાશે, ઉત્પલ દત્ત, અનિલ ચૅટરજી, ઓમ્ પુરી. અવધિ : 12૦ મિનિટ. બિહારના એક ગામમાં હરિજન વસ્તીમાં કેટલાક લોકો આગ ચાંપી દે…
વધુ વાંચો >પાર્ટી (1984)
પાર્ટી (1984) : હિંદી ચલચિત્ર. નિર્માણસંસ્થા : નૅશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કૉર્પોરેશન. દિગ્દર્શન અને છબીકલા : ગોવિંદ નિહાલાની. કલાકારો : રોહિણી હટંગડી, મનોહરસિંહ, વિજયા મહેતા, દીપા શાહી, કે. કે. રૈના, સોની રઝદાન, શફી ઇનામદાર, ઓમ્ પુરી, અમરીશ પુરી, આકાશ ખુરાના, નસીરુદ્દીન શાહ, ગુલશન કૃપાલાની, પર્લ પદમશી. અવધિ 118 મિનિટ. એક સાહિત્યકારનું…
વધુ વાંચો >પાલેકર અમોલ
પાલેકર, અમોલ (જ. 24 નવેમ્બર, 1944, મુંબઈ) : મરાઠી રંગભૂમિ તથા હિન્દી ચલચિત્રોના અભિનેતા અને નિર્માતાદિગ્દર્શક. જે. જે. સ્કૂલ ઑફ આર્ટમાં પ્રશિક્ષણ લીધું, 1965. 1968માં મરાઠી રંગભૂમિથી કારકિર્દીનો આરંભ કર્યો. સત્યદેવ દુબે સાથે 1972 સુધી નાટ્યપ્રયોગો કર્યા. તેમનાં પ્રયોગાત્મક નાટકોએ વિવેચકોનું ધ્યાન ખેંચ્યું. 1972માં તેમણે પોતાનું સ્વતંત્ર ‘અનિકેત’ ગ્રૂપ સ્થાપ્યું…
વધુ વાંચો >પિકફર્ડ મેરી
પિકફર્ડ, મેરી (જ. 8 એપ્રિલ 1892, ટોરૉન્ટો; અ. 21 મે, 1979 કૅલિફૉર્નિયા, યુ.એસએ.) : અમેરિકી અભિનેત્રી. મૂળ નામ ગ્લેડિસ સ્મિથ. મૂક ચિત્રો દ્વારા અપ્રતિમ નામના પ્રાપ્ત કરનાર મેરી પિકફર્ડના જીવનસંઘર્ષની શરૂઆત પાંચ વર્ષની ઉંમરથી થઈ. એક અકસ્માતમાં પિતાનું અવસાન થતાં ત્રણ વર્ષની બહેન અને બે વર્ષના ભાઈની જવાબદારી તેના શિરે…
વધુ વાંચો >પુકાર
પુકાર : હિંદી ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1939. અવધિ : 151 મિનિટ. શ્વેત અને શ્યામ. ભાષા : હિંદી. નિર્માણ-સંસ્થા : મિનર્વા મૂવિટોન. દિગ્દર્શક : સોહરાબ મોદી. કથા-ગીતો : કમાલ અમરોહી. છબીકલા : વાય. ડી. સરપોતદાર. સંગીત : મીર સાહિબ. કલાકારો : સોહરાબ મોદી, ચંદ્રમોહન, નસીમબાનુ, શીલા, સરદાર અખ્તર, સાદિક અલી. કમાલ…
વધુ વાંચો >પુડોફકિન
પુડોફકિન (જ. 6 ફેબ્રુઆરી 1893, પેન્ઝા, રશિયા; અ. 30 જૂન 1953, જર્મેલા, લટેવિયા) : રશિયન ફિલ્મ-દિગ્દર્શક. મૂળ નામ : સ્યેવોલોદ પુડોફકિન. આ ખેડૂત-પુત્ર તેના કુટુંબ સાથે મૉસ્કોમાં વસતો હતો. ત્યાંની યુનિવર્સિટીમાં તેણે ભૌતિક અને રસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યો. પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં અભ્યાસ અધૂરો રહ્યો. 1915ના ફેબ્રુઆરીમાં તે યુદ્ધમાં ઘાયલ થયો…
વધુ વાંચો >પુરી ઓમ
પુરી, ઓમ (જ. 18 ઓક્ટોબર 1950, અંબાલા, પંજાબ; અ. 6 જાન્યુઆરી 2017, મુંબઈ) : હિંદી ચલચિત્રોની વિશિષ્ટ મુદ્રા ઉપસાવનાર અભિનેતા. ઓમ પુરીના પિતા રેલવેમાં કામ કરતા હતા અને ભારતીય સૈન્યમાં પણ હતા. ઓમ પુરીએ ગ્રૅજ્યુએશન ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑવ ઇન્ડિયા, પુણેમાંથી કર્યું. રુક્ષ, કઠોર, શીળીના ડાઘ ધરાવતો ચહેરો ભાગ્યે…
વધુ વાંચો >