નાટ્યકલા

કોરસ

કોરસ : ગાયકવૃંદ અને વૃંદગીત. પ્રાચીન ગ્રીક નાટકનું એક અનિવાર્ય, અવિભાજ્ય અંગ. ઈ. પૂ. પાંચમો સૈકો ઍથેન્સ જેવાં નગરરાજ્યોનો સુવર્ણકાળ હતો. સમૃદ્ધિના દેવ ડાયોનિસસના માનમાં નાટકો ભજવાતાં. દેવસ્તુતિમાંથી ગાયન અને પછી સંવાદ એ ક્રમે ગ્રીક નાટક વિકસ્યું છે. ઇસ્કિલસ, સૉફોક્લીઝ અને યુરિપિડીઝ જેવા ગ્રીક નાટકકારો વાસ્તવિકતા માટે સ્થળ, સમય અને…

વધુ વાંચો >

કૉર્નુય પિયેરી

કૉર્નુય પિયેરી (જ. 6 જૂન 1606, રોઆન (ફ્રાન્સ), અ. 1 ઑક્ટોબર 1684, પૅરિસ) : અગ્રગણ્ય ફ્રેંચ નાટ્યકાર. સંપન્ન પરિવારમાં તેમનો જન્મ થયો હતો. કુટુંબની જેસ્યુઇટ ધર્મવિચારણાની ઊંડી અસર તેમના પર પડી હતી. ધારાશાસ્ત્રી તરીકે રોઆનમાં ખ્યાતિ મેળવ્યા બાદ  ખાસ કરીને નાટ્યસાહિત્યને પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. જીવનના શેષ ભાગમાં…

વધુ વાંચો >

કોલ્હટકર ચિંતામણરાવ ગણેશ

કોલ્હટકર, ચિંતામણરાવ ગણેશ (જ. 12 માર્ચ 1891, સાતારા; અ. 23 નવેમ્બર 1959) : મરાઠી લેખક અને ચરિત્રનટ. તેમણે બળવંત સંગીત નાટક મંડળીની સ્થાપના કરી હતી. અભિનયકળા માટે એમને ભારત સરકારે 1957માં રાષ્ટ્રપતિનો સુવર્ણચંદ્રક તથા રંગમંચની સેવાઓ બદલ સંગીતનાટક અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યા હતા. કોલ્હટકર, ગડકરી, બેડેકર, વરેરકર ઇત્યાદિ સમકાલીન નાટકકારો…

વધુ વાંચો >

કોલ્હટકર ભાઉરાવ

કોલ્હટકર, ભાઉરાવ : (જ. 9 માર્ચ 1863, વડોદરા; અ. 13 ફેબ્રુઆરી 1901, પુણે) : મરાઠી રંગભૂમિના વિખ્યાત ગાયક અને નટ. પિતા બાપુજી અને માતા ભાગીરથીબાઈ. શિક્ષણ વડોદરા ખાતે. ત્યાં જ પોલીસ કમિશનરની કચેરીમાં કારકુન. સુંદર રૂપ, મધુર અવાજ અને ઉત્કૃષ્ટ ગાયક હોવાથી. વિખ્યાત મરાઠી નાટ્યકાર બળવંત પાંડુરંગ કિર્લોસ્કર(1843-1885)ના આમંત્રણથી મરાઠી…

વધુ વાંચો >

કોહલ

કોહલ (ઈ. પૂ. પહેલી સદી ?) : પ્રાચીન નાટ્યાચાર્ય. નાટ્યશાસ્ત્રના પ્રણેતા ભરતના શિષ્ય કે પુત્ર મનાતા. તેમના ઉલ્લેખો નાટ્યશાસ્ત્ર, ‘અભિનવભારતી’માં તથા અન્યત્ર પણ સાંપડે છે. કોહલકૃત નાટ્યશાસ્ત્રીય ગ્રંથ જોકે સમગ્રપણે પ્રાપ્ત નથી, પરંતુ તાલાધ્યાય પ્રાપ્ત થાય છે. વળી, નાટ્યશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે પ્રસ્તારતંત્રની રચના કોહલે કરી હશે તેમ જણાય છે. તે…

