ધાતુશાસ્ત્ર

ક્યૂપ્રોનિકલ

ક્યૂપ્રોનિકલ : તાંબું તથા નિકલની મિશ્ર ધાતુઓનો અગત્યનો સમૂહ. તાંબામાં 2 %થી 45 % સુધી નિકલ ઉમેરીને શ્રેણીબદ્ધ મિશ્રધાતુઓ મેળવવામાં આવે છે જે ઊંચા તાપમાને ઉપચયન સામે પ્રતિકાર કરી શકે છે. તાંબાને મુકાબલે તે વધુ મજબૂત હોય છે. 25 % નિકલ ધરાવતી મિશ્રધાતુ સિક્કા બનાવવા માટે ઘણા દેશોમાં વપરાય છે.…

વધુ વાંચો >

ક્રપ પરિવાર

ક્રપ પરિવાર : ધાતુવિદ્યા સાથે સંકળાયેલ ઔદ્યોગિક એકમો, ખાસ કરીને પોલાદ, ભારે યંત્રો તથા શસ્ત્રાસ્ત્રોના ઉત્પાદન સાથે જે જર્મન પરિવારનું નામ જોડાયેલું છે તે પરિવાર. આ પરિવાર સોળમી સદીથી ઇસેન ખાતે રહે છે. શસ્ત્રાસ્ત્રોના ઉત્પાદનને કારણે તેનું ભવિષ્ય જર્મનીના ભવિષ્ય સાથે સંકળાયેલું છે. પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) દરમિયાન જર્મનીનાં શસ્ત્રાસ્ત્રોના કુલ…

વધુ વાંચો >

ક્રમશીતલન

ક્રમશીતલન (annealing) : કાચ, ધાતુ અથવા મિશ્રધાતુને નિયત તાપમાને ગરમ કરી, એ તાપમાન ચોક્કસ સમય સુધી રાખ્યા બાદ ધીરે ધીરે તેને વાતાવરણના તાપમાન સુધી ઠંડી પાડવાની પ્રક્રિયા. ધાતુની તન્યતા (ductility) તથા બરડપણું ઘટાડવા માટે આ વિધિ આવશ્યક છે. ધાતુ પ્રક્રમણ (processing) દરમિયાન વારંવાર ટિપાતી હોય કે અન્ય રીતે ઘડાતી હોય…

વધુ વાંચો >

ક્રાઉન કાચ

ક્રાઉન કાચ : એક પ્રકારનો પ્રકાશીય કાચ. પ્રકાશીય કાચને, ક્રાઉન અને ફિલન્ટ એમ બે વિભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે. આવું વર્ગીકરણ વક્રીભવનાંક અને વિભાજનનાં મૂલ્યો ઉપરથી કરવામાં આવતું હોય છે. પ્રકાશીય ઉપકરણોમાં ક્રાઉન કાચનો વિશેષ ઉપયોગ થાય છે. સામાન્ય સોડા કાચની માફક તે કાચ ગરમીથી સહેલાઈથી પીગળતો નથી. ક્રાઉન કાચનો…

વધુ વાંચો >

ગન-મેટલ

ગન-મેટલ : જુઓ કાંસું.

વધુ વાંચો >

ઘડતર લોખંડ

ઘડતર લોખંડ : જુઓ લોખંડ.

વધુ વાંચો >

ચૂર્ણ-ધાતુકર્મ (powder metallurgy)

ચૂર્ણ-ધાતુકર્મ (powder metallurgy) : લોહ તેમજ બિનલોહ ધાતુઓ કે મિશ્રધાતુઓ ચૂર્ણ રૂપે વાપરી યોગ્ય ગુણધર્મો અને અટપટા આકાર ધરાવતા દાગીના (components) તૈયાર કરવાની વિધિ. ઈ. પૂ. 3000ના અરસામાં ઇજિપ્તમાં આ પદ્ધતિનો ઉપયોગ કરી શસ્ત્રો તથા આભૂષણો બનાવવામાં આવતાં હતાં. દિલ્હીસ્થિત, લગભગ 9.5 ટન વજનનો લોહસ્તંભ ઈ. પૂ. 355માં લુહારો અને…

વધુ વાંચો >

જર્મેનિયમ (Ge)

જર્મેનિયમ (Ge) : આવર્તક કોષ્ટકના 14મા (અગાઉના IV B) સમૂહમાં સિલિકન અને ટિન વચ્ચે આવેલું, ઇલેક્ટ્રૉનિક ઉદ્યોગની ર્દષ્ટિએ અગત્યનું રાસાયણિક ઉપધાતુતત્વ. 1886માં જર્મન વૈજ્ઞાનિક ક્લેમેન્સ વિન્કલરે આર્જીરોડાઇટ ખનિજમાંથી છૂટું પાડ્યું અને પોતાના દેશ ઉપરથી તેને જર્મેનિયમ નામ આપ્યું તે અગાઉ 1871માં રશિયન રસાયણશાસ્ત્રી મેન્ડેલિફે તેને એકાસિલિકોન તરીકે ઓળખાવી તેના અસ્તિત્વ,…

વધુ વાંચો >

જલધાતુકર્મ (hydrometallurgy)

જલધાતુકર્મ (hydrometallurgy) : ખનિજોમાંથી ધાતુઓના નિષ્કર્ષણ અને પુન:પ્રાપ્તિ માટેની એક પદ્ધતિ. તેમાં જલીય દ્રાવણો મુખ્ય ભાગ ભજવે છે. તેનો પ્રારંભ સોળમી સદીથી થયો હોવાનું મનાય છે પણ સાચો વિકાસ તો વીસમી સદીમાં સોનાની નિમ્ન કોટિની ખનિજમાંથી સોનું પ્રાપ્ત કરવાની ઇચ્છાથી થયો. જલધાતુકર્મની પ્રક્રિયાઓમાં બે મુખ્ય છે : ખનિજમાંના ધાતુમય ભાગ(values)ને…

વધુ વાંચો >

ટાઇપ ધાતુ

ટાઇપ ધાતુ (type metal) : છાપકામ માટેના ટાઇપમાં વપરાતી કલાઈ (Sn) (2.5થી 12 %) અને ઍન્ટિમની (Sb) (2.5થી 25 %) ધરાવતી સીસા(Pb)ની મિશ્રધાતુ. કલાઈ એટલે કે ટિન અને ઍન્ટિમની લેડ સાથે મિશ્રધાતુઓની એક એવી શ્રેણી બનાવે છે કે જે ઉત્તમ ઢાળણ(casting)ના ગુણધર્મો ઉપરાંત બારીક વિગતો(ઝીણી ખૂબીદાર ભાતો)વાળા જટિલ ઢળાઈકામ (intricate…

વધુ વાંચો >