નાવિક ઇજનેરી

વિમાનવાહક જહાજ

વિમાનવાહક જહાજ : લડાયક વિમાનોને વહન કરી તેનાં ઉડ્ડયન અને ઉતરાણને શક્ય અને સહેલું બનાવનારું અત્યંત શક્તિશાળી જહાજ. તેનો સૌથી ઉપલો માળ વિશાળ સપાટી ધરાવતી વિમાનપટ્ટી (air strip) ધરાવતો હોવાથી તે ‘ફ્લૅટ ટૅપ્સ’ (flat-taps) અથવા ‘ફ્લૅટ ડેક’ (flat-deck) નામથી પણ ઓળખાતાં હોય છે. વિશ્વમાં સૌથી પહેલું વિમાનવાહક જહાજ 1925માં અમેરિકાએ…

વધુ વાંચો >

વૅનકૂવર, જ્યૉર્જ

વૅનકૂવર, જ્યૉર્જ (જ. 22 જૂન 1757, કિંગ્ઝ લિન, નોર્ફૉક, ઇંગ્લૅન્ડ; અ. 10 મે 1798, રિચમંડ, સરી) : દરિયો ખેડનાર અંગ્રેજ નાવિક અને મોજણીદાર. ઉત્તર અમેરિકાના પૅસિફિક સમુદ્રકિનારાની અઘરી મનાતી મોજણી તેમણે કરેલી. કૅપ્ટન કૂકના દક્ષિણ ધ્રુવના બીજી વખતના કાફલામાં વૅનકૂવર જોડાયા હતા. ઍડમિરલ રૉડનીએ વેસ્ટ ઇન્ડીઝના લે સેંતના ટાપુ પર…

વધુ વાંચો >

શિકારા (શિકારો) (Houseboat)

શિકારા (શિકારો) (Houseboat) : સહેલગાહ માટે વપરાતી નાના કદની હોડી (boat). શ્રીનગર(કાશ્મીર)માં પર્યટકોના સહેલગાહ માટે શિકારાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. ‘શિકારા એટલે પાણી પર તરતી નાની હોટેલ’ એમ પણ કહી શકાય. કાશ્મીરમાં ડાલ સરોવર અને નાગિન સરોવરના નિશ્ચિત ભાગમાં શિકારાઓ વપરાય છે. શિકારાને ‘કાશ્મીરી ગોંડોલા’ પણ કહેવાય છે. શિકારાઓનો…

વધુ વાંચો >

સઢ

સઢ : જેનાથી પવનનો ઉપયોગ વહાણ કે હોડીનું નોદન કરવામાં થાય છે તેવો કૅન્વાસ જેવા મજબૂત કાપડનો પડદો. શરૂઆતમાં સઢ પ્રાણીઓના ચામડામાંથી બનાવવામાં આવતા હતા. એક જ ઉત્કાષ્ઠન (log) ધરાવતી હોડી કે તરાપાને પવન-ઊર્જાનો ઉપયોગ કરી હંકારવા તેનો ઉપયોગ થતો હતો. તે પછીનો સંભવિત તબક્કો બે સ્તંભ વચ્ચે ઘાસની પોલી…

વધુ વાંચો >

સુકાન (Rudder)

સુકાન (Rudder) : વહાણો, હોડીઓ, સબમરીન, વિમાનો, હોવરક્રાફ્ટ અને હવા અથવા પાણીમાં ચાલતાં અન્ય વાહનોની ગતિના દિશાપરિવર્તન માટે ઉપયોગમાં લેવાતી પ્રયુક્તિ. વહાણના કાઠા (hull) અથવા વિમાનના કાઠા(fuselage)ને અડકીને વહેતાં પાણી અથવા હવાના પ્રવાહની દિશા બદલીને સુકાન સંચાલિત થાય છે. જેના લીધે તે વાહનની ગતિને વળાંક આપે છે અથવા પ્રવિચલન (yawning)…

વધુ વાંચો >

સુમતિ મોરારજી

સુમતિ મોરારજી (જ. 13 માર્ચ, 1909, મુંબઈ; અ. 27 જૂન, 1998, મુંબઈ) : ભારતીય વહાણવટા વિકાસનાં પ્રણેત્રી અને તે ક્ષેત્રમાં વિશ્વભરમાં એકમાત્ર સફળ મહિલા વહીવટદાર. ગર્ભશ્રીમંત શેઠશ્રી મથુરદાસ ગોકળદાસના કુટુંબમાં જન્મ. છ ભાઈઓ વચ્ચેનું આ સાતમું સંતાન. સુમતિએ ખાનગી શિક્ષકો દ્વારા ઘેર રહીને જ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. અતિતીવ્ર ગ્રહણશક્તિના…

વધુ વાંચો >

સેક્સ્ટન્ટ (sextant)

સેક્સ્ટન્ટ (sextant) : દરિયાઈ સફરમાં રાત્રે કોઈ પણ સમયે નિશ્ચિત તારાનો ઊર્ધ્વકોણ (elevation angle એટલે કે તે ક્ષિતિજની ઉપર કેટલા ખૂણે છે તે) માપવા માટેનું સાધન. જ્ઞાત તારાનો નિશ્ચિત સમયે ઊર્ધ્વકોણ માપીને જહાજનું સ્થાન નક્કી થઈ શકે. આ કારણે દરિયાઈ સફરમાં આ સાધન અત્યંત આવશ્યક હતું. (હવે તો global positioning…

વધુ વાંચો >