નીલા ઉપાધ્યાય
અજારકજન્ય પ્રકાશસંશ્લેષણ
અજારકજન્ય પ્રકાશસંશ્લેષણ શ્વસન : પ્રકાશશક્તિને શોષીને રાસાયણિક બંધ ઊર્જા-ATP ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રકાશસંશ્લેષણ કહેવામાં આવે છે. પ્રકાશસંશ્લેષણ બે પ્રકારના જોવા મળે છે : (1) જારકજન્ય, (2) અજારકજન્ય. જારકજન્ય પ્રકાશસંશ્લેષણ વનસ્પતિ અને સાયનોજીવાણુમાં જોવા મળે છે જ્યારે અજારકજન્ય પ્રકાશસંશ્લેષણ હરિતજીવાણુ, જાંબલી જીવાણુ અને હેલીઓબૅક્ટેરિયા(Heliobacteria)માં જોવા મળે છે. અજારકજન્ય પ્રકાશસંશ્લેષણ કરતા જીવાણુઓમાં…
વધુ વાંચો >અજારક શ્વસન
અજારક શ્વસન : હવાની હાજરીમાં વૃદ્ધિ પામતા જીવાણુઓને જારક અથવા વાયુજીવી કહેવામાં આવે છે. હવાની ગેરહાજરીમાં વૃદ્ધિ પામતા જીવાણુઓને અજારક અથવા અવાયુજીવી કહેવામાં આવે છે. અમુક જીવાણુઓ વિકલ્પી તરીકે એટલે કે O2 હાજરી અથવા ગેરહાજરીમાં જીવે છે. O2 હાજરીમાં જીવતા જીવાણુઓ જારક શ્વસન કરે છે અને O2ની ગેરહાજરીમાં જીવતા જીવાણુઓ…
વધુ વાંચો >કોષવંશ
કોષવંશ (cell line) : એકલ કોષના સંવર્ધનથી બનેલ અને આનુવંશિકતાની ર્દષ્ટિએ સમરૂપ એવા કોષોનો સમૂહ. આવા સમૂહમાં આવેલા બધા કોષોનાં લક્ષણો એકસરખાં હોય છે. જોકે પર્યાવરણની અસર હેઠળ અથવા તો વિકૃતિને લીધે કેટલાક વંશજોમાં ભિન્નતા જોવા મળે છે. એકાદ વ્યક્તિમાં વૃદ્ધિ પામતા અર્બુદ(tumour)ના કોષો એકસરખા હોય છે. દુર્દમ્ય (malignant) અર્બુદના…
વધુ વાંચો >નિકોટીનેમાઇડ એડેનીન ડાયન્યુક્લિઓટાઇડ (NAD+) અને નિકોટીનેમાઇડ એડીનીન ડાયન્યુક્લિઓટાઇડ ફૉસ્ફેટ (NADP+)
નિકોટીનેમાઇડ એડેનીન ડાયન્યુક્લિઓટાઇડ (NAD+) અને નિકોટીનેમાઇડ એડીનીન ડાયન્યુક્લિઓટાઇડ ફૉસ્ફેટ (NADP+) : NAD+, NADP+ એક પ્રકારના સહઉત્સેચકો છે, જે કોષની મોટા ભાગની ઉપચયન અપચયન પ્રક્રિયાઓ માટે જવાબદાર છે. તે બધા જ કોષોમાં હાજર હોય છે. આ પદાર્થના અણુમાં નિકોટીનેમાઇડ હોય છે. જેમાં નાયેસીન (વિટામિન બી-3) નામનું વિટામિન આવેલ છે તદ્ઉપરાંત એડીનીન…
વધુ વાંચો >નીગ્રી કાય
નીગ્રી કાય : નીગ્રી કાય એક પ્રકારની અંતર્ગત કાય (Inclusion body) છે, જે હડકવા (રેબીઝ) રોગના વિષાણુઓની વૃદ્ધિથી ઉત્પન્ન થાય છે. અંતર્ગત કાય કોષરસ કે કોષકેન્દ્રમાં જોવા મળે છે. અંતર્ગત કાય પ્રોટીન અથવા વિષાણુ કૅપ્સીડના પુંજ બનવાથી બને છે. આ કાય વિષાણુની વૃદ્ધિનું સ્થાન દર્શાવે છે. જુદા જુદા વિષાણુઓ અલગ…
વધુ વાંચો >પૉક્સ વિષાણુ (Pox Virus)
