પંજાબી સાહિત્ય
શેખ, ફરીદુદ્દીન ગંજેશકર
શેખ, ફરીદુદ્દીન ગંજેશકર (જ. ઈ. સ. 1188, કોઠેવાલા, મુલતાન; અ. 1280) : ભારતીય સૂફી-સંત પરંપરાના અગ્રણી, ધર્મોપદેશક અને ભારતના પ્રમુખ ચાર ચિસ્તી સૂફીઓમાંના એક. પ્રારંભિક શિક્ષા મુલતાનમાં લીધી. ત્યાર પછી દિલ્હીના શેખ કુતબુદ્દીન બખત્યાર પાસે દીક્ષિત થઈ અજોધન ઉર્ફે અજયવર્ધન (સાહીવાલ-પાકિસ્તાન) નામના ગામે સ્થાયી વસવાટ સ્વીકાર્યો. તેમનું એક નામ હતું…
વધુ વાંચો >શેખોન સંતસિંગ
શેખોન સંતસિંગ (જ. 1908, લાયલપુર [હાલ પાકિસ્તાનમાં]; અ. 8 ઑક્ટોબર 1997) : પંજાબી લેખક. ‘મિટ્ટર પિયારા’ નામના તેમના નાટક(1907)ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1972ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. અંગ્રેજીમાં તથા અર્થશાસ્ત્રમાં એમ.એ., 1931માં અંગ્રેજીના અધ્યાપક તરીકે આરંભ, પછી અમૃતસરની ખાલસા કૉલેજમાં અર્થશાસ્ત્ર તથા પંજાબીનું અધ્યાપન. 1938માં અંગ્રેજી સાપ્તાહિક ‘નૉર્ધન રિવ્યૂ’નું સંપાદન.…
વધુ વાંચો >શેઠી, સુરજિતસિંગ
શેઠી, સુરજિતસિંગ (જ. 1928, ગુજરખાન, રાવલપિંડી, પાકિસ્તાન) : પંજાબી નાટ્યકાર, વાર્તાકાર અને નવલકથાકાર. અંગ્રેજી સાથે તેમણે એમ.એ. અને નાટ્યશાસ્ત્ર પર શોધપ્રબંધ રજૂ કરીને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેમનું પ્રથમ દીર્ઘ નાટક ‘કૉફી હાઉસ’ (1958), ‘હૉલો મૅન’નું ચિત્રાંકન છે. ‘કાચા ઘડા’ (1960) અને ‘કદર્યાર’ (1960) રોમાંચક કથાઓના અતિ જાણીતાં પાત્રોનાં નવતર પરિમાણો…
વધુ વાંચો >સતીન્દર સિંગ
સતીન્દર સિંગ (જ. 14 જાન્યુઆરી 1942, અમૃતસર, પંજાબ) : પંજાબી લેખક. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી પંજાબીમાં એમ.એ. તથા અંગ્રેજીમાં એમ.એ.ની અને ગુરુ નાનકદેવ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી છે. તેમણે ગુરુ નાનકદેવ કમિટીમાં વિશ્વ યુનિવર્સિટી સેવાના અધ્યક્ષ તરીકે કારકિર્દી શરૂ કરી; ગુરુ નાનકદેવ યુનિવર્સિટીમાં સ્કૂલ ઑવ્ પંજાબી સ્ટડિઝમાં પ્રાધ્યાપક તથા વડા તરીકે…
વધુ વાંચો >સફીર પ્રીતમસિંગ
સફીર પ્રીતમસિંગ (જ. 12 એપ્રિલ 1916, મલિકપુર, જિ. રાવલપિંડી – હાલ પાકિસ્તાનમાં) : પંજાબી કવિ. લાહોર ખાતેની પંજાબ યુનિવર્સિટીમાંથી બી.એ. તથા એલએલ.બી.ની ડિગ્રી મેળવી વકીલાતનો વ્યવસાય; સર્વોચ્ચ અદાલતના સિનિયર ઍડવોકેટ અને એ સાથે એમનું લેખનકાર્ય પણ ચાલતું રહ્યું. તેમણે અગાઉ દિલ્હીની વડી અદાલતમાં જજ (1969-78) તરીકે કામગીરી બજાવેલી. પંજાબી લેખકોની…
