નીતિન કોઠારી
શીરડી
શીરડી : મહારાષ્ટ્ર રાજ્યના અહમદનગર જિલ્લાના કોપરગાંવ તાલુકામાં આવેલું ધાર્મિક સ્થળ. ભૌગોલિક સ્થાન : 19° 53´ ઉ. અ. અને 74° 29´ પૂ. રે. તેની ઉત્તરે કોપરગાંવ, પૂર્વે પુનામ્બા અને નૈર્ઋત્યે તળેગાંવ શહેરો આવેલાં છે. શીરડીની પૂર્વે પસાર થતી ગોદાવરી નદીએ ફળદ્રૂપ મેદાની જમીનોની રચના કરી છે. ‘સંતોની ભૂમિ’ તરીકે જાણીતા…
વધુ વાંચો >શુક્લતીર્થ
શુક્લતીર્થ : ભરૂચ જિલ્લામાં નર્મદા કાંઠે આવેલું યાત્રાધામ. ભૌગોલિક સ્થાન : 21° 42´ ઉ. અ. અને 73° 55´ પૂ. રે.. તે ભરૂચથી ઈશાન તરફ નર્મદા નદીના ઉપરવાસમાં 15 કિમી.ને અંતરે બેટ રૂપે આવેલું છે. અહીં આવવા-જવા માટે નજીકનું રેલમથક ભરૂચ છે. અહીંથી માત્ર 8 કિમી.ને અંતરે મુંબઈ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર…
વધુ વાંચો >શેન્સી (Shensi, Shaanxi)
શેન્સી (Shensi, Shaanxi) : ચીનના ઉત્તર-મધ્ય ભાગમાં આવેલો પ્રાંત. ભૌગોલિક સ્થાન : તે 35° ઉ. અ. અને 109° પૂ. રે.ની આજુબાજુનો આશરે 1,98,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મોંગોલિયન સ્વાયત્ત રાજ્યસીમા, પૂર્વે શાન્સી, હેનાન અને હેબેઈ પ્રાંતો; દક્ષિણે સિયુઆન તથા પશ્ચિમે ગાન્શુ અને નિંગ્શિયા સ્વાયત્ત રાજ્ય આવેલાં…
વધુ વાંચો >શોણિતપુર
શોણિતપુર : આસામ રાજ્યનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 26° 37´ ઉ. અ. અને 92° 48´ પૂ. રે.ની આજુબાજુનો 5,324 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. વિસ્તારની દૃષ્ટિએ રાજ્યમાં તે બીજા ક્રમે આવે છે. તેની ઉત્તરે અરુણાચલ પ્રદેશ, પૂર્વે લખીમપુર અને જોરહટ જિલ્લા, દક્ષિણે મારિયાગાંવ, નાગાંવ અને ગોલાઘાટ જિલ્લા તથા…
વધુ વાંચો >શ્યોક (Shyok)
શ્યોક (Shyok) : જમ્મુ-કાશ્મીરના લદ્દાખ જિલ્લામાં આવેલી નદી. સિયાચીન હિમનદીમાંથી નીકળતી નુબ્રા નદીના મેળાપ પછી તૈયાર થતી નદી. રીમો હિમનદીમાંથી તેમજ તેરિમ કાંગરી શિખર(ઊંચાઈ 7,500 મીટર)માંથી તેને જળપુરવઠો મળી રહે છે. તે કારાકોરમની દક્ષિણે ગિલગીટના ખીણ-વિસ્તારમાંથી શિગાર નદી સહિત પસાર થાય છે અને કાશ્મીરના વાયવ્ય ભાગમાં થઈને વહે છે. ટ્રાન્સ-હિમાલયન…
વધુ વાંચો >શ્રીનગર
શ્રીનગર : જમ્મુ-કાશ્મીર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 34° 05´ ઉ. અ. અને 74° 49´ પૂ. રે. આજુબાજુનો 2,228 ચોકિમી. (રાજ્યનો આશરે 10 % વિસ્તાર) જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પશ્ચિમ, વાયવ્ય અને ઉત્તર તરફ બારામુલા, ઈશાનમાં કારગીલ, અગ્નિકોણમાં અનંતનાગ, દક્ષિણે પુલવામા તથા નૈર્ઋત્યમાં બડગામ…
વધુ વાંચો >સમરકંદ (Samarkand)
સમરકંદ (Samarkand) : ઉઝબેકિસ્તાનનો પ્રદેશ તથા તે જ નામ ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : તે 39° 40´ ઉ. અ. અને 66° 48´ પૂ. રે. વચ્ચેનો 16,400 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે દક્ષિણ કઝાખસ્તાન અને ક્રાઈ, પૂર્વે તાશ્કંદ, અગ્નિ તરફ રશિયાનું ટડઝિક, દક્ષિણે સૂરખાન દરિયા પ્રદેશ તથા પશ્ચિમે…
વધુ વાંચો >સમુદ્રગહન મેદાન (Abyssal plain or Deep sea plain)
સમુદ્રગહન મેદાન (Abyssal plain or Deep sea plain) : સમુદ્ર-મહાસાગરતળના 3થી 5/6 કિમી.ની ઊંડાઈ પર પથરાયેલા વિશાળ પહોળાઈ આવરી લેતા સમતળ સપાટ વિસ્તારો. સમુદ્રતળની આકારિકીમાં ખંડીય છાજલી પછી ખંડીય ઢોળાવ અને તે પછી સમુદ્રગહન મેદાન આવે. ખંડીય ઢોળાવ તરફનો મેદાની વિભાગ નિક્ષેપના ઠલવાવાથી ઢાળ-આકારિકીમાં જુદો પડે છે, તેથી તેને ખંડીય…
વધુ વાંચો >સમુદ્રજળ
સમુદ્રજળ : સમુદ્ર-મહાસાગર-થાળામાં રહેલો જળરાશિ. પૃથ્વીની સપાટી પર આવેલા સમુદ્રો-મહાસાગરોની ભૌગોલિક સ્થિતિ જોતાં તેમની વિશાળતાનો ખ્યાલ આવે છે. ઉત્તર ગોળાર્ધમાં 45°થી 70° અક્ષાંશો વચ્ચે ખંડોનો ભૂમિભાગ પથરાયેલો છે, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં 35°થી 65° અક્ષાંશો વચ્ચે 98 % જેટલો જળરાશિ પથરાયેલો છે. આ વિતરણ પરથી કહી શકાય કે ઉત્તર ગોળાર્ધ એ…
વધુ વાંચો >સમુદ્રપ્રવાહો (Ocean Currents)
સમુદ્રપ્રવાહો (Ocean Currents) : સમુદ્રજળનું સમક્ષૈતિજ અને લંબ રૂપે પરિભ્રમણ. ભૂપૃષ્ઠ પર વહેતા નદીપ્રવાહની જેમ મહાસાગરોમાં પણ વિશાળ જળજથ્થા હજારો વર્ષથી નિયત દિશામાં વહે છે, તેને સમુદ્રપ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. આ પૈકી કેટલાક પ્રવાહો ખૂબ જ ઝડપી છે, જ્યારે કેટલાક ભાગ્યે જ વહેતા જણાય છે. સમુદ્રપ્રવાહ તરીકે વહેતાં જળ…
વધુ વાંચો >