નાટ્યકલા
ફૉલસ્ટાફ (સર જૉન ફૉલસ્ટાફ)
ફૉલસ્ટાફ (સર જૉન ફૉલસ્ટાફ) : શેક્સપિયરનું એક સુવિખ્યાત ‘કૉમિક’ પાત્ર. ‘કૉમિક’ એટલે અહીં ખાસ કરીને નાટકમાં, હાસ્યરસને તેના સ્થૂલ અર્થથી માંડીને સૂક્ષ્મતમ ધ્વનિ સુધી વિસ્તારાતી પાત્રાલેખનની રીતિ. ફૉલસ્ટાફ શેક્સપિયરનાં ત્રણ નાટકોમાં ભૂમિકા ભજવે છે. ઐતિહાસિક સામગ્રી પર આધારિત ‘હૅન્રી ધ ફૉર્થ, પાર્ટ વન’ અને ‘હેન્રી ધ ફૉર્થ, પાર્ટ ટૂ’ એમ…
વધુ વાંચો >ફ્રાય, ક્રિસ્ટોફર
ફ્રાય, ક્રિસ્ટોફર (જ. 1907, બ્રિસ્ટલ, ) : અંગ્રેજી પદ્ય નાટ્યકાર. મહદંશે એમણે પદ્યસ્વરૂપમાં સાહિત્ય રચ્યું છે. એમની નાટ્યકૃતિઓમાં રાણી ઇલિઝાબેથના સમયની નાટ્યકૃતિઓનું સૌંદર્ય અને એમાં રહેલી વાક્પટુતાને પ્રગટાવવાનો પ્રયાસ સ્પષ્ટ વર્તાય છે. 1940 પછીના દાયકાના પાછળના ભાગમાં અને 1950 પછીના દાયકાના આરંભમાં એમને ઘણી પ્રસિદ્ધિ – લોકપ્રિયતા પ્રાપ્ત થઈ; આમ…
વધુ વાંચો >ફ્લૅવિયન ઍમ્ફિથિયેટર
ફ્લૅવિયન ઍમ્ફિથિયેટર (ઈ. સ. 70–80) : રોમમાં બંધાયેલ અતિપ્રસિદ્ધ પ્રાચીન રંગભૂમિ. નિરોના મહેલ(ગોલ્ડન હાઉસ)ના સરોવરના સ્થળે તેના રાક્ષસી કદના પૂતળા પાસે રચવામાં આવેલું ઍમ્ફિથિયેટર ફ્લૅવિયન કોલૉસ્સિયમના નામે ઓળખાય છે. તેનું બાંધકામ વૅસ્પેસિયને શરૂ કરેલું, ટિટસે ચાલુ રાખેલું અને ઈ. સ. 80ના જૂનમાં તે ખુલ્લું મુકાયું હતું. આ રંગભૂમિ રોમની તમામ…
વધુ વાંચો >બર્ટન, રિચાર્ડ
બર્ટન, રિચાર્ડ (જ. 1925, પોન્ટ્રહિડફેન, સાઉથ વેલ્સ; અ. 1984) : અંગ્રેજી રંગમંચ અને ચલચિત્રોના અભિનેતા. કોલસાની ખાણમાં કામ કરતા પિતાનાં 13 સંતાનો પૈકી 12મા નંબરના રિચાર્ડનું મૂળ નામ રિચાર્ડ વૉલ્ટર જેન્કિન્સ જુનિયર હતું. શાળાના શિક્ષક ફિલિપ બર્ટનને પ્રતાપે રિચાર્ડને ઑક્સફર્ડમાં નાટ્યવિદ્યા ભણવાની શિષ્યવૃત્તિ મળી હતી. શિક્ષકનું ઋણ ચૂકવવા પોતાના નામ…
વધુ વાંચો >બર્નહાર્ટ, સારા
બર્નહાર્ટ, સારા (જ. 1844, પૅરિસ; અ. 1923) : ફ્રેન્ચ રંગભૂમિની અભિનેત્રી. મૂળ નામ રોસિન બર્નાર્ડ. 13 વર્ષની વય સુધી તેમનો ઉછેર ખ્રિસ્તી મઠમાં થયો. તે પછી તેમને પૅરિસ કલાવિદ્યાલયમાં પ્રવેશ અપાયો. 1862માં તેમણે ‘કૉમેદ્ ફ્રાંસ’માં પ્રથમ પાઠ ભજવ્યો. ત્યારે જોકે તેમને નિષ્ફળતા મળી હતી. 1866થી ’72ના સમયમાં તેમણે ઑડિયોન નાટ્યઘરના…
વધુ વાંચો >બર્લિનર એન્સેમ્બલ
