નાટ્યકલા
રાજેન્દ્રનાથ
રાજેન્દ્રનાથ (જ. 1947) : હિંદીના જાણીતા નટ-દિગ્દર્શક. 1967માં એમણે દિલ્હીમાં ‘અભિયાન’ નાટ્યસંસ્થા શરૂ કરી, અને ગાંધીજીના જીવન અંગેનું વિવાદાસ્પદ નાટક ‘હત્યા એક આકારકી’ (લેખક : લલિત સેહગલ) પ્રસ્તુત કર્યું. બે દાયકા સુધી આ સંસ્થાને માર્ગદર્શન આપતા રાજેન્દ્રનાથે મુખ્યત્વે વિજય તેન્ડુલકરનાં નાટકો પ્રસ્તુત કર્યાં અને એ ઉપરાંત અન્ય ભારતીય ભાષાઓમાં બાદલ…
વધુ વાંચો >રાઠોડ, અરવિંદ
રાઠોડ, અરવિંદ (જ. 14 ફેબ્રુઆરી 1941) : ગુજરાતી રંગભૂમિ અને ચિત્રપટના અભિનેતા. પિતા દરજીકામના વ્યવસાય સાથે સંકળાયેલા હતા, પરંતુ પિતાનો વ્યવસાય સ્વીકારવાના બદલે શાળા-કૉલેજમાં અભિનય અને અન્ય પ્રવૃત્તિ કરી અનેક ઇનામો મેળવી ચૂકેલા અરવિંદ રાઠોડે ચૂપચાપ નાટકોમાં કામ કરવું શરૂ કરી દીધું હતું. અરુણા ઈરાનીના પિતા એફ. આર. ઈરાનીના નાટક…
વધુ વાંચો >રામકૃષ્ણમાચાર્યલુ, ધર્માવરમૂ
રામકૃષ્ણમાચાર્યલુ, ધર્માવરમૂ (જ. 1853, ધર્માવરમૂ, જિ. અનંતપુર, આંધ્રપ્રદેશ; અ. 1912) : તેલુગુ નાટ્યકાર. આંધ્રપ્રદેશના તેઓ એક સૌથી જાણીતા અર્વાચીન નાટ્યકાર હતા. ત્રણ વર્ષની વયે તો તેઓ આખો ‘અમરકોશ’ કેવળ યાદશક્તિથી મધુર કંઠે ગાઈ શકતા. નાનપણથી જ તેઓ સંસ્કૃત, તેલુગુ અને અંગ્રેજી પર પ્રભુત્વ ધરાવતા હતા. વકીલાતની પરીક્ષા પાસ કર્યા પછી,…
વધુ વાંચો >રામસ્વામી, પતગુડ્ડી એસ.
રામસ્વામી, પતગુડ્ડી એસ. (જ. 15 મે 1927, કરૈકલ, તમિલનાડુ) : ભરતનાટ્યમ્ નૃત્યશૈલીના વિખ્યાત નર્તક અને ગુરુ. પુદુચેરી ખાતે ફ્રેન્ચ માધ્યમમાં તેમણે સ્નાતકની પદવી મેળવી. પછી સંગીતની શિક્ષા એસ. જી. કસીઐયર અને ચિદમ્બરમ્ નટરાજ સુન્દરમ્ પિલ્લૈ પાસેથી મેળવી, જ્યારે ભરતનાટ્યમની તાલીમ ચૈયુર એસ. મણિકમ્ પિલ્લૈ પાસેથી 7 વર્ષ સુધી ગુરુકુળમાં રહીને…
વધુ વાંચો >રાવળ, પ્રતિભા રસિકલાલ
રાવળ, પ્રતિભા રસિકલાલ (જ. 15 સપ્ટેમ્બર 1939) : ગુજરાતનાં અભિનેત્રી, નિર્માતા અને દિગ્દર્શક. તેઓ નિરાળું વ્યક્તિત્વ ધરાવે છે. તેમણે ઇકોનૉમિક્સ અને પોલિટિક્સના વિષયો સાથે બી.એ.ની ડિગ્રી તથા નાટ્યનો ડિપ્લોમા મેળવ્યાં છે. છેલ્લાં 40 વર્ષથી તેઓ રંગભૂમિ સાથે સક્રિય રીતે સંકળાયેલાં છે. લગભગ 15 જેટલાં નાટકોનું દિગ્દર્શન તેમણે કર્યું છે. સામાજિક,…
