નીતિન કોઠારી

મહેન્દ્રનગર

મહેન્દ્રનગર : નેપાળ દેશના નૈર્ઋત્ય ભાગમાં આવેલું સરહદીય શહેર. ભૌગોલિક સ્થાન : તે આશરે 28  55´ ઉ. અ. અને 80  20´ પૂ. રે. પર સ્થિત છે. હિમાલયની તળેટી ટેકરીઓના તરાઈ વિસ્તારમાં 229 મીટર જેટલી ઊંચાઈએ આવેલું છે. આ શહેર ભારતની સીમા અને મહાકાલી સરહદી નદીથી આશરે 3 કિમી. દૂર આવેલું…

વધુ વાંચો >

માથેરાન

માથેરાન : મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈ મેટ્રોપૉલિટન પ્રદેશમાં આવેલું ગિરિમથક. ભૌગોલિક સ્થાન – આબોહવા : તે 18 98´ ઉ. અ. અને 73 27´ પૂ. રે. પર સ્થિત છે. સમુદ્રસપાટીથી તેની ઊંચાઈ આશરે 800 મીટર છે. ભારતનું સૌથી નાનું આ ગિરિમથક છે જે પશ્ચિમઘાટમાં આવેલું છે. આ ગિરિમથકના વિસ્તારમાંથી ધાવરી નદી ઉદગમ પામે છે.…

વધુ વાંચો >

માનવ ભૂગોળ

માનવ ભૂગોળ પૃથ્વીની સપાટી પર જોવા મળતાં વિવિધ લક્ષણોને માનવીય સંદર્ભમાં મૂલવતી ભૂગોળની એક શાખા. ભૂગોળ એ એક એવું વિજ્ઞાન છે, જે પૃથ્વીનાં સપાટી-લક્ષણો તથા ભૂમિશ્યોનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરે છે. ભૂપૃષ્ઠ પર બે પ્રકારનાં લક્ષણો જોવા મળે છે : (1) કુદરતી ભૂમિલક્ષણો, (2) સાંસ્કૃતિક (માનવસર્જિત) ભૂમિલક્ષણો. કુદરતી લક્ષણો કુદરતમાં…

વધુ વાંચો >

માનવવસાહતો

માનવવસાહતો : સામૂહિક જીવન ગાળનારાં કુટુંબોનાં નિવાસસ્થાનો. એક કે તેથી વધુ કુટુંબો પોતાની જરૂરિયાત પ્રમાણે રહેઠાણો, અન્ય મકાનો, શેરી-રસ્તાઓ વગેરે બાંધીને, પ્રાથમિક કે ઉચ્ચ કક્ષાની આર્થિક પ્રવૃત્તિઓ દ્વારા પોતાની જીવનજરૂરિયાતો મેળવવાના હેતુથી વસવાટ કરે છે, ત્યારે તેવા ભૌગોલિક એકમને ‘માનવવસાહત’ કહેવામાં આવે છે. ઘરો કે કુટુંબોની (વસ્તીની) સંખ્યાને આધારે નાનું…

વધુ વાંચો >

માલી (શહેર)

માલી (શહેર) : પ. આફ્રિકાના ઉત્તર ગિની રાજ્યના માલી પ્રાંતનું શહેર અને વહીવટી મથક. સ્થાન : 12° 05´ ઉ. અ. અને 12° 18´ પ. રે. ભૂપૃષ્ઠ: ફોયુટા(Fouta)ના ઉચ્ચપ્રદેશમાં આવેલું આ શહેર સમુદ્રની સપાટીથી આશરે 1,400 મી.ની ઊંચાઈએ વસ્યું છે. આ શહેરની ઉત્તરે માઉન્ટ લોપુરા (1,956 મીટર) શિખર આવેલું છે. કોયુમ્બા…

વધુ વાંચો >

માલેગાંવ

માલેગાંવ : મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લામાં આવેલો તાલુકો અને તે જ નામ ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : 20° ઉ. અ. અને 74° પૂ. રે. આ તાલુકો જિલ્લાના વાયવ્ય ભાગમાં આવેલો છે. પશ્ચિમ ઘાટના પ્રદેશમાં આવેલા આ તાલુકાનો પૂર્વ ભાગ પહાડી છે. અહીંની જમીનો કાળી અને રાખોડી રંગની છે. તાપી નદીની…

વધુ વાંચો >

માંડલે

માંડલે : મ્યાનમાર(બ્રહ્મદેશ)ની મધ્યમાં, ઇરાવદી નદીને કિનારે આવેલું શહેર. વસ્તીની ર્દષ્ટિએ રંગૂન, હવે યાંગોન પછી તે બીજા ક્રમે આવે છે. ભૌગોલિક સ્થાન : 22° 00´ ઉ. અ. અને 96° 06´ પૂ. રે.. આ શહેર ઇરાવદી અને તેની સહાયક નદીઓના કાંપથી જમાવટ પામેલા વિસ્તારમાં આવેલું હોવાથી અહીં સમતળ મેદાની પ્રદેશ નિર્માણ…

વધુ વાંચો >

માંડવી (તાલુકો) સૂરત

માંડવી (તાલુકો) સૂરત : ગુજરાત રાજ્યના સૂરત જિલ્લાનો તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 21 15´ ઉ. અ. અને 73 15´ પૂ. રે. ની આજુબાજુ આવેલ છે. સમુદ્રસપાટીથી આશરે 50 મીટર ઊંચાઈએ આવેલો છે. તાલુકામથકથી સમુદ્રકિનારો આશરે 113 કિમી. દૂર છે. આ તાલુકાનું ક્ષેત્રફળ આશરે 763 ચો.કિમી. છે. આ તાલુકાની ઉત્તરે…

વધુ વાંચો >

માંડુ (માંડવગઢ)

માંડુ (માંડવગઢ) : મધ્યપ્રદેશની પશ્ચિમે માલવા ને નિમાર પ્રદેશમાં આવેલું પ્રાચીન શહેર. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : તે 22  20´ ઉ. અ. અને 75  24´ પૂ. રે. પર સ્થિત છે. જે સમુદ્રસપાટીથી આશરે 700 મીટરની ઊંચાઈએ આવેલું છે. માંડુ વિધ્યાચલ પર્વતીય હારમાળા સાથે સંકળાયેલ માળવાના ઉચ્ચપ્રદેશમાં છે. ભૌગોલિક દૃષ્ટિએ જેની…

વધુ વાંચો >

મિશિગન (શહેર)

મિશિગન (શહેર) : યુ.એસ.ના ઇન્ડિયાના રાજ્યના લા પૉર્ટ પરગણામાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : તે 41° 42´ ઉ. અ. અને 86° 53´ પ. રે. પર આવેલું છે. તે શિકાગોથી પૂર્વમાં આશરે 90 કિમી. દૂર આવેલું છે. એક સમયે અહીંથી ફક્ત લાકડાંની જ નિકાસ થતી હતી, પરંતુ આજે અહીં મોટરગાડીઓ, વીજાણુયંત્રો,…

વધુ વાંચો >