નલિન રાવળ

એકલૉગ

એકલૉગ (eclogue) : સંવાદ કે એકોક્તિ રૂપે રચાયેલું લઘુ કે દીર્ઘકાવ્યનો એક ભાગ હોય તેવું અંગ્રેજી ગોપકાવ્ય. તેનો શબ્દશ: અર્થ સંચય થાય છે. ઈ. ત્રીજી સદીમાં થઈ ગયેલા ગ્રીક કવિ થિયોક્રિટસ દ્વારા એકલૉગનાં સ્વરૂપગત લક્ષણો રૂઢ થયાં. થિયોક્રિટસે પોતાનું જીવનદર્શન પ્રકૃતિવર્ણનની પડછે મૂક્યું છે. ગ્રામપ્રદેશના ઉલ્લાસમય જીવનને એકોક્તિ કે સંવાદ…

વધુ વાંચો >

એકલૉગ્ઝ

એકલૉગ્ઝ (Eclogues) (ઈ. પૂ. 42થી 37) : રોમન કવિ વર્જિલ(ઈ. પૂ. 70થી 19)નો પ્રથમ કાવ્યસંગ્રહ. સમકાલીન રોમન કવિજનોમાં અને કાવ્યરસિક પ્રજાજનોમાં વર્જિલની અદ્વિતીય કવિ તરીકેની પ્રતિષ્ઠા એમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘એકલૉગ્ઝ’ની પ્રસિદ્ધિ સાથે જ સ્થિરત્વ પામી. થિયોક્રિટસની નિસર્ગકવિતા એકલૉગને સામે રાખીને વર્જિલે દસ એકલૉગ્ઝ ઈ. પૂ. 37માં પ્રકાશિત કર્યાં, પણ ગોપકાવ્યની…

વધુ વાંચો >

ઍગેમેમ્નૉન

ઍગેમેમ્નૉન (ઈ. પૂ. 458) : ગ્રીક નાટ્યત્રયી ‘ઓરેસ્તીઆ’નું પ્રથમ નાટક. અન્ય બે કૃતિઓ ‘કોએફરાઇ’ (શોકગ્રસ્ત) અને ‘યુમેનાઇડીઝ’ (કોપદેવીઓ). ગ્રીક નાટ્યકાર ઇસ્કિલસે (ઈ. પૂ. 525) મહાકવિ હોમરકૃત ‘ઇલિયડ’ના એક પ્રસંગ ઉપરથી ‘ઓરેસ્તીઆ’નું અત્યંત હૃદયદ્રાવક કથાનક ઘડ્યું છે. ગ્રીક ટ્રૅજેડીનાં સ્વરૂપગત લક્ષણો સૌપ્રથમ ઇસ્કિલસના સર્જનમાં સ્ફુટ થયાં છે. ‘ઍગેમેમ્નૉન’ તેમજ તેની અનુગામી…

વધુ વાંચો >

એડૉનેઇસ (1821)

એડૉનેઇસ (1821) : કવિ જૉન કીટ્સના અકાળ મૃત્યુ નિમિત્તે અંગ્રેજ કવિ શેલીએ રચેલી સુદીર્ઘ કરુણપ્રશસ્તિ (elegy). તેની રચના ‘સ્પેન્સેરિયન સ્ટાન્ઝા છંદ’માં, 55 કડીઓની 495 પંક્તિઓમાં પ્રસરે છે. ઇટાલીના પીઝા નગરમાં કીટ્સનો દેહવિલય 26 વર્ષની યુવાન વયે થતાં આ કાવ્ય રચાયેલું. આ કાવ્ય પર ગ્રીક કવિઓ બિયૉન અને મોશ્ચસની અસર છે.…

વધુ વાંચો >

ઍન્શંટ મેરિનર

ઍન્શંટ મેરિનર (1798) : સૅમ્યુઅલ કૉલરિજનું રૉમૅન્ટિક પ્રકારનું વિલક્ષણ દીર્ઘ કથાકાવ્ય. તે સૌપ્રથમ વર્ડ્ઝવર્થ અને કૉલરિજના સહિયારા કાવ્યસંગ્રહ ‘લિરિકલ બૅલડ્ઝ’માં પ્રસિદ્ધ થયું હતું. મધ્યયુગીન કાવ્યપ્રકાર બૅલડની સ્વરૂપગત સઘળી લાક્ષણિકતાઓ પ્રયોજતા જઈને કૉલરિજે અદભુત કથનશક્તિવર્ણનશક્તિનો પરિચય આપ્યો છે. રોમાંચક પ્રતિરૂપો, સરળ પદબંધ અને સંમોહક કાવ્યલય વડે કૉલરિજે અલૌકિક અને રહસ્યમય કાવ્યસૃષ્ટિનું…