પૉક્સ વિષાણુ (Pox Virus) : પૉક્સ વિષાણુ સૌથી મોટું કદ ધરાવતા વિષાણુઓ છે. આ વિષાણુનું કદ અમુક નાના જીવાણુ કરતાં મોટું છે (દા. ત., ક્લેમીડિયા Chlemydia). તેઓ 400 x 240 x 200 નૅનોમીટર કદના હોય છે. તેમના મોટા કદને કારણે તેમને ફેઝ કૉન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપમાં અથવા અભિરંજિત કર્યા બાદ પણ જોઈ…
વધુ વાંચો >વિનોગ્રાડસ્કી સેરગેઇ નિકૉલિવિચ
વિનોગ્રાડસ્કી સેરગેઇ નિકૉલિવિચ (જ. 1 સપ્ટેમ્બર 1856, કીવ; અ. 25 ફેબ્રુઆરી 1953, બ્રી–કોમ્ટે–રૉબર્ટ, ફ્રાન્સ) : જમીનના બૅક્ટિરિયા દ્વારા નત્રિલીકરણ અને નાઇટ્રોજન-ફિક્સિંગની દેહધાર્મિક પ્રક્રિયા અંગેનું સંશોધન કરી જીવવિજ્ઞાનમાં બૅક્ટિરિયૉલોજીનું મહત્વ બતાવનાર રશિયન વિજ્ઞાની. વિનોગ્રાડસ્કીએ 1881માં સેન્ટ પિટ્સબર્ગ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક વિજ્ઞાનનો અભ્યાસ કરી, 1885માં સ્ટ્રાસબર્ગ – જર્મની ગયા. સલ્ફર બૅક્ટિરિયા હાઇડ્રોજન સલ્ફાઇડનું…
વધુ વાંચો >વી. ડી. આર. એલ. (Venereal Disease Research Laboratory) કસોટી
વી. ડી. આર. એલ. (Venereal Disease Research Laboratory) કસોટી : યુ.એસ.ના એટલાન્ટામાં આવેલી જાતીય રોગો અંગેના સંશોધન માટેની પ્રયોગશાળા. આ પ્રયોગશાળામાં સિફિલિસ જેવા ગંભીર અને જાતીય સમાગમથી ફેલાતા રોગના નિદાન માટે એક કસોટીને પ્રમાણિત કરવામાં આવી, જેને વી. ડી. આર. એલ. કસોટી તરીકે ઓળખવામાં આવે છે. આ કસોટી માટે વપરાતું…
વધુ વાંચો >વેઇલફેલિક્સ કસોટી
વેઇલફેલિક્સ કસોટી : વેઇલ (Weil Edmand) અને ફેલિક્સે (Felix Arthus) ઈ. સ. 1915માં કરેલું મહત્વનું સંશોધન. તેઓએ શોધ્યું કે રિકેટ્શિયાનાં પ્રતિદ્રવ્ય પ્રોટિયસની અમુક ઉપપ્રજાતિઓ સાથે પ્રક્રિયા કરે છે. શેફર અને ગોલ્ડિને (Shafer અને Goldin) 1965માં શોધ્યું કે પ્રોટિયસ વલ્ગેરિસ અને પ્રોટિયસ મિરાબિલીસ નામના જીવાણુઓ અને રિકેટ્શિયાની ઉપપ્રજાતિઓ OxK, Ox2 અને…
વધુ વાંચો >વૅક્સમૅન, સેલ્મન અબ્રાહમ (Waksman Saleman Abraham)
વૅક્સમૅન, સેલ્મન અબ્રાહમ (Waksman Saleman Abraham) (જ. 22 જુલાઈ 1888, પ્રિલુકા, રશિયા; અ. 16 ઑગસ્ટ 1973, વુડ્ઝ હોલ, ફલમાઉથ, મૅસેચૂસેટ્સ, યુનાઇટેડ સ્ટેટ્સ) : રશિયામાં જન્મેલ અમેરિકન સૂક્ષ્મજીવાણુશાસ્ત્રી. સન 1952ના દેહધર્મવિદ્યા અને ચિકિત્સાવિદ્યાના નોબેલ પુરસ્કાર વિજેતા. તેઓ જેકૉબ વૅક્સમૅન અને ફ્રેડિયા લન્ડનના પુત્ર હતા અને તેમણે ખાનગી શિક્ષકો દ્વારા પ્રાથમિક શિક્ષણ…
વધુ વાંચો >