નાવિક ઇજનેરી

અલંગ

અલંગ : ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલું બંદર. તે ખંભાતના અખાતના પશ્ચિમ કિનારે ખુલ્લા સમુદ્રથી 1.6 કિમી. દૂર, તળાજાથી 20 કિમી. અને ભાવનગરથી 50 કિમી. અંતરે મણાર ગામ નજીક મણારી નદી ઉપર આવેલું છે. તે ભાવનગર-તળાજા-મહુવા કંઠાર ધોરીમાર્ગથી તથા રાજ્યમાર્ગથી રાજ્ય-પરિવહનની સીધી સળંગ બસસેવા દ્વારા જોડાયેલું છે. ‘મિરાતે…

વધુ વાંચો >

ઈડ્ઝ, જેમ્સ બુકાનન

ઈડ્ઝ, જેમ્સ બુકાનન (જ. 23 મે 1820, લૉરેન્સબર્ગ; અ. 8 માર્ચ 1887, નસાઉ-બહામા) : પુલો માટેની કેન્ટિલીવર ડિઝાઇનના અમેરિકન શોધક. આગબોટમાં હિસાબનીશ તરીકે જીવનની શરૂઆત. ડૂબકી મારવા માટે ઘંટાકાર સાધન શોધી કાઢીને તેના ઉપયોગથી ડૂબી ગયેલાં વહાણો બહાર કાઢવાના ધંધામાં સારી કમાણી કરી. મિસિસિપી નદીના મુખ આગળ યોગ્ય રીતે ધક્કા…

વધુ વાંચો >

કોટિયું

કોટિયું : કચ્છમાં બંધાતું ઝડપી વહાણ. ટકાઉપણા માટે તે જાણીતું છે. કોટિયું શબ્દ ‘કોટિ’ કે કોટર ઉપરથી બન્યો હશે એમ મનાય છે. આ વહાણ ખોખા જેવું હોવાથી લાકડાં અને નળિયાં ભરવા માટે વધારે અનુકૂળ હોય છે. 80થી 225 ખાંડીનાં આ વહાણોમાં 2 સઢ અને 12 ખલાસીઓ હોય છે. આરબ વહાણો…

વધુ વાંચો >

ક્રૂઝર

ક્રૂઝર : લડાયક જહાજનો એક પ્રકાર. તે ફ્રિગેટ નામથી ઓળખાતા નાના ઝડપી લડાયક જહાજ કરતાં મોટું પણ વિનાશક જહાજ (destroyer) અને વિમાનવાહક લડાયક જહાજ(aircraft carrier)ની વચ્ચેનું કદ ધરાવતું હોય છે. લડાયક જહાજોના કાફલાથી તેને છૂટું કરીને શત્રુપક્ષની શોધ કરવાનું અને દુશ્મન જહાજો દેખાય કે તરત જ પોતાના કાફલાને સાવચેત કરવાનું…

વધુ વાંચો >

ગિબ્ઝ, વિલિયમ ફ્રાંસિસ

ગિબ્ઝ, વિલિયમ ફ્રાંસિસ (જ. 24 ઑગસ્ટ, 1886 ફિલાડેલ્ફિયા; અ. 6 સપ્ટેમ્બર 1967, ન્યૂયૉર્ક) : બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકન માલવાહક જહાજોના મોટા પાયા પરના ઉત્પાદન ઉપર દેખરેખ રાખનાર નૌ-સ્થપતિ અને સમુદ્રી ઇજનેર. 1913માં પિતાને ખુશ કરવા તેઓ હાર્વર્ડ અને કોલંબિયામાં કાયદાનો અભ્યાસ કરી વકીલ બન્યા પણ પ્રથમ અને એકમાત્ર કેસ જીત્યા…

વધુ વાંચો >

ગોંડોલા

ગોંડોલા : વેનિસ શહેરમાં પ્રવાસ કરવા માટેની વિશિષ્ટ હોડી. તે છીછરા પાણીમાં વપરાતી હોવાથી તેનું તળિયું સપાટ હોય છે. હોડીનો મોરાનો ભાગ અને પાછળનો ભાગ શણગારેલો હોય છે. સ્ટારબોર્ડ નજીકથી એક જ ખલાસી ઊભો રહીને તેનું સંચાલન કરે છે. શરૂઆતમાં ગોંડોલાનું 12 હલેસાં મારનારાઓ દ્વારા સંચાલન થતું હતું; પણ સોળમી…

વધુ વાંચો >

ટગબોટ

ટગબોટ : રેલવેના એન્જિન માફક બજરાઓ(barges)ને તથા સમુદ્રની મોટી ખેપ કરતી સ્ટીમરોને બારામાં ધક્કા(dock) સુધી અને બારા બહાર મધદરિયા સુધી ખેંચી લાવતું શક્તિશાળી અને ઝડપી નાનું જહાજ. કોઈ કારણસર જહાજ લાધી ગયું હોય કે તેનાં યંત્રો કામ કરતાં બંધ પડ્યાં હોય તો તેવા જહાજને સુરક્ષિત રીતે ખેંચી લાવવાનું કામ પણ…

વધુ વાંચો >

ટંડેલ

ટંડેલ : ખલાસીઓના ઉપરી. ‘નાખવો’, ‘નાખુદા’ કે ‘નાખોદા’ તેના પર્યાયરૂપ શબ્દો છે. સંસ્કૃતમાં આ માટે ‘पोतवाह’ શબ્દ છે. ખલાસીઓને વહાણના સંચાલન માટે તે આદેશો આપે છે અને સમગ્ર વહાણના સંચાલનની જવાબદારી તેની રહે છે. સ્ટીમરના કૅપ્ટન સાથે તેને સરખાવી શકાય. લાંબા વખત સુધી સમુદ્રની ખેપના અનુભવથી આ પદ પ્રાપ્ત થાય…

વધુ વાંચો >

ટ્રૅમ્પ (પરિવહન)

ટ્રૅમ્પ (પરિવહન) : બંદરનો માલ મળે તેનું પરિવહન કરનારું કરારબદ્ધ (chartered) માલવાહક જહાજ. આવું માલવાહક જહાજ સમુદ્ર-યાત્રા કરાર(voyage charter)પદ્ધતિ અથવા સમય કરાર(time charter)પદ્ધતિથી ભાડે આપવામાં આવે છે. સમુદ્ર-યાત્રા કરારપદ્ધતિમાં નિશ્ચિત સ્થળની નિશ્ચિત સફર માટે આખું જહાજ અથવા જહાજની આંશિક જગ્યા ભાડે આપવામાં આવે છે. નક્કી કરેલા બંદર ઉપર ઠરાવેલા દિવસે…

વધુ વાંચો >

ડ્રેક, ફ્રાન્સિસ

ડ્રેક, ફ્રાન્સિસ (જ. 1540/43, તાવિયેસ્ક; અ. 28 જાન્યુઆરી 1596, પોર્ટબેલો, પનામા) : એલિઝાબેથ યુગનો ઇંગ્લૅન્ડનો રાષ્ટ્રવીર, કાબેલ નૌકાધિપતિ અને પૃથ્વીની પ્રદક્ષિણા કરનાર પ્રથમ અંગ્રેજ વહાણવટી. તેનો જન્મ ચુસ્ત પ્રૉટેસ્ટન્ટ પંથી અને કૅથલિકવિરોધી ખેડૂત પિતાને ત્યાં થયો હતો. તેર વરસની વયે એપ્રેન્ટિસ તરીકે સમુદ્રની ખેપમાં જોડાયેલ. તે 1566માં કેપ વર્ડે તથા…

વધુ વાંચો >