વધુ વાંચો >

એપિફની

એપિફની : ખ્રિસ્તી ધર્મ અને સાહિત્યના સંદર્ભમાં અલક્ષિત વાસ્તવનું સર્જનાત્મક ક્ષણે થતું ત્વરિત આંતરદર્શન. ગ્રીક ભાષાના આ શબ્દનો અર્થ પ્રાગટ્ય કે દર્શન થાય છે. ‘ન્યૂ ટેસ્ટામેન્ટ’માં તેનો સંદર્ભ ઈસુ ખ્રિસ્તના પ્રાગટ્ય સાથે જોડાયેલો છે. મજાઈ યાત્રીઓને ઈસુ ખ્રિસ્તે છઠ્ઠી જાન્યુઆરીએ બારમી રાત્રીએ દર્શન દીધાં હતાં. ઈસુદર્શનનો આ પર્વદિન છે. જેમાં…

વધુ વાંચો >

એપિસ્ટલ

એપિસ્ટલ : પત્રસ્વરૂપમાં કાવ્ય. ગ્રીક ભાષામાં ‘એપિસ્ટલ’નો શબ્દશ: અર્થ પત્ર થાય. પત્રસાહિત્યનો વિકાસ પ્રશિષ્ટ ગ્રીક-રોમન કાળથી લઈ આજ લગી ચાલુ રહ્યો છે. યુરોપમાં પુનરુત્થાન કાળ દરમિયાન સર્વત્ર રોમન પત્રસાહિત્યનો મોટો મહિમા થયો હતો. રોમન સંસદ-સભ્ય સીસેરોના અસંખ્ય પત્રોમાં સમાજ અને રાજકારણને લગતા અનેક પ્રશ્નો, વાગ્મિતાસભર શૈલીમાં આલેખાયેલા છે. પ્રજાજીવનનાં વિવિધ…

વધુ વાંચો >

ઍરિસ્ટૉફનીઝ

ઍરિસ્ટૉફનીઝ (ઈ. પૂ. 45૦-385) : ગ્રીક કૉમેડીના પ્રથમ સર્જક. એમનો જન્મ ઇજિપ્તમાં રહોડ્ઝને કાંઠે આવેલા લિન્ડોઝ કે કેમિરસમાં થયો હતો. એમની માતાનું નામ ઝેનોડ્રા અને પિતાનું નામ ફિલિપ્પસ. ટ્રૅજેડીની જેમ ગ્રીક કૉમેડીનો ઉદભવ પણ ડાયૉનિસસ સાથે સંકળાયેલા ધાર્મિક ઉત્સવ સાથે જોડાયેલો છે. ઍરિસ્ટૉફનીઝે જૂની કૉમેડી(old comedy)ના સ્વરૂપનું ઘડતર કર્યું. એમનો…

વધુ વાંચો >

ઑડિસી

ઑડિસી : ઓડિસિયસના સાગરપ્રવાસના અદભુત પ્રસંગોથી ભરેલી રોમાંચક જીવનગાથાનું ગ્રીક મહાકાવ્ય. મહાકવિ હોમરે (ઈ. પૂ. આઠમી સદી) પોતાના જીવનકાળ દરમિયાન બે આદિ મહાકાવ્યો (primitive epics) રચ્યાં, જે પરથી વર્જિલ-દાંતે આદિ સર્જકોએ રચેલાં સાહિત્યિક મહાકાવ્યોની (literary epics) વસ્તુગત તેમજ સ્વરૂપગત લાક્ષણિકતાએ સંપૂર્ણત: બંધાઈ. પ્રાચીન છંદ હેગ્ઝામીટરમાં લખાયેલું તેમજ 24 સર્ગો અને…

વધુ વાંચો >

ઓવિડ

ઓવિડ (જ. 20 માર્ચ ઈ. પૂ. 43, સલ્મો, ઇટાલી; ઈ. સ. 17, ટોમિસ મોશિયા) : સમર્થ રોમન કવિ. રોમન સંસ્કૃતિના ઉત્કર્ષકાળ સમા ઑગસ્ટસના શાસનકાળ દરમિયાન સાહિત્યની સમૃદ્ધ પરિપાટીનું નિર્માણ કરનાર વર્જિલ, હોરેસ અને ઓવિડ – એ ત્રણ મહાન પ્રશિષ્ટ કવિજનો – તેમાંના એક. આખું નામ પુબ્લિયસ ઓવિડિયસ નાસો. રોમના સમ્પન્ન…

વધુ વાંચો >