વધુ વાંચો >

કૉંગ્રીવ વિલિયમ

કૉંગ્રીવ, વિલિયમ (જ. 24 જાન્યુઆરી 1670, બાર્ડસી, યૉર્કશાયર; અ. 19 જાન્યુઆરી 1729, લંડન) : અંગ્રેજીમાં ‘કૉમેડી ઑવ્ મૅનર્સ’ના પ્રવર્તક અને નવપ્રશિષ્ટ (neoclassical) આંગ્લ નાટ્યકાર. 1681માં ક્લિકેનીની શાળામાં અને એપ્રિલ, 1686માં ડબ્લિન ખાતે ટ્રિનિટી કૉલેજમાં જોડાયા. ત્યાંથી 1696માં એમ.એ.ની ઉપાધિ મેળવી. આ બંને સ્થળે જૉનાથન સ્વિફ્ટ તેમના સહાધ્યાયી હતા. બંને આજીવન…

વધુ વાંચો >

કોંડકે દાદા

કોંડકે, દાદા (જ. 8 ઑગસ્ટ 1932, ભોર, પુણે; અ. 14 માર્ચ 1998, મુંબઈ) : મરાઠી લોકનાટ્ય તથા ચલચિત્રના લોકપ્રિય અભિનેતા. આખું નામ કૃષ્ણા ખંડેરાવ કોંડકે. હોશિયાર હોવા છતાં ગણિત વિષય જરા પણ ફાવતો ન હોવાથી ભણી શક્યા નહિ. તેથી ભરણપોષણના સાધન તરીકે મુંબઈના ભોઈવાડા ખાતેના શ્રીકૃષ્ણ બૅન્ડ જૂથમાં સામેલ થયા.…

વધુ વાંચો >

કૌલ બંસી

કૌલ, બંસી (જ. 23 ઑગસ્ટ 1949, શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર; અ. 6 ફેબ્રુઆરી 2021, દિલ્હી) : હિંદી રંગભૂમિના નટ અને દિગ્દર્શક, ચિત્રકાર, સન્નિવેશકાર. દિલ્હીની રાષ્ટ્રીય નાટ્યસંસ્થાની સ્નાતક કક્ષાની તાલીમ પછી એ જ સંસ્થાના નાટ્યવિસ્તરણ કાર્યક્રમના પ્રાધ્યાપક તરીકે કામ શરૂ કર્યું; સાથોસાથ અનેક વિશ્વવિદ્યાલયો અને સંસ્થાઓમાં નાટ્યતાલીમ આપવી ચાલુ રાખી. એ…

વધુ વાંચો >

કૌલ હરિકૃષ્ણ

કૌલ, હરિકૃષ્ણ (જ. 22 જુલાઈ 1934, શ્રીનગર; અ. 15 જાન્યુઆરી 2009) : કાશ્મીરી અને હિંદી વાર્તાકાર તથા નાટકકાર. 1951માં તેઓ હિંદી સાહિત્ય સંમેલન, અલ્લાહાબાદમાં; 1953માં યુવાન લેખકમંડળ અને પ્રગતિશીલ લેખક- મંડળની જુનિયર પાંખમાં જોડાયા. 1955માં તેમણે જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં અનુવાદક તરીકે કામગીરી કરી. 1960માં તેમણે હિંદીમાં એમ.એ.ની પદવી પ્રાપ્ત…

વધુ વાંચો >

ક્રાંતિકલ્યાણ

ક્રાંતિકલ્યાણ : વિખ્યાત કન્નડ નાટ્યકાર અને નવલકથાકાર બી. પુટ્ટસ્વામૈયા(જ.1897)ની નવલકથા. આ નવલકથા માટે તેમને 1964નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. પત્રકાર તરીકેની કારકિર્દી શરૂ કરીને રંગમંચ માટેનાં નાટકો રચવાનો તેમણે પ્રારંભ કર્યો. ‘કુરુક્ષેત્ર’ અને ‘દશાવતાર’ તેમનાં ખૂબ પ્રસિદ્ધ નાટકો છે. કન્નડ રંગમંચ પર બે દસકા સુધી તેની ભજવણી…

વધુ વાંચો >