ધર્મ-પુરાણ
ગોપસખા
ગોપસખા : શ્રીકૃષ્ણની સખાભાવની ભક્તિ કરનારા મોટા-નાના સખાઓ. જેમ ગોપીભાવની ભક્તિ પોતાને સખી રૂપે કલ્પીને કરવામાં આવે છે તેમ સખાભાવની ભક્તિમાં ભક્ત પોતાને શ્રીકૃષ્ણના ગોપ-સખાના રૂપે કલ્પીને કરે છે. શ્રીકૃષ્ણની બાળલીલા અને કિશોરલીલાના ગોપસખાઓ વય પ્રમાણે ત્રણ પ્રકાર મનાય છે. શ્રીકૃષ્ણથી વયમાં થોડા મોટા હોવા છતાં શ્રીકૃષ્ણ પ્રત્યે સખાભાવે ગોચારણ…
વધુ વાંચો >ગોપી
ગોપી : પશુપાલક જાતિની સ્ત્રી. ઋગ્વેદ(1-155-5)માં વિષ્ણુ માટે પ્રયોજાયેલ ‘ગોપ’, ‘ગોપતિ’ અને ‘ગોપા’ શબ્દ ગોપ-ગોપી પરંપરાનું પ્રાચીનતમલિખિત પ્રમાણ છે. એમાં વિષ્ણુને ત્રિપાદ-ક્ષેપી કહ્યા છે. મેકડૉનલ્ડ, બ્લૂમફિલ્ડ વગેરે વિદ્વાનોએ આથી વિષ્ણુને સૂર્ય માન્યો છે જે પૂર્વ દિશામાં ઊગીને અંતરીક્ષને માપીને ત્રીજા પાદ-ક્ષેપ વડે આકાશમાં ફેલાઈ જાય છે. આના અનુસંધાનમાં કેટલાક વિદ્વાનોએ…
વધુ વાંચો >ગોપીનાથ કવિરાજ
ગોપીનાથ કવિરાજ (જ. 7 સપ્ટેમ્બર 1887, ધામરાઈ, પ. બંગાળ; અ. 12 જૂન 1976, વારાણસી) : 20મી સદીના આધ્યાત્મિક જ્ઞાન-વિજ્ઞાનના ઋષિતુલ્ય પંડિત પ્રવર. એમનો જન્મ મોસાળમાં હાલના બંગલા દેશમાં ઢાકા જિલ્લાના ધામરાઈ ગામમાં થયો હતો. પિતાનું નામ ગોકુલનાથ કવિરાજ હતું. બાલ્યાવસ્થામાં માતા-પિતાનો સ્વર્ગવાસ થયેલ હોઈ મામા કાલાચંદ સાન્યાલને ત્યાં કાંટાલિયા(જિ. મૈમનસિંહ)માં લાલનપાલન…
વધુ વાંચો >ગોમટેશ્વર
ગોમટેશ્વર : પહેલા તીર્થંકર ઋષભદેવના પુત્ર બાહુબલિ. ઋષભદેવને બે પુત્રો, ભરત અને બાહુબલિ. ઋષભદેવે પોતાનું રાજ્ય પુત્રોને વહેંચી આપીને સંન્યસ્ત લીધું. વખત જતાં ભરતે દિગ્વિજય માટે નીકળવા તૈયારી કરી. બાહુબલિએ તેથી અનેક જીવોની હિંસા થવાની હોવાથી વિરોધ કર્યો. વાદવિવાદ થતાં બંને ભાઈઓએ યુદ્ધ કર્યું. જીત્યા છતાં ભરતને રાજ્ય સોંપી બાહુબલિ…
વધુ વાંચો >ગોરખનાથ (ગોરક્ષનાથ 1)
