પંજાબી સાહિત્ય

સિંહસભા (19મી સદીનો ઉત્તરાર્ધ)

સિંહસભા (19મી સદીનો ઉત્તરાર્ધ) : પંજાબી સાહિત્યને લગતી ચળવળ. હિંદુઓના મુખ્ય સમુદાયમાંથી શીખોને જુદા તારવી શકાય તેવી તેમની ધાર્મિક અને સામાજિક જીવનની વિશેષતાઓને પ્રગટ કરીને તેમની આગવી ઓળખ ઊભી કરવાનો આ ચળવળનો ઉદ્દેશ હતો. આ નવી શીખ સંસ્કૃતિના માધ્યમ તરીકે પરંપરાગત હિંદી તથા ઉર્દૂને બદલે પંજાબી ભાષા અપનાવવાનું આવશ્યક ગણવામાં…

વધુ વાંચો >

સિંહ સૂબા

સિંહ, સૂબા (જ. 1919, ઉધો નાંગલ, જિ. અમૃતસર, પંજાબ; અ. 1982) : પંજાબી હાસ્ય લેખક. આઝાદી પૂર્વે તેઓ આઝાદ હિંદ ફોજમાં સક્રિય રહ્યા, પાછળથી તેઓ લેખનપ્રવૃત્તિમાં જોડાયા. પ્રારંભમાં પત્રકાર તરીકે સાહિત્યિક કારકિર્દી શરૂ કરી. ‘પંજાબી પત્રિકા’ અને ‘પરકાશ’ નામનાં પંજાબી અને ‘રફાકત’ નામક ઉર્દૂ સામયિકના સંપાદક રહ્યા. તેના પરિણામ રૂપે…

વધુ વાંચો >

સુજનસિંહ

સુજનસિંહ (જ. 1909, ડેરા બાબા નાનક, પંજાબ) : પંજાબી ભાષાના વાર્તાકાર અને નિબંધકાર. તેમના વાર્તાસંગ્રહ ‘શહેર તે ગ્રાન’ને 1986ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. તેમણે તેમનું બાળપણ તેમના કૉન્ટ્રાક્ટર પિતા સાથે બંગાળમાં વિતાવેલું. 11 વર્ષની વયે તેમણે તેમના પિતા ગુમાવ્યા. તેથી તેઓ ખૂબ આર્થિક ભીંસમાં આવી ગયા.…

વધુ વાંચો >

સુદર્શન પં. બદરીનાથ

સુદર્શન, પં. બદરીનાથ (જ. 1896, સિયાલકોટ, પ. પંજાબ, ભારત; અ. 1967) : પંજાબી સાહિત્યકાર. ટૂંકી વાર્તાકાર, નવલકથાકાર અને નાટ્યકાર. પ્રેમચંદના સમકાલીન સાહિત્યકાર. ઉર્દૂ અને ત્યારપછી હિંદીમાં લખતા. મહાવીરપ્રસાદ દ્વિવેદી-સંપાદિત ‘સરસ્વતી’ સામયિકમાં તેમની વાર્તાઓ પ્રસિદ્ધ થતી હતી. ‘રામકુટિયા’ (1917), ‘પુષ્પલતા’ (1919), ‘સુપ્રભાત’ (1923), ‘અંજના’ (નાટક, 1923), ‘પરિવર્તન’ (1926), ‘સુદર્શન સુધા’ (1926),…

વધુ વાંચો >

સુનહરે (1955)

સુનહરે (1955) : અમૃતા પ્રીતમ (જ. 1919; અ. 31 ઑક્ટોબર 2005)-રચિત કાવ્યસંગ્રહ. તેમાં ઊર્મિકાવ્યો સંગૃહીત છે. આ કૃતિ બદલ કવયિત્રીને 1956ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. અમૃતા પ્રીતમ જ્યારે પ્રખ્યાત ઉર્દૂ ભારતીય કવિ સાહિર લુધિયાનવીના સંપૂર્ણ અને ઉત્કટ પ્રેમમાં હતાં ત્યારે આ કૃતિ તેમને 1953માં અર્પણ…

