નારાયણ કંસારા
અવતાર અને અવતારવાદ
અવતાર અને અવતારવાદ : ઈશ્વરનું માનવ કે માનવેતર સ્વરૂપે અવતરણ થવાની ભારતીય વિભાવના. ‘અવતાર’ શબ્દ સંસ્કૃત तृ ધાતુને अव ઉપસર્ગ લાગીને નિષ્પન્ન થયેલો છે. ઈશ્વરનું માનવ કે માનવેતર સ્વરૂપે અવતરવું, પ્રગટ થવું એવો એનો વિશિષ્ટ અર્થ થાય છે. અવતારની વિભાવના વિશે લોકપ્રિય મત એવો છે કે પોતાના દિવ્ય રૂપનો ત્યાગ…
વધુ વાંચો >ઈશ્વર
ઈશ્વર ઈશ્વર (ઉપનિષદો અને દર્શનો) : સમગ્ર સૃષ્ટિનો સર્જક અને નિયંતા. સૃષ્ટિની ઉત્પત્તિ અને તેના કર્તા વિશેના વિચારો ઋગ્વેદમાં છૂટાછવાયા મળે છે. પરંતુ ઈશ્વર વિશેનું અનેક ર્દષ્ટિથી થતું ચિંતન તો ઉપનિષદોમાં રજૂ થાય છે. સૃષ્ટિસર્જનનો જ્ઞાતા પરમ વ્યોમમાં રહેતો અધ્યક્ષ છે એમ કહીને પછી તે પણ કદાચ નહીં જાણતો હોય…
વધુ વાંચો >કર્મ
કર્મ : વૈદિક ક્રિયાકર્મ. કર્મ એટલે ક્રિયાવ્યાપાર, ચેષ્ટા. ધાતુના તિઙન્ત કે કૃદન્તનો અર્થ. ‘દેવદત્ત ફળ ખાય છે’ : એ વાક્યમાં ‘ખાય છે’ એટલે ખોરાક મુખમાંથી ગળે ઉતારવારૂપ વ્યાપાર કરે છે, તે કર્મ કહેવાય. ‘કર્મ’ એ નામશબ્દ છે અને કારક સંબંધે તે ક્રિયા સાથે જોડાયેલો હોય છે. ઉપરના વાક્યમાં ‘ફળ’ એ…
વધુ વાંચો >કર્મસિદ્ધાન્ત
કર્મસિદ્ધાન્ત : કર્મનું ફળ ભોગવવું જ પડે છે એ તથ્યને આધારે નિષ્પન્ન થયેલો સિદ્ધાન્ત. કર્મ અને તેનું ફળ એ કાર્યકારણ-સંબંધ અટલ છે. આ કાર્યકારણ-સંબંધ તર્કાશ્રિત છે. ચાર્વાક સિવાયનાં સર્વ ભારતીય દર્શનો – અનાત્મવાદી બૌદ્ધદર્શન સુધ્ધાં – કર્મસિદ્ધાન્તને પોતપોતાની રીતે સ્વીકારે છે. અહીં કર્મ એટલે ‘ફલની આકાંક્ષાથી થતી ધર્માધર્માત્મક પ્રવૃત્તિ’. વિભિન્ન…
વધુ વાંચો >જટાયુ
જટાયુ : સીતાહરણ પ્રસંગે રાવણ સાથે ઝઝૂમનાર રામાયણનું એક પાત્ર. પ્રચલિત વાલ્મીકિ રામાયણની ત્રણેય વાચનામાં સીતાહરણની પૂર્વે જટાયુનો મેળાપ અને સીતાની રક્ષા કરવાની તેની પ્રતિજ્ઞાનો ઉલ્લેખ મળે છે. આ જટાયુ ગરુડજાતિનો એક માનવ હોવાનું મનાય છે. વિનતાના પુત્ર અરુણને શ્યેનીથી ઉત્પન્ન થયેલા બે પુત્રો તે સંપાતિ અને જટાયુ. આમ જટાયુ…
વધુ વાંચો >જન્માષ્ટમી
