નાટ્યકલા
મિત્ર, દીનબંધુ
મિત્ર, દીનબંધુ (જ. 1829, ચૌબેરિયા પી.એસ. નૉર્થ 24 પરગણા; અ. 1 નવેમ્બર 1873) : નાટકકાર. હેર સ્કૂલમાં અભ્યાસ કર્યો અને ત્યાં 1850માં જુનિયર સ્કૉલરશિપ મેળવી. ત્યારપછી તેઓ હિંદુ કૉલેજમાં દાખલ થયા. 1855માં તેમણે કૉલેજ છોડી અને પટનામાં પોસ્ટમાસ્ટર તરીકે તેઓ નિમાયા. શાળાના વિદ્યાર્થી હતા ત્યારથી જ તેઓ લખતા હતા. તે…
વધુ વાંચો >મિત્ર, શંભુ
મિત્ર, શંભુ (જ. 22 ઑગસ્ટ 1915, કૉલકાતા; અ. 19 મે 1992, કૉલકાતા) : બંગાળી વ્યવસાયી રંગભૂમિ અને પ્રશિષ્ટ નાટકોના નિર્માણ સાથે સંકળાયેલા પ્રખ્યાત નટ, દિગ્દર્શક. બંગાળી થિયેટરની વ્યાવસાયિક નાટ્યમંડળી ‘રંગમહેલ’માં તેમણે ‘માલારૉય’ અને ‘રત્નદીપ’ નાટકોમાં 1940માં કામ કર્યું. પછી નાટ્યનિકેતન થિયેટરમાં ‘કાલિન્દી’ નાટકમાં ભજવેલી મિસ્ટર મુખર્જીની ભૂમિકાથી અને શિશિરકુમારની મંડળી…
વધુ વાંચો >મિથ્યાભિમાન
મિથ્યાભિમાન (1870) : કવિ દલપતરામ (1820–1898)રચિત મૌલિક હાસ્યરસિક સામાજિક નાટક. મિથ્યાભિમાન, દંભ તથા આડંબર જેવી સ્વભાવ-મર્યાદાઓને ખુલ્લી પાડવા માટે નાટ્યલેખ મોકલવા માટેની ‘બુદ્ધિપ્રકાશ’ની જાહેરાતના સંદર્ભમાં દલપતરામે આ ‘હાસ્યરસમાં નાટકરૂપી નિબંધ’ લખી મોકલ્યો હતો. આ કૃતિને તેમણે ‘ભૂંગળ વિનાની ભવાઈ’ તરીકે પણ ઓળખાવી છે. તેમાં 8 અંકો અને 14 ર્દશ્યો છે.…
વધુ વાંચો >મિનૅન્ડર
મિનૅન્ડર (જ. ઈ. સ. પૂ. આશરે 343, ઍથેન્સ; અ. ઈ. સ. પૂ. 291, ઍથેન્સ) : પ્રાચીન ગ્રીસના કૉમેડી-લેખક. પ્રાચીન કાળમાં ખૂબ ખ્યાતનામ અને પ્રભાવશાળી સર્જક લેખાતા. વિવેચકોએ તેમને ‘નવ્ય (new) ગ્રીક કૉમેડી’ના સર્વોચ્ચ કવિ લેખ્યા હતા. ઍથેન્સની રંગભૂમિના કૉમેડી નાટ્યપ્રકારના આ છેલ્લા શ્રેષ્ઠ સર્જકને તેમના જીવનકાળ દરમિયાન ખૂબ મર્યાદિત સફળતા…
વધુ વાંચો >મિમિક્રી
મિમિક્રી : આંગિક અને વાચિક અભિનય દ્વારા કોઈ વ્યક્તિ અથવા પાત્રનું અનુકરણ. મૂક અભિનય(માઇમ)માં માત્ર આંગિક અનુસરણ હોય, જ્યારે મિમિક્રીમાં વાચિક પણ હોય, તો ક્યારેક માત્ર વાચિક જ હોઈ શકે. અભિનયની તાલીમમાં મિમિક્રી કરનારને મહત્વ અપાતું નથી. જોકે માત્ર આંગિક-વાચિક અનુકરણથી અનેકોને મિમિક્રી-કલાકાર તરીકે લોકપ્રિયતા મળેલી છે. આવું અનુકરણ કરવામાં…
વધુ વાંચો >મિલર, આર્થર
