નાટ્યકલા
ઍદમૉવ, આર્થર
ઍદમૉવ, આર્થર (જ. 23 ઑગસ્ટ 1908, કિસ્લૉવૉસ્ક, રશિયા; અ. 16 માર્ચ 1970, પૅરિસ) : ઍબ્સર્ડ નાટ્યના પ્રણેતા અને તે શૈલીના મહત્વના અને અગ્રેસર લેખક. 1912માં તેમનો ધનાઢ્ય અમેરિકન પરિવાર રશિયા છોડી જર્મનીમાં સ્થાયી થયો. તેમણે જિનીવા, કૉન્ઝ અને પૅરિસમાં શિક્ષણ લીધું. ફ્રેન્ચ ભાષામાં પ્રભુત્વ મેળવી 1924માં તેમણે પૅરિસમાં કાયમી વસવાટ…
વધુ વાંચો >એન. ઇબોબીસિંગ
એન. ઇબોબીસિંગ (જ. 13 એપ્રિલ 1921, ઇમ્ફાલ) : મણિપુરી ભાષાના નાટ્યકાર. તેમના નાટક ‘કરંગી મમ અમસુંગ કરંગી અરોઇબા યાહિપ’ને 1983ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમનો વિધિસર અભ્યાસ 7 ધોરણ પૂરતો જ હતો, પણ તેમણે ખાનગી ધોરણે બંગાળી, હિંદી અને સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો. તેમણે 18 નાટકો, 3…
વધુ વાંચો >ઍન્ટની ઍન્ડ ક્લિયોપેટ્રા (1607)
ઍન્ટની ઍન્ડ ક્લિયોપેટ્રા (1607) : રોમના સેનાધિપતિ ઍન્ટની અને ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્રાના પ્રણયને આવરી લેતું શેક્સપિયર લિખિત પાંચ અંકમાં પ્રસરતું કરુણ નાટક. શેક્સપિયરે લખેલી ઐતિહાસિક પ્રકારની ટ્રૅજેડી. 1623 (પ્રથમ ફોલિયો) સુધી આ નાટક છપાયું ન હતું. એનું કથાવસ્તુ બહુધા પ્લૂટાર્કના ‘ઍન્ટનીનું જીવનચરિત્ર’માં સમાવિષ્ટ છે. સર ટી. નૉર્થે કરેલા પ્લૂટાર્કના ભાષાંતરને…
વધુ વાંચો >ઍન્ટિગની
ઍન્ટિગની (ઈ. પૂ. 440) : મહાન ગ્રીક નાટકકાર સૉફોક્લિસ(ઈ. પૂ. 495-406)ની પ્રશિષ્ટ ટ્રૅજેડી. ઈ. પૂ. 440માં તેની પ્રથમ રજૂઆત થઈ હતી. આ નાટકની સફળતાને લીધે સૉફોક્લિસને સેમોસ સામેના યુદ્ધમાં જનરલ બનાવવામાં આવેલા તે વસ્તુને કારણે તેને ઇડિપસ ચક્રમાંનું નાટક ગણવામાં આવે છે, પણ વાસ્તવમાં તે સ્વતંત્ર નાટક છે. ઇડિપસના અવસાન…
વધુ વાંચો >ઍન્ડરસન મૅક્સવેલ
ઍન્ડરસન મૅક્સવેલ (જ. 15 ડિસેમ્બર 1888, આટલાંટિક, પેન્સિલવેનિયા, યુ.એસ.; અ. 28 ફેબ્રુઆરી 1959, સ્ટેન્ફર્ડ, કનેક્ટિક્ટ) : અગ્રગણ્ય અમેરિકન નાટ્યકાર. તેમનો ઉછેર ઉત્તર ડાકોટામાં. 1914માં સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ઉપાધિ મેળવીને તેઓ કૅલિફૉર્નિયા અને ઉત્તર ડાકોટામાં શિક્ષક થયા. 1924 સુધી ન્યૂયૉર્કના પત્રકાર તરીકે કાર્ય કર્યું. તેમનું પ્રથમ કરુણ નાટક ‘વ્હાઇટ ડેઝર્ટ’ (1923)…
