પંકજ જ. સોની
સ્ટીવન્સન રૉબર્ટ લૂઈ (બેલ્ફોર)
સ્ટીવન્સન, રૉબર્ટ લૂઈ (બેલ્ફોર) (જ. 13 નવેમ્બર 1850, ઍડિનબર્ગ; અ. 3 ડિસેમ્બર 1894, વૈલિમા, સામોઆ) : અંગ્રેજ નિબંધકાર, કવિ, નવલકથાકાર, કાલ્પનિક કથાના રચયિતા, સાહસ અને પ્રવાસકથાના લેખક. ‘ટ્રેઝર આઇલૅન્ડ’, ‘કિડનેપ્ડ’, ‘સ્ટ્રેન્જ કેસ ઑવ્ ડૉ. જેકીલ ઍન્ડ મિસ્ટર હાઇડ’ તથા ‘ધ માસ્ટર ઑવ્ બેલેન્ટ્રી’ જેવી નવલકથાઓથી જગતસાહિત્યમાં તેઓ જાણીતા થયેલા. પિતા…
વધુ વાંચો >સ્ટીવન્સ વૉલેસ
સ્ટીવન્સ, વૉલેસ (જ. 2 ઑક્ટોબર 1879, પેન્સિલ્વેનિયા; અ. 2 ઑગસ્ટ 1955, હાર્ટફૉર્ડ) : અમેરિકન કવિ. ન્યૂયૉર્કની લૉ સ્કૂલમાંથી કાયદાના સ્નાતક થઈને અમેરિકાની બાર કાઉન્સિલના સભ્ય બન્યા પછી હાર્ટફૉર્ડ એક્સિડન્ટ ઍન્ડ ઇન્ડેમ્નિટી કંપનીમાં તેમણે નોકરી સ્વીકારી અને 1934માં તેના વાઇસ પ્રેસિડન્ટના હોદ્દા સુધી પહોંચ્યા. 1914ના નવેમ્બરના ‘પોએટ્રી’ માસિકના યુદ્ધકવિતા વિશેષાંકમાં તેમની…
વધુ વાંચો >સ્ટ્રિન્ડબર્ગ (જોહાન) ઑગસ્ટ
સ્ટ્રિન્ડબર્ગ (જોહાન) ઑગસ્ટ (જ. 22 જાન્યુઆરી 1849, સ્ટૉકહોમ; અ. 14 મે 1912, સ્ટૉકહોમ, સ્વિટ્ઝર્લૅન્ડ) : સ્વીડિશ નાટ્યકાર, નવલકથાકાર અને ટૂંકી વાર્તાકાર. પિતા કાર્લ ઑસ્કાર સ્ટ્રિન્ડબર્ગ સ્ટીમર એજન્ટ અને માતા લગ્ન પહેલાં હોટલમાં વેઇટ્રેસ. આ વાતનો ઉલ્લેખ તેમણે મહત્વની ઘટના તરીકે પોતાની આત્મકથા ‘સન ઑવ્ અ સર્વન્ટ’(1913)માં નોંધી છે. સ્ટ્રિન્ડબર્ગનું જીવન…
વધુ વાંચો >સ્તેન્ધાલ (Stendhal)
સ્તેન્ધાલ (Stendhal) (જ. 23 જાન્યુઆરી 1783, ગ્રેનોબલ, ફ્રાન્સ; અ. 23 માર્ચ 1842, પૅરિસ) : ફ્રેંચ નવલકથાકાર. (મૂળ નામ મેરી હેનરી બેઇલ) તેમની કૃતિઓમાં નિરૂપાયેલ મનોવિશ્લેષણ અને રાજકીય ચિંતનને કારણે તે ખૂબ પ્રસિદ્ધિ પામ્યા. જે જમાનાના સામાજિક વાતાવરણમાં તે જીવતા હતા, તેના કરતાં વિપરીત પ્રકારના જટિલ નાયકના પાત્રસર્જનને કારણે કથાસાહિત્યમાં નવી…
વધુ વાંચો >સ્પેન્ડર સ્ટીફન (હેરોલ્ડ) (સર)
સ્પેન્ડર, સ્ટીફન (હેરોલ્ડ) (સર) (જ. 28 ફેબ્રુઆરી 1909, લંડન; અ. 15 જુલાઈ 1995) : અંગ્રેજ કવિ અને વિવેચક. 1930ના ગાળામાં પ્રગતિશીલ વિચારધારાથી છલોછલ નવસર્જનો દ્વારા રાજકીય ચેતનાની અભિવ્યક્તિને કારણે ખૂબ ઝડપથી પ્રસિદ્ધિ પામ્યા. તે સમય પછી રચાયેલાં કાવ્યોમાં બાહ્ય, રાજકીય પરિસ્થિતિ ઓછી વ્યક્ત થતી જોવા મળે છે, પરંતુ તે કવિતાઓમાં…
વધુ વાંચો >