વધુ વાંચો >

સુંદરી

સુંદરી : ભાઈ વીરસિંઘ(1872-1957)ની અતિ લોકપ્રિય નવલકથા. તે મુખ્યત્વે ખત્રી છોકરી સરસ્વતી, પાછળથી જે સુંદર કૌર અથવા સુંદરી તરીકે ઓળખાઈ તેની કથા છે. તેનાં લગ્નની આગલી સાંજે મુઘલ સરદાર તેને તેનાં માબાપના ઘરમાંથી ઉઠાવી જાય છે. શીખ બનેલો તેનો મોટો ભાઈ બલવંતસિંઘ શીખ સૈનિકોની મદદથી તેને બંધનમાંથી છોડાવી લાવે છે.…

વધુ વાંચો >

સેહરાઈ પિઆરા સિંઘ

સેહરાઈ, પિઆરા સિંઘ (જ. 16 સપ્ટેમ્બર 1915, છપિયાં વાલી, જિ. મંસા, પંજાબ) : પંજાબી કવિ. બી.એ.ની પદવી મેળવ્યા બાદ તેઓ ‘સોવિયેત લૅન્ડ’ (પંજાબી), નવી દિલ્હીમાં જોડાયા અને સંયુક્ત સંપાદક તરીકે સેવાનિવૃત્ત થયા. ત્યારબાદ લેખનપ્રવૃત્તિમાં વ્યસ્ત બન્યા. તેમણે 19 ગ્રંથો આપ્યા છે. તેમના નોંધપાત્ર કાવ્યસંગ્રહોમાં ‘લગ્રન’ (1955), ‘વન-ત્રિન’ (1970), ‘ગુઝર્ગાહ’ (1979),…

વધુ વાંચો >

સૈની અજીત

સૈની, અજીત (જ. 23 જુલાઈ 1922, બોલવાલ, જિ. હોશિયારપુર, પંજાબ) : પંજાબી લેખક અને પત્રકાર. પંજાબ યુનિવર્સિટીમાંથી તેમણે એમ.એ.; ગ્યાનીની પદવી મેળવી. તેઓ સ્વાતંત્ર્યસૈનિક હતા; 1943માં ઇન્ડિયન નૅશનલ આર્મી, મલાયામાં અધિકારી; ‘આઝાદ હિંદ’ના સંપાદક; 1945માં ઇન્ડિયન નૅશનલ આર્મીના મુખ્ય મથક હાલના મ્યાનમાર દેશના રંગુન (યાન્ગોંગ) શહેરના પ્રેસ અને રેડિયો સંપર્ક…

વધુ વાંચો >

સૈની પ્રીતમ

સૈની, પ્રીતમ [જ. 7 જૂન 1926, કરવાલ, જિ. સિયાલકોટ (હાલ પાકિસ્તાન)] : પંજાબી લેખક અને વિવેચક. તેમણે પંજાબ યુનિવર્સિટી, પતિયાળામાંથી એમ.એ., પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. પછી પ્રાધ્યાપક તરીકે કામગીરી કરી. તેઓ કેન્દ્રીય પંજાબી લેખક સભાના આજીવન સભ્ય; પંજાબી લેખક સભા, સંગરૂરના પ્રમુખ અને યુનિયન ઑવ્ જર્નાલિસ્ટ્સ, સંગરૂરના સિનિયર ઉપપ્રમુખ રહ્યા…

વધુ વાંચો >

સોહની–મહિવાલ

સોહની–મહિવાલ : હાસિમ શાહ (1753–1823) રચિત કિસ્સા પ્રકારની અતિશયોક્તિભરી અને અવિશ્વસનીય પ્રણયકથા. દંતકથાઓ લોકકથાઓનો સૌથી વધુ રસપ્રદ અને પ્રેરણાદાયી ભાગ રચે છે. તેમાં મહદંશે પ્રેમીઓ, યોદ્ધાઓ, સાહસિકો, સંતો અને પીરોની કથાઓનો સમાવેશ થાય છે. એવા પ્રકારની આ એક પ્રણયકથા છે. આ કિસ્સામાં અવનતિને માર્ગે ગયેલ સામાજિક સરંજામશાહી સામે વ્યક્તિગત બંડ…

વધુ વાંચો >