મિલર, આર્થર (જ. 17 ઑક્ટોબર 1915, ન્યૂયૉર્ક શહેર, અમેરિકા; અ. 10 ફેબ્રુઆરી 2005, રોક્ષબરી, કનેકટીકટ, યુ.એસ.) : અમેરિકન નાટ્યલેખક. તેમના પિતાની નાણાકીય પાયમાલીને કારણે તેમનામાં યુવાનવયે ઉદાસી છવાઈ ગઈ અને તેમનું અસ્તિત્વ જાણે જોખમાઈ ગયું. હાઈસ્કૂલમાંથી સ્નાતક બન્યા બાદ તેમણે વેરહાઉસમાં કામ કરીને મિશિગન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. તે દરમિયાન નાટકો…
વધુ વાંચો >મીર, કાસમભાઈ નથુભાઈ
મીર, કાસમભાઈ નથુભાઈ (જ. 1906, ઉમરી ગામ, મહેસાણા; અ. 28 ઑક્ટોબર 1969) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના ખ્યાતનામ દિગ્દર્શક, સંગીતકાર તથા અભિનેતા. શરૂઆત શ્રી આર્યનૈતિક નાટક સમાજથી 1917માં; પછી શ્રી વિજય નૌતમ નાટક સમાજમાં 1918માં; શ્રી દેશી નાટક કંપની લિમિટેડમાં 1920માં; શ્રી દેશી નાટક સમાજમાં 1924માં જોડાયા. હરગોવિંદદાસ જેઠાભાઈ શાહ સંસ્થાના…
વધુ વાંચો >મીર, હિંમતભાઈ કાળુભાઈ
મીર, હિંમતભાઈ કાળુભાઈ (જ. આશરે 1885; અ. 1947) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિ પર સ્ત્રી-પાત્ર ભજવનારા નામાંકિત અભિનેતા. પિતા કાળુભાઈ ગાયક અને શીઘ્રકવિ હતા. માતાનું નામ બાનુબહેન. મીર કોમના હોવાથી સંગીતકળા વારસાગત મળી હતી. અભિનય અને સંગીતની પ્રાથમિક તાલીમ પિતા તરફથી મળી હતી. ત્યારબાદ ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરીના શ્રી દેશી નાટક સમાજમાં…
વધુ વાંચો >મુદ્રારાક્ષસ
મુદ્રારાક્ષસ : વિશાખદત્તે રચેલું સંસ્કૃત ભાષાનું જાણીતું નાટક. આ રાજકીય દાવપેચવાળું નાયિકા વગરનું, પ્રાય: સ્ત્રીપાત્ર વગરનું વીરરસપ્રધાન નાટક છે. નાટકનાં સંધ્યંગોનાં ઉદાહરણો પૂરાં પાડવામાં આદર્શ નાટક છે. એમાં જ્ઞાનતંતુનું યુદ્ધ છે અને લોહીનું બિંદુ પણ પાડ્યા વગર શત્રુને માત કરવાનું તેમાં મુખ્ય કથાનક છે. સાત અંકોના બનેલા આ નાટકમાં જટિલ…
વધુ વાંચો >મુદ્રિત કુમુદચંદ્ર નાટક
મુદ્રિત કુમુદચંદ્ર નાટક : સોલંકીકાળના ગુજરાતમાં સંસ્કૃત ભાષામાં રચાયેલું નાટક. આ નાટકના કર્તા કવિ યશશ્ચંદ્ર સિદ્ધરાજ જયસિંહના સમકાલીન હતા. એમના પિતા પદ્મચંદ્ર અને પિતામહ ધનદેવ પણ વિદ્વાન હતા, પરંતુ તેમની કોઈ સાહિત્યિક કૃતિ મળી નથી. કવિ યશશ્ચંદ્ર પોતે અનેક પ્રબંધોના કર્તા હોવાનું જણાવે છે. ‘મુદ્રિત કુમુદચંદ્ર નાટક’માંના ઉલ્લેખ પરથી માલૂમ…
વધુ વાંચો >