નાટ્યકલા

મૉસ્કો આર્ટ થિયેટર

મૉસ્કો આર્ટ થિયેટર (સ્થાપના – 1898) : રશિયાના પાટનગર મૉસ્કોની નાટ્યતાલીમ આપતી અને નાટ્યનિર્માણ કરતી જગપ્રસિદ્ધ નાટકશાળા. તેનું અધિકૃત નામ મૅક્સિમ ગૉર્કી મૉસ્કો આર્ટ એકૅડેમિક થિયેટર છે. તેની સ્થાપના સહકારી ધોરણે કરવામાં આવી હતી. અવેતન કલાકારો તેમજ ફિલહાર્મોનિક સોસાયટીના નાટ્યવર્ગના નવા સ્નાતકોના સહયોગથી તેની સ્થાપના કરવામાં આવી હતી. તેના નામ…

વધુ વાંચો >

મોહન રાકેશ

મોહન રાકેશ (જ. 8 જાન્યુઆરી 1925, અમૃતસર, પંજાબ; અ. 3 ડિસેમ્બર 1972, દિલ્હી) : જાણીતા હિંદી નાટ્યકાર, વાર્તાકાર, નવલકથાકાર અને ચિંતક. મૂળ નામ મદનમોહન ગુગલાની. પરમ વૈષ્ણવ કુટુંબમાં જન્મ. પિતા વકીલાત ઉપરાંત સાહિત્ય અને સંસ્કૃતિના પ્રેમી હતા. હિંદી તથા અંગ્રેજી સાથે એમ.એ. કર્યું. વરસો સુધી કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું. ‘સારિકા’ પત્રિકાનું…

વધુ વાંચો >

મોહન, લાલાજી

મોહન, લાલાજી (જ. ? 1885, ચલાળા, જિ. અમરેલી; અ. 20 જાન્યુઆરી 1938, મુંબઈ) : ગુજરાતી રંગભૂમિના ખ્યાતનામ અભિનેતા. માત્ર 8 વર્ષની વયે પિતાનું અવસાન. બાલ્યકાળથી જ મકનજી જૂઠાની શ્રી દ્વારકા નાટક મંડળી અને અનુપરામ કાનજીની શ્રી ધોળા સુબોધ નાટક મંડળીમાં અભિનયકારકિર્દીનો આરંભ. માતાએ તેમને કવિ મૂળશંકર મૂલાણીને સોંપી દીધા. છોટાલાલ…

વધુ વાંચો >

મોહરાજપરાજય નાટક

મોહરાજપરાજય નાટક : સોલંકી રાજા કુમારપાલ વિશે સંસ્કૃતમાં લખાયેલું રૂપકાત્મક નાટક. આ નાટક રચનાર કવિ યશ:પાલ મોઢવંશીય ધનદેવનો પુત્ર હતો. એ ચૌલુક્ય (સોલંકી) રાજા અજયપાલ(ઈ. સ. 1173–1176)નો મંત્રી હતો. એ સંસ્કૃત ભાષાનો વિદ્વાન હતો. એણે વિ. સં. 1230(ઈ. સ. 1174)ના અરસામાં ‘મોહરાજપરાજય’નામે પંચાંકી નાટકની રચના કરી હતી. આ નાટક થરાદમાં…

વધુ વાંચો >

યક્ષગાન

યક્ષગાન : જુઓ પરંપરાપ્રાપ્ત ભારતીય નાટ્યપ્રયોગો

વધુ વાંચો >

યાજ્ઞિક, ભરત પ્રેમશંકર

યાજ્ઞિક, ભરત પ્રેમશંકર (જ. 3 નવેમ્બર 1943, મુંબઈ) : નાટ્યકાર, કવિ, દિગ્દર્શક, નિર્માતા અને અભિનેતા. તેમણે ઇતિહાસ અને સમાજશાસ્ત્ર સાથે બી.એ.ની ડિગ્રી ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવી. પછી સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમીમાં નાટ્યવિદ્યાની તાલીમ લીધી. પૃથ્વીરાજ કપૂર, પ્રેમશંકર યાજ્ઞિક અને પ્રવીણ જોષી તેમજ હેમુ ગઢવી પાસેથી અભિનય તથા સંગીતની પ્રેરણા મેળવી. તેમણે…

વધુ વાંચો >

યુરિપિડીઝ

યુરિપિડીઝ (જ. ઈ. પૂ. 480 ? સલેમિસ, ગ્રીસ; અ. ઈ. પૂ. 406, મૅસિડોનિયા, ગ્રીસ) : પ્રાચીન ગ્રીસના ઇસ્કાયલસ અને સૉફોક્લીઝ પછીના ટ્રૅજડી સ્વરૂપના પ્રયોજક, ઍથેન્સના મહાન નાટ્યકાર. રોમના નાટ્યસાહિત્ય અને આધુનિક અંગ્રેજી અને જર્મન નાટક પર – ખાસ કરીને ફ્રેન્ચ નાટ્યકાર  પિયર કૉર્નેલ અને ઝાં બૅપ્ટિસ્ટ રેસિન પર – તેમની…

વધુ વાંચો >

યુસ્તિનૉફ, પીટર ઍલેક્ઝાન્ડર, સર

યુસ્તિનૉફ, પીટર ઍલેક્ઝાન્ડર, સર (જ. 16 એપ્રિલ 1921, લંડન, ઇંગ્લૅન્ડ) : નામી આંગ્લ અભિનેતા, દિગ્દર્શક અને નાટ્યલેખક. તેમનાં રશિયન માતા-પિતા શ્વેત કુળનાં હતાં. અભ્યાસ કર્યો વેસ્ટમિન્સ્ટર શાળામાં. 1938માં તેમણે રંગભૂમિ પર સૌપ્રથમ અભિનય-પ્રવેશ કર્યો. પછી બીજા વિશ્વયુદ્ધમાં લશ્કરી સેવા બજાવી. 1942માં ફિલ્મક્ષેત્રે પદાર્પણ કર્યું અને અભિનેતા, લેખક તથા નિર્માતા  એમ…

વધુ વાંચો >

રણછોડભાઈ ઉદયરામ

રણછોડભાઈ ઉદયરામ : જુઓ દવે રણછોડભાઈ ઉદયરામ

વધુ વાંચો >

રસેલ, વિલી

રસેલ, વિલી (જ. 23 ઑગસ્ટ 1947, વિસ્ટન, લૅન્કેશાયર, ઇંગ્લૅન્ડ) : આંગ્લ નાટ્યકાર. શાળાકીય શિક્ષણ નૉઝલી તથા રેનફર્ડ, લૅન્કેશાયરમાં. વિશેષ શિક્ષણ લૅન્કેશાયરમાં 1969-70. સેંટ કૅથરિન્સ કૉલેજ ઑવ્ હાયર એજ્યુકેશન, લિવરપૂલમાં, 1970-73. બેર બ્રાન્ડ વેરહાઉસમાં મજૂર તરીકે કામગીરી (1968-69). શિક્ષક શૉરફીલ્ડ્ઝ કૉમ્પ્રિહેન્સિવમાં 1973-74. સ્વતંત્ર લેખક તરીકે કારકિર્દીનો આરંભ 1974થી. સહાયક દિગ્દર્શક (1981-83)…

વધુ વાંચો >