જન્માષ્ટમી : સમગ્ર ભારતમાં ભક્તિભાવ, ઉત્સાહ અને ધામધૂમથી ઊજવાતો શ્રીકૃષ્ણનો જન્મદિન. યદુ વૃષ્ણિવંશીય વસુદેવના આઠમા પુત્ર અને વિષ્ણુના અવતાર. શ્રીકૃષ્ણનો જન્મ મથુરામાં કંસ રાજાના કારાગૃહમાં (અમાસાન્ત માસ ગણના અનુસાર) શ્રાવણ વદ 8 (પૂર્ણિમાન્ત માસગણના અનુસાર ભાદ્રપદ વદ 8)ની મધ્યરાત્રિએ બુધવારે થયો હતો. તે વખતે ચંદ્ર રોહિણી નક્ષત્રમાં હતો. કંસે પોતાની…
વધુ વાંચો >તરંગવઈકહા
તરંગવઈકહા (તરંગવતી કથા) : પ્રાકૃત કથાગ્રંથ. જૈન આચાર્યોમાં સુપ્રસિદ્ધ પાદલિપ્તસૂરિએ ‘તરંગવઈકહા’ રચીને પ્રાકૃત સાહિત્યમાં નૂતન પરંપરાને જન્મ આપ્યો. પ્રાકૃત કથાસાહિત્યની આ સૌથી પ્રાચીન કથા છે. સંભવત: આ કથા ગદ્યમાં રચાઈ હશે અને વચ્ચે વચ્ચે ક્વચિત્ પદ્ય પણ હશે એવું વિદ્વાનો માને છે. ગુણાઢ્યની બૃહત્કથા પણ મૂળે ગદ્યમાં રચાયેલી એવું મનાય…
વધુ વાંચો >તિલકમંજરી
તિલકમંજરી : સંસ્કૃત મહાકવિ ધનપાલ(975થી 1035)ની ગદ્યકથા. ધારાના સમ્રાટ પરમાર વંશના ભોજદેવ(990થી 1055)ના સભાકવિપદે રહીને અન્ય કાવ્યકૃતિઓની પણ રચના કરી છે. પ્રાસ્તાવિક શ્લોકોમાં વ્યાસ–વાલ્મીકિથી આરંભીને પોતાના સમય સુધીના પૂર્વ કવિઓનાં કાવ્યોનું આલોચનાત્મક સ્મરણ કરીને કવિએ કથાનો આરંભ કર્યો છે. ‘તિલકમંજરી’માં બે કથાનકોની કલાત્મક ગૂંથણી છે. મુખ્ય કથાનકનો નાયક છે અયોધ્યાનો…
વધુ વાંચો >ધનંજય
ધનંજય (દસમી સદી) : સંસ્કૃત નાટ્યશાસ્ત્રી. ‘દશરૂપક’ નામના નાટ્યશાસ્ત્રવિષયક ગ્રંથના રચયિતા. ધનંજયના પિતાનું નામ વિષ્ણુ હતું. ધનંજય 974-996 દરમિયાન માળવામાં રાજ કરી ગયેલા પરમારવંશીય રાજા વાક્પતિરાજ મુંજના સભાકવિ હતા. એ જ સભામાં પદ્મગુપ્ત, હલાયુધ અને ધનપાલ પંડિતો તરીકે વિદ્યમાન હતા. તેમના ભાઈનું નામ ધનિક હતું. તેમનો નાટ્યશાસ્ત્ર વિશેનો ગ્રંથ ‘દશરૂપક’…
વધુ વાંચો >ધનિક
ધનિક (દસમી સદી) : ધનંજયના નાટ્યશાસ્ત્રવિષયક ગ્રંથ ‘દશરૂપક’ ઉપર ‘અવલોક’ નામની ટીકાના રચયિતા. મુંજના એ સેનાપતિ હતા એવું ‘અવલોક’ની હસ્તપ્રતમાં નિર્દેશાયું છે. મુંજે ધનિકના પુત્ર વસન્તાચાર્યને ભૂમિદાન કરેલું તેને લગતું ઈ. સ. 974નું દાનપત્ર છે. ધનંજયના ‘દશરૂપક’ પરની ‘અવલોક’ ટીકામાં તેમણે સ્વરચિત ઉદાહરણો આપ્યાં છે અને સ્વરચિત ‘કાવ્યનિર્ણય’ ગ્રંથમાંથી અને…
વધુ વાંચો >