ધર્મ-પુરાણ
ગ્રહશાન્તિ
ગ્રહશાન્તિ : મનુષ્યજીવન પર ગ્રહોની થતી વિપરીત અસરની શાન્તિ અર્થે તેમજ શુભ અસરની પુષ્ટિ અર્થે કરાતો યજ્ઞ. સૂર્ય, ચંદ્ર આદિ ખગોલીય પિંડો તેમની સારીમાઠી અસર દ્વારા મનુષ્યને ગ્રહણ કરે છે – પકડે છે, તેથી તે ગ્રહ કહેવાય છે. गृहणन्ति इति ग्रहा: (ग्रह् + अच्) એવી તે શબ્દની વ્યુત્પત્તિ છે. વૈદિક…
વધુ વાંચો >ગ્રંથસાહિબ (શ્રી ગુરુ)
ગ્રંથસાહિબ (શ્રી ગુરુ) : શીખ ધર્મનું મહામાન્ય પુસ્તક. શીખોના પાંચમા ગુરુ અર્જુનદેવજીએ આ ગ્રંથ ઈ. સ. 1604માં શરૂ કર્યો. રામસર (અમૃતસર) મુકામે પ્રથમ ચાર ગુરુસાહેબોની વાણી, પોતાની રચના અને ભક્તોની વાણી એકત્ર કરીને 1605માં ભાઈ ગુરુદાસજીના વરદ હસ્તે તે પૂર્ણ થયો. ગ્રંથની આ મૂળ પ્રત અત્યારે કરતારપુરના ગુરુદ્વારામાં છે. પછી…
વધુ વાંચો >ગ્રેગરી ધ ગ્રેટ 1
ગ્રેગરી ધ ગ્રેટ 1 (જ. 540, રોમ; અ. 12 માર્ચ 604, રોમ) : રોમન કૅથલિક દેવળના વડા અને મહાન ખ્રિસ્તી ધર્મગુરુ તરીકે ઓળખાતા રોમના પોપ. તેમનું કુટુંબ રોમમાં વિખ્યાત હતું. રોમન સમ્રાટ જસ્ટિન 2ના સમયમાં તેમની રોમના પ્રીટૉર (praetor) તરીકે નિમણૂક થઈ હતી. થોડા સમય પછી તેઓ ખ્રિસ્તી મઠમાં દાખલ…
વધુ વાંચો >ગ્રેગરી ધ ગ્રેટ 7
ગ્રેગરી ધ ગ્રેટ 7 (જ. 1020, સોઆનો, ઇટાલી, ટસ્કની; અ. 25 મે 1085, સાલેર્નો) : મધ્ય યુગના રોમન કૅથલિક ચર્ચના ‘મહાન’ પોપ. તેઓ જર્મન કુળના હિલ્ડબ્રાન્ડ નામના પરિવારમાં જન્મ્યા હતા. શિક્ષણ ઇટાલીના રોમન ખ્રિસ્તી મઠમાં લીધું. એ પછી તેઓ ફ્રાન્સના ક્લૂનીમાં પાદરી બન્યા. જર્મનીના રાજા હેન્રી 3ના દરબારમાં સારા વક્તા…
વધુ વાંચો >ઘોષા કાક્ષીવતી
ઘોષા કાક્ષીવતી : ઋગ્વેદની ઋષિકા. ઋષિ દીર્ઘતમાના પુત્ર કક્ષીવાનની પુત્રી. મંત્રદર્શન તેને વારસામાં મળ્યું હતું. બાલ્યાવસ્થામાં જ તેને કુષ્ઠરોગ થયો હતો તેથી કોઈ યુવકે તેને પસંદ કરેલી નહિ. આમ ઘોષા અપરિણીત અવસ્થામાં સાઠ વર્ષ સુધી પિતાને ત્યાં જ હતી. પિતા કક્ષીવાને અશ્વિનીકુમારોને પ્રસન્ન કરી પુનર્યૌવન પ્રાપ્ત કરેલું તેમાંથી પ્રેરણા લઈ…
વધુ વાંચો >ચતુર્ભુજદાસ (અષ્ટ છાપી)