બર્લિનર એન્સેમ્બલ (સ્થાપના, 1949) : જર્મનીની સુવિખ્યાત નાટક-મંડળી. જર્મન નાટ્યકાર અને નાટ્યવિદ બર્તોલ્ત બ્રેખ્તને તત્કાલીન સરકારે પૂર્વ જર્મનીમાં તે વસવા આકર્ષાય તે માટે તેમને મંડળી રચીને નાટકો કરવા બર્લિનમાં ‘દુઈયે થિયેટર’નો એક ભાગ આપ્યો. 1954 પછી બ્રેખ્તની મંડળી ‘બર્લિનર એન્સેમ્બલ’ને થિયેટર એમ શીફબોરડામમાં સુવાંગ રંગમંચ આપ્યો અને સંપૂર્ણ સરકારી મદદ…
વધુ વાંચો >બહુરૂપી (નાટ્યસંસ્થા)
બહુરૂપી (નાટ્યસંસ્થા) : મુંબઈની વ્યાવસાયિક રંગભૂમિના ક્ષેત્રે પ્રવૃત્ત અગ્રગણ્ય નાટ્યસંસ્થા. લાલુ શાહ અને વિજય દત્તની નિર્માતા-દિગ્દર્શક જોડીએ તેના નેજા હેઠળ અનેક સફળ અને યાદગાર નાટકો રજૂ કર્યાં છે. 1 ઑગસ્ટ 1968ના રોજ ‘અભિષેક’ નાટકના પ્રથમ પ્રયોગથી સંસ્થાએ પોતાની નાટ્યપ્રવૃત્તિનો શુભારંભ કર્યો. ‘ધરમની પત્ની’, ‘અનુરાગ’, ‘આંધી’, ‘અભિલાષા’, ‘અનુકંપા’, ‘એકરાર’, ‘ધૂપછાંવ’, ‘શીળી…
વધુ વાંચો >બારાડી, હસમુખ જમનાદાસ
બારાડી, હસમુખ જમનાદાસ (જ. 23 ડિસેમ્બર 1938, રાજકોટ; અ. 4 ફેબ્રુઆરી 2017, અમદાવાદ) : ગુજરાતી નાટ્યકાર, દિગ્દર્શક અને નાટ્યવિવેચક. વતન રાજકોટ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં. 1961માં ત્યાંની જ સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમીમાંથી નાટ્યદિગ્દર્શન વિષયનો ડિપ્લોમા મેળવ્યો. 1964માં અંગ્રેજી–સંસ્કૃત વિષયો સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. થયા. 1972માં મૉસ્કોની યુનાચાર્સ્કી યુનિવર્સિટીમાંથી થિયેટર–ઇતિહાસના…
વધુ વાંચો >બાલગંધર્વ (મૂળ નામ નારાયણ શ્રીપાદ રાજહંસ)
બાલગંધર્વ (મૂળ નામ નારાયણ શ્રીપાદ રાજહંસ) (જ. 26 જૂન 1888, ચિંચણી, જિ. સાંગલી, મહારાષ્ટ્ર; અ. 15 જુલાઈ 1967, પુણે) : મરાઠી રંગભૂમિના સુપ્રસિદ્ધ અભિનેતા. પિતા શ્રીપાદ કૃષ્ણાજી રાજહંસ, માતા અન્નપૂર્ણા. શિક્ષણ અંગ્રેજી બીજા ધોરણ સુધીનું જ લીધેલું. તેમણે 1906થી 1955 સુધી મરાઠી રંગભૂમિ પર સ્ત્રી અને પુરુષપાત્રોના એમના અભિનય તથા…
વધુ વાંચો >બાલભારત
બાલભારત (નવમી સદી) : નાટ્યકાર રાજશેખરે રચેલું નાટક. મહાભારત પર આધારિત આ નાટકનું બીજું નામ ‘પ્રચંડપાંડવ’ એવું નાટ્યકારે આપ્યું છે, જે મહાભારતના યુદ્ધમાં પ્રચંડ બનેલા પાંડવોના સંદર્ભમાં યોગ્ય છે. જોકે તેનું ‘બાલભારત’ શીર્ષક વધુ જાણીતું છે. ‘બાલ’ નામથી ઓળખાતા કવિએ ભારત એટલે મહાભારત પર કરેલી નાટ્યરચના એવો અર્થ તારવી શકાય.…
વધુ વાંચો >