ગોરખનાથ (ગોરક્ષનાથ 1) (ઈ. સ.ની દસમી કે અગિયારમી સદી) : ગુજરાતમાં સોલંકીકાળ દરમિયાન પ્રચલિત બનેલા સંપ્રદાયના મુખ્ય પ્રવર્તક. આ સંપ્રદાયના સાધુઓના નામાન્તે ‘નાથ’ શબ્દ પ્રયોજાતો. નાથ એટલે અનાદિ ધર્મ. ‘નાથ’ શબ્દ ઈશ્વર અથવા પશુપતિની જેમ સ્વામી કે મહેશ્વરના અર્થમાં અભિપ્રેત હોવાનું જણાય છે. બહુ પ્રાચીન કાળથી આ સંપ્રદાય સિદ્ધમતને નામે…
વધુ વાંચો >ગોવિંદસિંઘ, ગુરુ
ગોવિંદસિંઘ, ગુરુ (જ. 22 ડિસેમ્બર 1666, પટના, બિહાર; અ. 7 ઑક્ટોબર 1708, નાંદેડ, મહારાષ્ટ્ર) : શીખોના દસમા ગુરુ. તેમનું બચપણનું નામ ગોવિંદરાય હતું. તેમના પિતા તેગબહાદુર શીખોના નવમા ગુરુ હતા. તેમનાં માતાનું નામ ગુજરીજી હતું. 1675માં તેઓ આનંદપુર, જિ. હોશિયારપુર, પંજાબ મુકામે ગુરુ નાનકના સિંહાસન પર દસમા ગુરુ તરીકે બિરાજમાન…
વધુ વાંચો >ગોવિંદાચાર્ય
ગોવિંદાચાર્ય : ગોંડપાદાચાર્યના શિષ્ય. કેવલાદ્વૈત મતની ગુરુશિષ્યપરંપરામાં નારાયણ, બ્રહ્મા, વસિષ્ઠ, શક્તિ, પરાશર, વ્યાસ, શુક, ગૌડપાદ, ગોવિંદ અને શંકરાચાર્ય – એ ક્રમમાં નામાવલિ છે. આ પરંપરામાં નારાયણ અને બ્રહ્મા દૈવ કોટિના ગુરુ છે. વસિષ્ઠ, શક્તિ, પરાશર અને વ્યાસ આર્ષ કોટિના છે. શુક, ગૌડપાદ અને ગોવિંદ સિદ્ધ કોટિના છે. આ પરંપરામાં આદ્ય…
વધુ વાંચો >ગૌડપાદાચાર્ય
ગૌડપાદાચાર્ય : આદ્ય શંકરાચાર્યના ગુરુ ગોવિંદાચાર્યના પણ ગુરુ અર્થાત્ શંકરાચાર્યના પરમ ગુરુ. તેમની પાસેથી શંકરાચાર્યે બ્રહ્મવિદ્યાના સિદ્ધાન્તોનું જ્ઞાન મેળવ્યું હતું. માંડૂક્યકારિકાભાષ્ય પરની ટીકામાં આનંદગિરિ જણાવે છે કે ગૌડપાદ નર-નારાયણના પવિત્ર ધામ બદરિકાશ્રમમાં રહીને ધ્યાન ધરતા હતા તેથી પ્રસન્ન થઈને ભગવાન નારાયણે તેમને ઉપનિષદોનું રહસ્યાત્મક જ્ઞાન આપ્યું. શક્ય છે કે તેઓ…
વધુ વાંચો >ગૌણી ભક્તિ
ગૌણી ભક્તિ : દેવાર્ચન, ભજન-સેવાની પ્રવૃત્તિ. એને સાધન-ભક્તિ પણ કહે છે. પરાભક્તિની ભૂમિકામાં પ્રવેશ માટેનું આ પહેલું પગથિયું છે. એનાથી પરાભક્તિની સાધનામાં આવતી અનેક બાધાઓ દૂર થાય છે. નારદભક્તિસૂત્રમાં ગુણભેદ અનુસાર એના ત્રણ પ્રકારો બતાવ્યા છે : (1) સાત્વિકી – જેમાં કેવળ ભક્તિ માટે જ ભક્તિ કરવામાં આવે છે. (2)…
વધુ વાંચો >ગૌતમ ધર્મસૂત્ર
ગૌતમ ધર્મસૂત્ર : જુઓ ધર્મસૂત્ર.
વધુ વાંચો >