પરબતભાઈ ખી. બોરડ

લીલી ઇયળ

લીલી ઇયળ : જુદા જુદા પાકને નુકસાન પહોંચાડતી એક ફૂદાની નિશાચર બહુભોજી ઇયળ (caterpillar). આ જીવાતની 6 જેટલી જાતો દુનિયામાં સર્વત્ર ફેલાયેલી છે. તેની ભારતમાં નુકસાન પહોંચાડતી જાતનો સમાવેશ રોમપક્ષ (Lepidoptera) શ્રેણીના Noctiuidae કુળમાં થયેલો છે. શાસ્ત્રીય નામ Helicoverpa armigera Hb.. નુકસાન કરતા પાકને અનુલક્ષીને તેને વિવિધ નામથી ઓળખવામાં આવે…

વધુ વાંચો >

લીંબુનું પતંગિયું

લીંબુનું પતંગિયું : ભારતની લીંબુની તમામ જાતો પર તેમજ રુટેસી કુળનાં બધાં વૃક્ષો પર રહીને નુકસાન કરતાં પતંગિયાંની એક જાત. તેનો સમાવેશ રોમપક્ષ (lepidoptera) શ્રેણીના Papillionidae કુળમાં થયેલું છે. શાસ્ત્રીય નામ : Papillio demoleus. પતંગિયું દેખાવે સુંદર હોય છે. પુખ્ત પતંગિયું 28 મિમી. લાંબું હોય છે, જ્યારે તેની પથરાયેલી પાંખો…

વધુ વાંચો >

લેઇસ વિંગ બગ

લેઇસ વિંગ બગ : રીંગણ, કેળ, તુલસી વગેરેમાં નુકસાન કરતી જીવાત. વૈજ્ઞાનિક નામ Urentius hystricellus છે. તેનો સમાવેશ Hemiptera શ્રેણીના Tingidae કુળમાં થયેલ છે. આ બગ 2.4 મિમી. લંબાઈ અને 0.9 મિમી. પહોળાઈ ધરાવે છે. તે કાળાશ પડતા બદામી રંગના હોય છે. માદા સહેજ ટૂંકી અને સહેજ પહોળી હોય છે.…

વધુ વાંચો >

વેલાવાળી શાકભાજીની જીવાતો

વેલાવાળી શાકભાજીની જીવાતો : વેલાવાળાં દૂધી, તૂરિયાં, ગલકાં, ઘિલોડાં, પરવળ, કારેલાં, કાકડી, કંકોડાં અને કોળાં જેવી શાકભાજીને નુકસાન કરતી જીવાતો. આ પાકોમાં લગભગ પચાસ કરતાં પણ વધુ જાતની જીવાતો એક યા બીજી રીતે નુકસાન કરતી નોંધાયેલ છે. આવી નુકસાન કરતી જીવાતોથી શાકભાજીના ઉત્પાદનમાં સારો એવો ઘટાડો થતો હોય છે અને…

વધુ વાંચો >

શિયાળ

શિયાળ : કૂતરાને મળતું આવતું વન્ય નિશાચર સસ્તન પ્રાણી. તેનું વર્ગીકરણમાં સ્થાન આ મુજબ છે  વર્ગ : સસ્તન (mammalia), શ્રેણી : માંસાહારી (carnivora), ઉપશ્રેણી : ફિસિપેડિયા, કુળ : શ્વાન (canidae). આ કુળમાં અન્ય પ્રાણીઓમાં, પાળેલાં અને જંગલી કૂતરાં, વરુ, ઝરખ અને લોંકડી(fox)નો સમાવેશ થાય છે. આપણે ત્યાં ‘શિયાળ’ શબ્દ અંગ્રેજી…

વધુ વાંચો >

સફેદ માખ (સફેદ માખી)