ચતુર્ભુજદાસ (અષ્ટ છાપી) (જ. 1530; અ. 1585) : પુષ્ટિમાર્ગના અષ્ટ છાપ ભક્ત કવિઓ પૈકીના એક. ‘બસ બાવન વૈષ્ણવોની વાર્તા’માં તેમજ ‘અષ્ટસખાની વાર્તા’માં એમનું ચરિત મળે છે. ‘સંપ્રદાય કલ્પદ્રુમ’ અનુસાર અષ્ટછાપના કવિ કુંભનદાસનું તેઓ સાતમું સંતાન હતા. ગોવર્ધનની નિકટના જમુનાવતી નામના ગામે તેમનોજન્મ થયો હતો. એમણે 1540માં પુષ્ટિમાર્ગ ગ્રહણ કર્યો હતો.…
વધુ વાંચો >ચતુર્ભુજદાસ (રાધાવલ્લભી)
ચતુર્ભુજદાસ (રાધાવલ્લભી) (જ. 1528) : રાધાવલ્લભ સંપ્રદાયના પ્રસિદ્ધ કવિ. નાભાજી ‘ભક્તમાલ’ અને ધ્રુવદાસરચિત ‘ભક્ત નામાવલી’માં તેમનું ચરિત વર્ણવાયું છે. તે પરથી જણાય છે કે આ કવિ જબલપુરની નિકટના ગઢા ગામના વતની હતા. તેમના રચેલા બાર ગ્રંથો ઉપલબ્ધ છે, જે ‘દ્વાદશ યશ’ને નામે પ્રખ્યાત થયા છે. આ બાર ગ્રંથો અલગ અલગ…
વધુ વાંચો >ચતુર્વેદી, પરશુરામ
ચતુર્વેદી, પરશુરામ (જ. 25 જુલાઈ 1894, જવહી ગાંવ, જિ. બલિયા, ઉ. પ્ર.) : સંત-સાહિત્ય અને ઉત્તર ભારતની સંત પરંપરાના મૂર્ધન્ય વિદ્વાન, આલોચક અને વૈજ્ઞાનિક સમીક્ષા-પદ્ધતિના પ્રયોજક. પિતાનું નામ રામછબીલે ચતુર્વેદી. બચપણથી જ પાઠશાળામાં સંસ્કૃતનો અભ્યાસ કર્યો. બલિયામાં મામાને ત્યાં રહી અંગ્રેજી શિક્ષણ લીધું અને 1914માં મૅટ્રિક પાસ થયા. પછીના શિક્ષણ…
વધુ વાંચો >ચરણદાસ
ચરણદાસ (જ. 1703, ડેહરા, રાજસ્થાન; અ. 1782) : વૈષ્ણવ સંત કવિ. નામ રણજિતસિંહ. તે વૈશ્ય હતા. કેટલાક તેમને બ્રાહ્મણ કહે છે. નાનપણથી જ તેમનામાં વૈરાગ્યવૃત્તિ હતી. 19 વર્ષની યુવાવસ્થામાં તેમણે શુકદેવ ગુરુ પાસેથી શબ્દમાર્ગની દીક્ષા લીધી. શુકદેવ ગુરુ ઉત્તરપ્રદેશના મુજફ્ફરનગર પાસેના હતા. દીક્ષા પછી રણજિતસિંહનું નામ ચરણદાસ રખાયું. ચરણદાસની સાધનામાં…
વધુ વાંચો >ચર્પટીનાથ
ચર્પટીનાથ (11મી સદી) : ચોરાસી સિદ્ધોની સૂચિ પૈકીના 31મા અથવા 59મા સિદ્ધ. ગોરખનાથ પછી અને નાગાર્જુનના સમકાલીન ચર્પટીનાથ ચંબ રાજ્યના રાજપરિવાર સાથે સંકળાયેલા હતા. ચર્પટીનાથની કોઈ સ્વતંત્ર રચના મળતી નથી. જોકે તિબેટી ભાષામાં લખાયેલી કૃતિ ‘ચતુર્ભવાભિશન’ એમણે રચ્યાનું કહેવાય છે. સિદ્ધોકી બાનિયાંમાં એમની 59 ‘સબદિયાં’ અને પાંચ ‘સલોક’ સંકલિત થયા…
વધુ વાંચો >