નીતિન કોઠારી

શહેરીકરણ (urbanisation)

શહેરીકરણ (urbanisation) : ગ્રામીણ વસ્તીની જીવનશૈલીમાં શહેરી જીવનશૈલી અપનાવવાથી ઉદભવતો ફેરફાર. શહેરની નજીક આવેલા પરાં-વિસ્તારો તેમજ ગ્રામવિસ્તારોના લોકોમાં શહેર તરફ તેમની વધુ પડતી અવરજવરને કારણે આ પ્રકારના ફેરફારની અસર ઝડપી હોય છે. પરાં-વિસ્તારો એ શહેરના એવા વિસ્તારો છે, જેમની વસ્તી સામાન્ય રીતે, શહેરની મ્યુનિસિપલ સીમાની બહાર રહેતી હોવા છતાં સાંસ્કૃતિક…

વધુ વાંચો >

શહેરીકરણ (urbanisation) (ભૌગોલિક)

શહેરીકરણ (urbanisation) (ભૌગોલિક) : શહેરમાં વધતી જતી વસ્તી અને વિસ્તારની વૃદ્ધિ. શહેરના ઉદભવ અને વિકાસની પ્રક્રિયા. શહેરીકરણ એ વસ્તીવૃદ્ધિની એવી પ્રક્રિયા છે જેમાં ગામડાનું શહેરમાં રૂપાંતર થાય છે અથવા ભૌગોલિક પરિબળોની અનુકૂળતાવાળા કોઈ એક મોકાના સ્થળે તેની આજુબાજુનાં ગામડાંઓની વસ્તી સ્થળાંતર કરીને વસવાટ કરે છે. ટૂંકમાં, શહેરીકરણ એ શહેરોના ઉદ્ભવ…

વધુ વાંચો >

શહેરી ભૂગોળ (urban geography)

શહેરી ભૂગોળ (urban geography) : શહેરોના સંદર્ભમાં નવી નિર્માણ પામેલી ભૂગોળની વિશિષ્ટ શાખા. શહેરો (નગરો) આજે માનવીની આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય બાબતોનાં કેન્દ્ર બની રહ્યાં છે. શહેરનો વિસ્તાર જેટલો વધુ એટલું તેનું આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક મહત્વ પણ વધુ. શહેરનો માનવસમાજ પરનો પ્રભાવ ત્યાં વસતા નાગરિકોના જીવનધોરણ પરથી મૂલવી…

વધુ વાંચો >

શાન્સી (Shanxi, Shansi)

શાન્સી (Shanxi, Shansi) : ચીનના ઉત્તર ભાગમાં આવેલો પ્રાંત. ભૌગોલિક સ્થાન : તે ૩7° ઉ. અ. અને 112° પૂ. રે.ની આજુબાજુનો 1,57,200 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ઇનર મૉંગોલિયાની સીમા, પૂર્વે હેબેઈ, દક્ષિણે હેનાન તથા પશ્ચિમે શેન્સી પ્રાંતો આવેલા છે. ચીનની દીવાલનો કેટલોક ભાગ અહીં જોવા મળે છે.…

વધુ વાંચો >

શાંતુંગ (શાન્દોંગ) (Shantung-Shandong)

શાંતુંગ (શાન્દોંગ) (Shantung–Shandong) : ચીનના મધ્યપૂર્વ ભાગમાં આવેલું રાજ્ય. તે શાન્દોંગ (Shandong) નામથી પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : તે 36° ઉ. અ. અને 118° પૂ. રે.ની આજુબાજુનો આશરે 1,53,300 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હેબ્રેઈ પ્રાંત, ઈશાનમાં બોહાઇનો અખાત, પૂર્વ તરફ પીળો સમુદ્ર, દક્ષિણે જિયાંગ સુ…

વધુ વાંચો >

શિકાગો (Chicago)

શિકાગો (Chicago) : યુનાઇટેડ સ્ટેટ્સના ઇલિનૉય રાજ્યમાં આવેલું મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 41° 51´ ઉ. અ. અને 87° 39´ પ. રે.. આ શહેર યુ.એસ.નાં મોટાં શહેરોમાં દ્વિતીય ક્રમનું સ્થાન ધરાવે છે. તે સમુદ્રસપાટીથી 177 મીટર અને સરોવરની જળસપાટીથી 4.5 મીટરની ઊંચાઈ પર આવેલું છે. આ શહેરમાંથી શિકાગો નદી…

વધુ વાંચો >

શિમોગા

શિમોગા : કર્ણાટક રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 13° 27´ થી 14° 39´ ઉ. અ. અને 74° 38´ થી 76° 04´ પૂ. રે. વચ્ચેનો 8,465 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને ઈશાન તરફ અનુક્રમે ધારવાડ અને ચિત્રદુર્ગ, પૂર્વમાં ચિત્રદુર્ગ, દક્ષિણે…

વધુ વાંચો >

શિલોંગ

શિલોંગ : ભારતના પૂર્વભાગમાં આવેલા મેઘાલય રાજ્યનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 25° 34´ ઉ. અ. અને 91° 53´ પૂ. રે.. તે કોલકાતાથી ઈશાનમાં 480 કિમી.ના અંતરે આવેલું છે. રાજ્યના મધ્ય-પૂર્વ ભાગમાં આવેલા ‘ઈસ્ટ ખાસી હિલ્સ’ જિલ્લાનું તે વડું વહીવટી મથક છે. ભૂપૃષ્ઠ-જળપરિવાહ-આબોહવા : આ શહેર ખાસીની ટેકરીઓથી બનેલા શિલોંગના ઉચ્ચપ્રદેશ…

વધુ વાંચો >

શિવગંગા (પસુમ્પન્ મુથુરામલિંગમ્)

શિવગંગા (પસુમ્પન્ મુથુરામલિંગમ્) : તમિલનાડુ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 9°52´ ઉ. અ. અને 78° 29´ પૂ. રે.ની આજુબાજુનો 4,086 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે તિરુચિરાપલ્લી અને પુડુકોટ્ટાઈ, પૂર્વે પુડુકોટ્ટાઈ અને રામનાથપુરમ્, દક્ષિણે રામનાથપુરમ્ અને કામરાજર તથા પશ્ચિમે…

વધુ વાંચો >

શિશિર

શિશિર : શિયાળા અને ઉનાળા વચ્ચેની ઋતુ. ઉત્તર ગોળાર્ધમાં તે જાન્યુઆરી-ફેબ્રુઆરીના ગાળા દરમિયાન પ્રવર્તે છે. ભારતમાં પ્રવર્તતી છ ઋતુઓ (હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ) પૈકીની બીજા ક્રમે આવતી ઋતુ છે. તે હેમંતની ઠંડી પૂરી થતાં અને વસંતનું આહ્લાદક હવામાન શરૂ થાય તે પહેલાંના ગાળામાં આવે છે. ભારતમાં તે…

વધુ વાંચો >