વધુ વાંચો >સફ્રી, સંતોખસિંહ
સફ્રી, સંતોખસિંહ (જ. ઑક્ટોબર 1920, ખન્ના લુબાના, જિ. શેખુપુરા [હાલ પાકિસ્તાનમાં]) : પંજાબી કવિ. 1980થી તેઓ પંજાબી કવિ સભા, જાલંધરના પ્રમુખ રહેલા. તેમણે અત્યાર સુધીમાં 10 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘કૌમી તરાને’ (1956); ‘ગાગર વિચ સાગર’ (1973); ‘જિંદગી’ (1974); ‘બૈતાન દા સફર’ (1985); ‘સફ્રી દા સરનાવન’ (1990); ‘વીરસા પંજાબ દા’…
વધુ વાંચો >સંધુ, ગુલઝારસિંગ
સંધુ, ગુલઝારસિંગ (જ. 1935, કોટલાબાદલા, લુધિયાણા, પંજાબ) : જાણીતા પંજાબી વાર્તાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘અમર કથા’ માટે 1982ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવેલો. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. 1960થી તેમણે લેખનકાર્ય શરૂ કર્યું. અત્યાર સુધીમાં તેમના 4 વાર્તાસંગ્રહો પ્રગટ થયા છે. તેમની સંખ્યાબંધ વાર્તાઓ હિંદી…
વધુ વાંચો >સંધુ, વરિયમસિંગ
સંધુ, વરિયમસિંગ (જ. 5 ડિસેમ્બર 1945, ચાવિંડા કલન, જિ. અમૃતસર, પંજાબ) : પંજાબી લેખક. તેમણે ગુરુનાનક દેવ યુનિવર્સિટીમાંથી પંજાબીમાં એમ.એ.; પંજાબ યુનિવર્સિટીમાંથી એમ.ફિલ.; અને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ જાલંધરમાં લ્યાલપુર ખાલસા કૉલેજમાં પંજાબીના અધ્યાપક તરીકે કાર્યરત છે. તેઓ પંજાબ યુનિવર્સિટીમાં સેનેટ-સભ્ય; પંજાબ સાહિત્ય અકાદમીના કારોબારી સભ્ય તથા પંજાબ લેખક સભાના…
વધુ વાંચો >સાધુ સિંગ ‘હમદર્દ’
સાધુ સિંગ ‘હમદર્દ’ (જ. 1918, પડ્ડી, મોટ્ટવાલી જિ. જાલંધર, પંજાબ) : પંજાબી કવિ, પત્રકાર, નવલકથાકાર અને વિવેચક. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી એમ.એ., એલએલ.બી. અને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. પછી અકાલી રાષ્ટ્રીય ચળવળમાં સક્રિય ભાગ લીધો અને પત્રકારત્વક્ષેત્રે પ્રવેશ કર્યો. ‘વિહાર’, ‘સુધાર’, ‘ખાલસા અને ખાલસા’, ‘ઍડવૉકેટ’ (અઠવાડિક) તથા દૈનિક ‘અજિત’ના સહસંપાદક નિમાયા. આઝાદી…
વધુ વાંચો >સારના મોહિન્દર સિંગ
સારના, મોહિન્દર સિંગ (જ. 25 સપ્ટેમ્બર 1923, રાવળપિંડી, હાલ પાકિસ્તાનમાં) : પંજાબી લેખક. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી બી.એ.(ઑનર્સ)ની ડિગ્રી મેળવી. પછી સરકારી નોકરીમાં જોડાયા અને સરકારી અધિકારી તરીકે સેવાનિવૃત્ત થયા. તેઓ 1995માં બિરલા ફાઉન્ડેશન માટેની ભાષા-સલાહકાર સમિતિના સભ્ય રહ્યા. તેમણે કુલ 22 ગ્રંથો આપ્યા છે. તેમાં ઉલ્લેખનીય છે : ‘પથાર દે…
વધુ વાંચો >