પંજાબી સાહિત્ય
અગખાણ
અગખાણ (1950) : પંજાબી વાર્તાસંગ્રહ. પંજાબીના જાણીતા લેખક કર્તારસિંહ દુગ્ગલના આ સંગ્રહની લગભગ બધી વાર્તાઓ ભારતવિભાજનને કારણે જે ભયાનક તથા કરુણ પરિસ્થિતિ સર્જાઈ તેની પાર્શ્વભૂમિમાં લખાઈ છે. એમાંની વાર્તાઓમાં રાવળપિંડીના હત્યાકાંડથી માંડીને મહાત્મા ગાંધીજીની હત્યા સુધીની ઘટનાઓની ગૂંથણી કરી છે. એમની વાર્તાઓમાં એમણે ઉદારદૃષ્ટિ રાખી છે અને શીખ, હિંદુ, મુસ્લિમ…
વધુ વાંચો >અજિતકૌર
અજિતકૌર (જ. 16 નવેમ્બર 1934, લાહોર, પાકિસ્તાન) : પંજાબી કથાલેખિકા. તેમણે અનેક વાર્તાસંગ્રહો આપ્યા છે. તેમાં મુખ્ય છે ‘ગુલબાનો’ (1963), ‘બુત્ત શિકન’ (1966), ‘માલિક દી મૌત’ (1966), ‘ધૂપવાલા શેહર’ (1972), ‘સેવિયન ચિદિયન’ (1981) અને ‘મૌત અલીબાબા દી’ (1984). મુખ્ય વિષયવસ્તુ પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓની સામાજિક સ્થિતિ છે, જેનું તેમણે નિખાલસતાથી નિરૂપણ…
વધુ વાંચો >અણખી, રામસરૂપ
અણખી, રામસરૂપ (જ. 28 ઑગસ્ટ 1932, ધૌલા, જિ. સંગરૂર, પંજાબ; અ. 14 ફેબ્રુઆરી 2010, બરનાલા) : પંજાબી નવલકથાકાર. ‘કોઠે ખડકસિંહ’ નામની તેમની કૃતિને 1987ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે પંજાબીમાં એમ. એ.ની ડિગ્રી મેળવવા ઉપરાંત શિક્ષણના વિષયમાં સ્નાતકની ડિગ્રી મેળવી. શાળાના શિક્ષક તરીકે જીવન સમર્પિત કરી દીધું.…
વધુ વાંચો >અણજોડ
અણજોડ (1953) : હરચરણસિંહની રંગમંચ પર અનેક વાર સફળતાથી ભજવાયેલી કજોડાવિષયક પંજાબી નાટ્યરચના. ‘અણજોડ’નો અર્થ થાય છે ‘કજોડું’. આ કૃતિ કરુણાન્તિકા છે. ક્રમે ક્રમે નાયિકાની ઉપર ગુજરતો ત્રાસ વધતો જાય છે. એમાં નાયિકાના મનોભાવનું મનોવૈજ્ઞાનિક નિરૂપણ હોવાથી એકોક્તિઓ પણ સારા પ્રમાણમાં આવે છે; જોકે રંગમંચ પર એની સફળ રજૂઆત થઈ…
વધુ વાંચો >અણબિયામા
અણબિયામા (1942) : આધુનિક પંજાબી લઘુનવલ. આધુનિક પંજાબી લેખક ગુરુબક્ષસિંહ ‘પ્રીતલડી’ની આ લઘુનવલ છે. આ કૃતિમાં લગ્નની સમસ્યાનું નિરૂપણ છે. નાયિકા પ્રભા પ્રચલિત સામાજિક મૂલ્યોની અવગણના કરીને એના સહાધ્યાયી ચિત્તરંજનની જોડે જેલમાં એક રાત વિતાવે છે, અને એ એની પત્ની હોય એમ વર્તે છે. વિધિવત્ લગ્ન કર્યા વિના એના બાળકની…
વધુ વાંચો >અત્તરસિંઘ
