ધીરુભાઈ ઠાકર
અસ્તી
અસ્તી (1966) : આધુનિક ગુજરાતી પ્રયોગશીલ લઘુનવલ. લેખક શ્રીકાન્ત શાહ. ઘટનાવિહીન અને અસંબદ્ધ વસ્તુગૂંથણીવાળી લાગતી એંશી પાનાંની આ રચનામાં શેરીને નાકે ઊભેલો વાર્તાનો નાયક ‘તે’, પાસેથી પસાર થતી સૃષ્ટિને જોઈને અંધકાર, એકલતા અને શૂન્યતાની સંવેદના સાથે મૃત્યુ ભણી પોતે ગતિ કરી રહ્યાનો અનુભવ કરે છે. આ નિર્ભ્રાન્ત જીવનદૃષ્ટિમાં અસ્તિત્વવાદનો પડઘો…
વધુ વાંચો >આત્મનિમજ્જન
આત્મનિમજ્જન (1895, 1914, 1959) : અગાઉ ‘પ્રેમજીવન’ અને અભેદોર્મિ’ શીર્ષકથી અલગ ટુકડે પ્રગટ થયા પછી આ શીર્ષકથી સમગ્રરૂપે પ્રગટ થયેલો ગુજરાતી કવિતાસંગ્રહ. લેખક મણિલાલ નભુભાઈ દ્વિવેદી (1858-1898). તેની પહેલી આવૃત્તિમાં 40, બીજીમાં 45 અને ત્રીજી આવૃત્તિમાં 55 કૃતિઓ સંગ્રહાયેલી છે. તેમાં વૃત્તબદ્ધ રચનાઓ ઉપરાંત ભજનો, ગીતો અને ગઝલો છે. મણિલાલે…
વધુ વાંચો >ઇક્વસ
ઇક્વસ (1974) : બ્રિટિશ નાટ્યકાર પીટર શેફરનું પ્રસિદ્ધ નાટક. એક ભ્રમિત ચિત્તવાળા જુવાને ઘોડાના તબેલામાં કરેલા ગુનાથી ન્યાયાધીશોની બેન્ચને આઘાત થયેલો એટલી એક મિત્રે કહેલી વાત પરથી લેખકે આ નાટકના વસ્તુની ગૂંથણી કરી છે. એક અઢારેક વર્ષના છોકરાએ તબેલામાં બાંધેલા તમામ ઘોડાની આંખો ફોડી નાખી હતી. તેનો કૉર્ટમાં મુકદ્દમો ચાલતાં…
વધુ વાંચો >કવિ દલપતરામ
કવિ દલપતરામ (જ. 21 જાન્યુઆરી 1820, વઢવાણ; અ. 25 માર્ચ 1898, અમદાવાદ) : અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રભાતની નેકી પોકારનાર બે મુખ્ય કવિઓ(નર્મદ અને દલપત)માં કાળક્રમે પ્રથમ આવતા કવિ. પિતા ડાહ્યાભાઈ ત્રવાડી કર્મકાંડના વ્યવસાયને કારણે વતન વઢવાણમાં ‘ડાહ્યા વેદિયા’ તરીકે જાણીતા હતા. બાળ દલપતે ભણવાની શરૂઆત પિતાની યજ્ઞશાળામાં કરેલી. પિતાને મંત્રોચ્ચાર…
વધુ વાંચો >કુળકથાઓ
કુળકથાઓ (1967) : ગુજરાતી સ્મૃતિચિત્રો. બસો વર્ષ સુધી મુંબઈમાં વસીને તેની આબાદીમાં મહત્વનો હિસ્સો પુરાવનાર ભાટિયા કોમના અગ્રણીઓની મજેદાર ચરિત્રાવલિ. લેખક – સ્વામી આનંદ. લેખકના વ્યક્તિત્વના સંસ્કાર પામીને જૂનાં ઘરાણાંની હકીકતો શબ્દબદ્ધ થાય છે તે એની વિશેષતા. પોતાની ‘સાંભરણ, સાંભળણ અને સંઘરણ’નો ખજાનો ખોલીને સ્વામીજીએ અનેક નવીન કિસ્સાઓ અને હકીકતો…
વધુ વાંચો >ગુર્જર સંસ્કૃત રંગમ્
