નાટ્યકલા
મલ્લિકામકરંદ
મલ્લિકામકરંદ : સોલંકીકાળના ગુજરાતી મહાકવિ રામચંદ્રે સંસ્કૃત ભાષામાં લખેલું નાટક. આ નાટક હજી સુધી પ્રગટ થયું નથી, પરંતુ હસ્તપ્રતમાં સચવાઈ રહેલું છે. ત્રણસો વર્ષ પહેલાં કાન્તિવિજયગણિએ પોતાના ગ્રંથાગારની યાદીમાં ‘મલ્લિકામકરંદ’ નામના રામચંદ્રે લખેલા નાટકની ગણના કરી છે અને તે 500 શ્ર્લોકપ્રમાણના લખાણવાળું નાટક છે એવો નિર્દેશ પણ સાથે સાથે કર્યો…
વધુ વાંચો >મહાભારત (નાટક)
મહાભારત (નાટક) : વીસમી સદીની રંગભૂમિઘટનાસમું ભારતીય મહાકાવ્યનું મહાનાટક. ફ્રેન્ચ લેખક ઝ્યાં ક્લોદ કાર્યેરને ‘મહાભારત’ની સ્ક્રિપ્ટ તૈયાર કરતાં 9 વર્ષ લાગ્યાં. એમણે અને દિગ્દર્શક પીટર બ્રૂકે સાથે બેસીને એક વિદ્વાન પાસે પૅરિસમાં ‘મહાભારત’ની કથા પહેલી વખત સાંભળી ત્યારે એમને એટલો રસ પડ્યો કે એમની એ બેઠક રાત્રે 3.00 વાગ્યે પૂરી…
વધુ વાંચો >મહાશ્વેતા કાદંબરી
મહાશ્વેતા કાદંબરી : કવિ ચિત્રકાર ફૂલચંદ માસ્તરે લખેલું ગુજરાતી નાટક. સંસ્કૃત ભાષાના કવિ બાણભટ્ટની ‘કાદંબરી’ના આધારે રચાયેલું આ નાટક 1910માં ‘મોરબી આર્યસુબોધ નાટક મંડળી’એ ભજવ્યું હતું. બાણભટ્ટની અટપટી અને આંટીઘૂંટીવાળી લાંબી કથાને નાટકમાં ઢાળતાં એમણે ઘણી કાપકૂપ કરી છે. નાટકો માટે સંસ્કૃત કથાને પસંદ કરી નવો અભિગમ અપનાવવાનું તેમનું ર્દષ્ટિબિંદુ…
વધુ વાંચો >મહેતા, ઉમેશ
મહેતા, ઉમેશ : જુઓ ઉમેશ કવિ
વધુ વાંચો >મહેતા, ચન્દ્રવદન ચીમનલાલ
મહેતા, ચન્દ્રવદન ચીમનલાલ (જ. 6 એપ્રિલ 1901, સૂરત; અ. 4 મે 1991, વડોદરા) : ગુજરાતના સમર્થ નાટ્યકાર, નાટ્યવિદ, કવિ અને આત્મકથાકાર. પિતાને વડોદરામાં રેલવેમાં નોકરી એટલે બાળપણ વડોદરામાં વીતેલું. પ્રાથમિક શિક્ષણ વડોદરામાં અને માધ્યમિક શિક્ષણ સૂરતમાં. શિક્ષકોએ સાહિત્ય અને ઇતિહાસનો રસ લગાડેલો. ‘કાવ્યદોહન’, ‘ચંદ્રકાન્ત’, ‘હિન્દ અને બ્રિટાનિયા’, ‘સરસ્વતીચંદ્ર’ અને ‘કુસુમમાળા’…
વધુ વાંચો >મહેતા, તારક જનુભાઈ (જયેન્દ્ર રાય)
