અણજોડ (1953) : હરચરણસિંહની રંગમંચ પર અનેક વાર સફળતાથી ભજવાયેલી કજોડાવિષયક પંજાબી નાટ્યરચના. ‘અણજોડ’નો અર્થ થાય છે ‘કજોડું’. આ કૃતિ કરુણાન્તિકા છે. ક્રમે ક્રમે નાયિકાની ઉપર ગુજરતો ત્રાસ વધતો જાય છે. એમાં નાયિકાના મનોભાવનું મનોવૈજ્ઞાનિક નિરૂપણ હોવાથી એકોક્તિઓ પણ સારા પ્રમાણમાં આવે છે; જોકે રંગમંચ પર એની સફળ રજૂઆત થઈ હોવા છતાં, એનું પઠન વિદ્વદવર્ગ પર ધારી અસર કરતું નથી. લેખક ઘટનાને અતિકરુણ બનાવી દે છે. જાગરૂક ભાવકના કરતાં સામાન્ય પ્રેક્ષકને તે વિશેષ સ્પર્શે છે.

ગુરુબક્ષસિંહ