ગુર્જર સંસ્કૃત રંગમ્ : શાસ્ત્રીય સંસ્કૃત નાટકો ભરત મુનિના નાટ્યશાસ્ત્રમાં વર્ણિત નાટ્યશૈલી મુજબ સંસ્કૃતમાં જ ભજવવા અને એ રીતે સંસ્કૃત નાટકોની સાચી પરખ મેળવવા 1990માં સ્થપાયેલી સંસ્થા. તેનું કેન્દ્ર અમદાવાદમાં છે. તેના ટ્રસ્ટીઓમાં નિરંજન ભગત અને રાજેન્દ્ર શુક્લ જેવા ખ્યાતનામ કવિઓ, અમિતભાઈ અંબાલાલ જેવા કલાકાર, પ્રહલાદભાઈ પટેલ જેવા સમાજસેવક અને…
વધુ વાંચો >ચંદ્રકાન્ત
ચંદ્રકાન્ત (1891) : વાર્તારૂપે સરળ અને રસપ્રદ ર્દષ્ટાન્તો દ્વારા વેદાન્ત તત્વજ્ઞાનની સમજૂતી આપતો હિંદુ ધર્મનો બૃહદ્ ગ્રંથ. કર્તા ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ (1853–1912). આ ગ્રંથના ત્રણ ભાગ છે. સમગ્ર વિષયનું વિભાજન નીચે મુજબ સાત પ્રવાહમાં કરવામાં આવ્યું છે : (1) પુરુષાર્થ : તેમાં સમયે સમયે ઊઠતા તરંગી સંશયોનું નિરાકરણ ગુરુશિષ્યસંવાદ રૂપે…
વધુ વાંચો >જ્ઞાનસુધા
જ્ઞાનસુધા : પ્રાર્થનાસમાજનું ગુજરાતી મુખપત્ર. આરંભમાં સાપ્તાહિક, પછી પખવાડિક. 1892ના જાન્યુઆરીથી માસિક. 1892 પહેલાંનો તેનો કોઈ અંક ઉપલબ્ધ નથી, એટલે તેની સ્થાપનાનું ચોક્કસ વર્ષ જાણી શકાતું નથી પણ 1887માં રમણભાઈ નીલકંઠને સોંપાયું ત્યારે તે સાપ્તાહિક હતું. ‘જ્ઞાનસુધા’ માસિક 1892થી 1919 સુધી ચાલ્યું હતું. રમણભાઈ નીલકંઠ તેના તંત્રી હતા. રમણભાઈ પ્રાર્થનાસમાજ…
વધુ વાંચો >ડાહ્યાભાઈ ધોળશાજી
ડાહ્યાભાઈ ધોળશાજી (જ. 19 માર્ચ 1867, અમદાવાદ; અ. 30 એપ્રિલ 1902, અમદાવાદ) : ગુજરાતી નાટ્યકાર. તખલ્લુસ ‘નવીન’. જૈન વીશા ઓસવાળ જ્ઞાતિના શ્રીમંત ઝવેરી કુટુંબમાં જન્મ. પિતાનો વ્યવસાય ઝવેરાતનો. 1885માં મૅટ્રિક્યુલેશન પરીક્ષા પાસ કરી. પછી ગુજરાત કૉલેજમાં દાખલ થયા. એક વર્ષ બાદ અભ્યાસ છોડ્યો. 1884માં તેમનાં પ્રથમ પત્નીનું અવસાન થતાં તેમને…
વધુ વાંચો >દવે, રણછોડભાઈ ઉદયરામ
દવે, રણછોડભાઈ ઉદયરામ (જ. 9 ઑગસ્ટ 1837, મહુધા, જિ. ખેડા; અ. 9 એપ્રિલ 1923) : ગુજરાતી નાટક અને રંગભૂમિના પિતા ગણાતા નાટ્યકાર. એમનું મૂળ વતન મહુધા. પ્રાથમિક શિક્ષણ વતનમાં. અંગ્રેજી શિક્ષણ માટે 1852માં નડિયાદ ગયા. 1857માં અમદાવાદ આવી કાયદાના વર્ગમાં જોડાયા. શરૂઆતમાં સરકારી ખાતામાં નોકરી. 1863માં મુંબઈમાં મેસર્સ લૉરેન્સ કંપનીમાં…
વધુ વાંચો >