વધુ વાંચો >એપિડોરસ થિયેટર
એપિડોરસ થિયેટર : ગ્રીસનું સૌથી મોટું થિયેટર. પ્રાચીન ગ્રીક શહેર એપિડોરસ પેલોપોનેસસના કિનારાના વાયવ્ય ખૂણે સારોનિક અખાત પર આર્ગોલિસ જિલ્લામાં આવેલું છે. નાના (the younger) પોલિટિકસ રાજાએ અહીં ઈ. પૂ. 350માં બંધાવેલા થિયેટરનો ઉપયોગ હાલ પણ વાર્ષિક નાટ્યોત્સવ વખતે થાય છે. તેની રંગભૂમિ બે માળ ઊંચી હતી. નાટ્યસ્થળ 20 મી.…
વધુ વાંચો >ઍબી થિયેટર
ઍબી થિયેટર : આયર્લૅન્ડમાં ડબલિનની ખૂબ જાણીતી રંગભૂમિ અને આયરિશ નાટ્યપ્રવૃત્તિનું કેન્દ્ર. આઇરિશ નૅશનલ થિયેટર સોસાયટી લિ. લોકોમાં ઍબી થિયેટર તરીકે જાણીતી છે. સુપ્રસિદ્ધ આયરિશ કવિ ડબ્લ્યૂ. બી. યેટ્સ અને ઑગસ્ટા ગ્રેગરીએ 1899માં એની સ્થાપના કરી હતી. જાનપદી નાટ્યવસ્તુને કાવ્યાત્મક રીતે રજૂ કરવાના ઉદ્દેશથી સ્થાનિક નટો માટે એની સ્થાપના કરવામાં…
વધુ વાંચો >એબેલાર નાટ (અર્ધા દિવસનું નાટક) (1955)
એબેલાર નાટ (અર્ધા દિવસનું નાટક) (1955) : ડૉ. વિરંચિકુમાર (1910-1964) બરુઆનું એકાંકી રૂપક. એમણે આ કૃતિ બીના બારુઆના ઉપનામથી લખેલી. ગુવાહાટીમાં આકાશવાણી કેન્દ્રની સ્થાપના થયા પછી એકાંકી રૂપકો અત્યંત મહત્વનાં બન્યાં છે. એ માટેનું પહેલું નાટક તે ‘એબેલાર નાટ’. એ નાટકમાં એક જ કુટુંબના જુદા જુદા સભ્યો વચ્ચેના વિચારોનું ઘર્ષણ…
વધુ વાંચો >ઍબ્સર્ડ નાટક અને થિયેટર
ઍબ્સર્ડ નાટક અને થિયેટર : બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપમાં હતાશા અને વ્યર્થતાનો ઓથાર અનુભવતા સંવેદનશીલ સર્જકોએ શરૂ કરેલી નાટ્યપરંપરા. તેનો સૌપ્રથમ પ્રયોગ ‘ધ થિયેટર ઑવ્ ઍબ્સર્ડ’માં 1961માં માર્ટિન એસલિને તેમના પુસ્તકમાં કર્યો. અલબત્ત, ઍબ્સર્ડવાદીઓનું કોઈ વિધિવત્ જૂથ કે એવી ઝુંબેશ અસ્તિત્વમાં ન હતાં; પરંતુ 1942માં આલ્બેર કૅમ્યૂએ પ્રગટ કરેલા ‘ધ…
વધુ વાંચો >એમ. કમલ
એમ. કમલ (જ. 8 ઑગસ્ટ 1925, કનડિયરો જિલ્લો, કરાંચી, પાકિસ્તાન; અ. 3 ફેબ્રુઆરી 2010) : સિંધી ભાષાના જાણીતા કવિ અને નાટ્યલેખક. તેમનું મૂળ નામ મૂલચંદ મંઘારામ બિંદ્રાણી છે. તેઓ ‘કમલ’ ઉપનામથી લખતા હતા. તેમને તેમના ઉત્તમ ગઝલસંગ્રહ ‘બાહિ જા વારિસ’ (એટલે કે ‘નરકના વારસદાર’) માટે 1989ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી…
વધુ વાંચો >