મહેતા, તારક જનુભાઈ (જયેન્દ્ર રાય) (જ. 26 ડિસેમ્બર 1929, અમદાવાદ) : ગુજરાતી નાટ્યકાર અને હાસ્યલેખક. 1958માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે એમ. એ. ફિલ્મક્ષેત્રમાં પગપેસારો શક્ય ન બનતાં નાટ્યલેખન શરૂ કર્યું. સમાંતરે ભારત સરકારના ફિલ્મ્સ ડિવિઝનમાં 1960થી ’86માં નિવૃત્તિ સુધી (પ્રથમ વર્ગના રાજ્યપત્રિત) કૉમેન્ટરીલેખક તરીકે સેવા આપી. 1971થી ‘ચિત્રલેખા’ સાપ્તાહિકમાં…
વધુ વાંચો >મહેતા, દામિની
મહેતા, દામિની (જ. 6 ઑક્ટોબર 1933, અમદાવાદ) : ગુજરાતી ચલચિત્રો, આકાશવાણી તથા દૂરદર્શનનાં જાણીતાં કલાકાર અને દિગ્દર્શક. પિતા જીવણલાલ શરાફી પેઢી ચલાવતા હતા. તેમનાં માતાનું નામ સરસ્વતી. અમદાવાદમાં પ્રાથમિક શિક્ષણ. ઔપચારિક ભણતર કરતાં રંગભૂમિમાં વધુ રસ. માત્ર બાર વર્ષની ઉંમરે 1945માં ગુજરાતી રંગભૂમિ પર પદાર્પણ. ગુજરાતની પરંપરાગત લોકકલા ભવાઈનાં તેઓ…
વધુ વાંચો >મહેતા, ધનસુખલાલ કૃષ્ણલાલ
મહેતા, ધનસુખલાલ કૃષ્ણલાલ (જ. 20 ઑક્ટોબર 1890, વઢવાણ; અ. 29 ઑગસ્ટ 1974) : હાસ્યકાર, ટૂંકી વાર્તાના લેખક, નાટ્યકાર અને વિવેચક. એમનું વતન સૂરત બની રહ્યું. સૂરત શહેરની મોજીલી પ્રકૃતિના રંગ એમની અનેક કૃતિઓમાં વરતાય છે. નબળું શરીર અને નાદુરસ્ત તબિયતના કારણે માંડ એ જમાનાની મૅટ્રિક્યુલેશન પરીક્ષા તેઓ પસાર કરી શક્યા.…
વધુ વાંચો >મહેતા, નરેશ
મહેતા, નરેશ [જ. 15 ફેબ્રુઆરી 1922, શાજાપુર (માળવા), મધ્યપ્રદેશ; અ. 22 નવેમ્બર 2000, ભોપાલ] : હિંદી ભાષાના કવિ, નાટ્યકાર અને નવલકથાકાર. તેમનું મૂળ નામ પૂર્ણશંકર શુક્લ હતું. સંપન્ન વૈષ્ણવ પરિવારમાં જન્મ. મૂળ ગુજરાતના, પરંતુ પેઢીઓથી તેમના પૂર્વજો મધ્યપ્રદેશમાં સ્થાયી થયેલા. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘અરણ્ય’ માટે 1989ના વર્ષનો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ…
વધુ વાંચો >મહેતા, યશોધર નર્મદાશંકર
મહેતા, યશોધર નર્મદાશંકર (જ. 24 ઑગસ્ટ 1909, અમદાવાદ; અ. 29 જૂન 1989, અમદાવાદ) : ગુજરાતી નાટ્યકાર, નવલકથાકાર અને નિબંધકાર. વતન અમદાવાદ. ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષયો સાથે 1932માં ગુજરાત કૉલેજમાંથી બી.એ.. 1940માં લંડનમાંથી બાર-ઍટ-લૉ થયા. વકીલાતનો વ્યવસાય. ભારત સરકાર અને ગુજરાત સરકારના જુદા જુદા કાયદા-કમિશનોના સભ્યપદે અને અધ્યક્ષપદે રહેલા. તેમણે લખેલાં…
વધુ વાંચો >