વધુ વાંચો >રાષ્ટ્રીય કળા કેન્દ્ર, સૂરત
રાષ્ટ્રીય કળા કેન્દ્ર, સૂરત (સ્થા. 1955) : સૂરતની એક સાંસ્કૃતિક સંસ્થા. લગભગ છેલ્લા સાડા ચાર દાયકાથી સતત પ્રવૃત્ત રહેલી આ સંસ્થાનો આરંભ સ્વ. વજુભાઈ ટાંક, સ્વ. નાથુભાઈ પહાડે, સ્વ. મહાદેવ શાસ્ત્રી, સ્વ. વાસુદેવ સ્માર્ત, સ્વ. ગનીભાઈ દહીંવાળા, સ્વ. પુષ્પાબહેન દવે અને ચંદ્રકાંત પુરોહિતના સહયોગથી થયો હતો. પ્રતિવર્ષ પોતાનાં નાટકો રજૂ…
વધુ વાંચો >રાસક (નાટ્યશાસ્ત્રની ભારતીય પરંપરા અનુસાર)
રાસક (નાટ્યશાસ્ત્રની ભારતીય પરંપરા અનુસાર) : ઉપરૂપકનો એક પ્રકાર. ‘રાસક’ની ઉત્પત્તિ કેટલાક ‘रसानां समूहो रास:’ અથવા ‘रासयति सभ्यभ्यो रोचयति ।’ (પ્રેક્ષકોને ખુશ કરે તે) એવી આપે છે, પણ તે બરાબર નથી. પણ આને ગુજરાતમાં પ્રચલિત (ગરબા અને) રાસ સાથે ચોક્કસ સંબંધ છે. લાસ્ય-માર્દવયુક્ત મધુર નૃત્ય સાથે रासक સીધું જોડાય છે.…
વધુ વાંચો >રાંદેરિયા, મધુકર રંગીલદાસ
રાંદેરિયા, મધુકર રંગીલદાસ (જ. 3 એપ્રિલ 1917; અ. 7 સપ્ટેમ્બર 1990) : નવી ગુજરાત રંગભૂમિના સમર્થ અભિનેતા અને નાટ્યકાર, ગઝલકાર તથા ગદ્યલેખક. ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે એમ.એ. થયા બાદ થોડોક સમય પત્રકારત્વને ક્ષેત્રે તથા આકાશવાણી પર ગાળ્યા પછી મુંબઈની જયહિંદ કૉલેજ તથા ભારતીય વિદ્યાભવન કૉલેજમાં અધ્યાપક તરીકે સ્થિર થયા.…
વધુ વાંચો >રિબમૅન, રૉનાલ્ડ (બર્ટ)
રિબમૅન, રૉનાલ્ડ (બર્ટ) (જ. 28 મે 1932, ન્યૂયૉર્ક સિટી) : અમેરિકાના નાટ્યલેખક. બ્રુકલિન કૉલેજ – ન્યૂયૉર્ક ખાતે શિક્ષણ – 1950–51; યુનિવર્સિટી ઑવ્ પિટ્સબર્ગમાંથી બી.બી.એ. – 1954; એમ. લિટ્. – 1958; પીએચ.ડી. – 1962. યુ.એસ. સેનાદળમાં કામગીરી બજાવી – 1954–56. ઓહાયોની ઑટરબેન કૉલેજમાં અંગ્રેજીના સહાયક-પ્રાધ્યાપક – 1962–63. તેમને મળેલાં સન્માનો આ…
વધુ વાંચો >રિવૉલ્વિંગ સ્ટેજ
રિવૉલ્વિંગ સ્ટેજ : નાટ્ય-ભજવણીનાં દૃશ્યો બદલવા કે તેમાં ફેરફાર કરવા માટે રંગભૂમિની પ્રયુક્તિ. તેમાં મધ્યસ્થ મજબૂત આધાર-કીલક(pivot)ના ટેકે ગોઠવાયેલ ફરતા ટેબલ પર ત્રણ કે ત્રણથી વધુ દૃશ્યો તૈયાર કરવામાં આવે છે. પ્રેક્ષકો સમક્ષ યથાપ્રસંગ તે ફેરવવાથી દૃશ્ય-પલટો સહજ, સુગમ અને ઝડપી બની શકે છે. તેની શોધ સત્તરમી સદીમાં જાપાનમાં ત્યાંના…
વધુ વાંચો >