સફેદ માખ (સફેદ માખી) : ચૂસિયા પ્રકારની સફેદ મશી તરીકે પણ ઓળખાતી બહુભોજી જીવાત. વર્ગીકરણમાં તેનો સમાવેશ હેમિપ્ટેરા (hemiptera) શ્રેણીની પેટાશ્રેણી હોમોપ્ટેરા(homoptera)ના ઍલ્યુરૉડિડી (aleurodidae) કુળમાં થાય છે. કૃષિ-પાકો ઉપર ઉપદ્રવમાં તે મોલો(એફિડ)ની સાથે જોવા મળતી જીવાત હોવાથી બંને જીવાતો ‘મોલો-મશી’થી ઓળખાય છે. અંગ્રેજીમાં તે ‘વ્હાઇટ ફ્લાય’ કે ‘મીલીવિંગ’ તરીકે પણ…

વધુ વાંચો >

સસલું

સસલું : લાંબા કર્ણ, ટૂંકી પૂંછડી, કૂદકા મારી ચાલતું, રુવાંટીવાળું સસ્તન વર્ગનું નાજુક પ્રાણી. સસ્તન વર્ગની લૅગોમોર્ફા (Lagomorpha) શ્રેણીનું આ પ્રાણી વિશ્વના ઘણાખરા દેશોમાં મળી આવે છે. ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડમાં વસાહતી અંગ્રેજોએ ઓગણીસમી સદીમાં પ્રથમ દાખલ કર્યું. હવે ત્યાં સસલાંની વસ્તી ખૂબ વધી ગઈ છે. ભૂખરા રંગની મૂળ જંગલી જાતિમાંની…

વધુ વાંચો >

સાયલા

સાયલા : દક્ષિણ એશિયાના ઘણા દેશોમાં લીંબુ અને મોસંબી ઉપરની સૌથી વધુ ઉપદ્રવકારક જીવાત. સાયટ્રસ સાયલા એ લીંબુના પાકમાં જોવા મળતી એક અગત્યની ચૂસિયા પ્રકારની જીવાત છે. તેનો સમાવેશ હેમિપ્ટેરા (Hemiptera) શ્રેણીના હૉમોપ્ટેરા (Homoptera) નામની પેટા શ્રેણીના સાયલિડી (Psyllidae) કુળમાં થયેલ છે. આ જીવાતનું વૈજ્ઞાનિક નામ ડાયફોરિના સાઇટ્રી (Diaphorina citri…

વધુ વાંચો >

સાંઠાની માખી

સાંઠાની માખી : જુવાર અને અન્ય ધાન્ય પાકોના પ્રકાંડમાંથી રસ ચૂસી લેનાર ડિંભને પેદા કરનારી સાંઠાની માખી કે જીવાત. આ જીવાતને અંગ્રેજીમાં શૂટ ફ્લાય (Shoot fly) કે સ્ટેમ ફ્લાય (Stem fly) તરીકે ઓળખવામાં આવે છે, જે ખાસ કરીને જુવાર, બાજરી, મકાઈ, ઘઉં, હલકા ધાન્યપાકો અને કેટલાક ધાન્ય-વર્ગમાં સમાવિષ્ટ થતા ઘાસ…

વધુ વાંચો >

સિગારેટ બીટલ

સિગારેટ બીટલ : તમાકુની બનાવટો અને બીને નુકસાન પહોંચાડનાર ઇયળ કે ડોળને પેદા કરનાર બીટલ. કીટવર્ગના ઢાલપક્ષ (coleoptera) શ્રેણીના એનોબિડી (anobidae) કુળમાં તેનો સમાવેશ થતો હોવાથી આ કીટકનું વૈજ્ઞાનિક નામ લેસિયોડર્મા સેરિકોર્ની (Lasioderma serricorne Fab.) છે. આછા બદામી ભૂખરા કે રાતા બદામી રંગના ગોળાકાર આ કીટકનું માથું અને વક્ષ નીચેની…

વધુ વાંચો >