અત્તરસિંઘ (જ. 1 ફેબ્રુઆરી 1932, સાગરી, જિ. રાવલપિંડી) : પંજાબી ભાષાના સાહિત્યવિવેચક. પંજાબ યુનિવર્સિટી, ચંડીગઢમાં મધ્યયુગીન ભારતીય સાહિત્યના બાબા ફરીદ સ્વાધ્યાયપીઠ(chair)ના પ્રાધ્યાપક. ભારતીય સાહિત્ય અકાદમી, નૅશનલ બુક ટ્રસ્ટ, ભારતીય જ્ઞાનપીઠ વગેરે જેવી રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને સાહિત્યિક સંસ્થાઓ સાથે સલાહકાર તરીકે જોડાયેલા. 1983માં ‘પદ્મશ્રી’નું માન પામ્યા છે. ‘કાવ્યાધ્યયન’ (1959), ‘દૃષ્ટિકોણ’ (1963),…
વધુ વાંચો >અનહદ નાદ
અનહદ નાદ (1964) : પંજાબી કાવ્યસંગ્રહ. ડૉ. ગોપાલસિંહ ‘દરદી’ના આ કવિતાસંગ્રહને 1964નો સાહિત્ય અકદામી પુરસ્કાર મળ્યો છે. સંગ્રહની કવિતાઓમાં આધુનિક યુગમાં થઈ રહેલ મૂલ્યોના હ્રાસથી થતી મનોવેદનાને વ્યક્ત કરી છે. તેમણે નૈતિક અને વૈજ્ઞાનિક મૂલ્યોની પુન:સ્થાપનાની હિમાયત કરી છે. માત્ર પ્રવર્તમાન પરિસ્થિતિનું વાસ્તવિક નિરૂપણ અને વિશ્લેષણ કરવા ઉપરાંત એક સુંદર…
વધુ વાંચો >અનિક બિસ્તર
અનિક બિસ્તર (1980) : આધુનિક પંજાબી કવિતાસંગ્રહ. પંજાબીના 1960 પછીના ગાળાના કવિ પ્રીતમસિંહ ‘સફીર’નાં 48 કાવ્યો આ સંગ્રહમાં સમાવિષ્ટ છે. આ સંગ્રહમાં એક તરફ રંગદર્શિતા છે, તો બીજી તરફ રહસ્યવાદ છે. રંગદર્શિતાની પાંખે ઊડીને કવિ આધ્યાત્મિક ગૂઢજ્ઞાનને આંબવા મથે છે, જોકે કૃષ્ણગોપીનાં કે સૂફીવાદનાં કાવ્યોમાં આ પરંપરા દૃષ્ટિએ પડે છે.…
વધુ વાંચો >અમૃતલહરાં
અમૃતલહરાં (1936) : પંજાબી કવિતાસંગ્રહ. જ્ઞાનપીઠ ઍવૉર્ડ વિજેતા પંજાબી લેખિકા અમૃતા પ્રીતમનો આ બીજો કાવ્યસંગ્રહ છે. એમનો પ્રથમ સંગ્રહ ‘ઠંડિયા કિરણો’ 1935માં પ્રગટ થયો હતો. એમની આ કાવ્યરચનાઓમાં નારીહૃદયની વેદના ઉગ્ર વાણીમાં રજૂ થઈ છે. નારીમુખે જે વાણી ઉચ્ચારાવી છે, તેની પંજાબી વિવેચકોએ બહુ કડક શબ્દોમાં ટીકા કરી હતી, પરંતુ…
વધુ વાંચો >અમૃતા પ્રીતમ
અમૃતા પ્રીતમ (જ. 31 ઑગસ્ટ 1919, ગુજરાનવાલા, પાકિસ્તાન ; અ. 31 ઑક્ટોબર 2005, દિલ્હી) : 1981ના જ્ઞાનપીઠ પુરસ્કારનાં વિજેતા પંજાબી કવયિત્રી, ગદ્યકાર અને કથાલેખિકા. લગ્ન પૂર્વેનું નામ અમૃત કૌર. 1936માં પ્રીતમસિંઘ સાથેના લગ્ન બાદ વર્તમાન નામ ધારણ કર્યું. પત્રકાર અને સંસ્કૃત તથા હિંદીના વિદ્વાન પિતા કરતારસિંઘ હિતકારી પાસેથી તેમને સાહિત્યસર્જનના…
વધુ વાંચો >