ધર્મ-પુરાણ

કુંભ (પૂર્ણકુંભ)

કુંભ (પૂર્ણકુંભ) : ફૂલપત્તાં વડે સુશોભિત પૂર્ણઘટ, જે સુખસંપત્તિ અને જીવનની પૂર્ણતાનું પ્રતીક છે. ઘડામાં ભરેલું જળ જીવન કે પ્રાણરસ છે. એના મુખ પર આચ્છાદિત ફૂલપત્તાં જીવનના વિવિધ આનંદ અને ઉપભોગ છે. માનવ પોતે જ પૂર્ણઘટ છે. એ જ રીતે વિરાટ વિશ્વ પણ પૂર્ણ કુંભ છે. ઋગ્વેદમાં જેને પૂર્ણ અથવા…

વધુ વાંચો >

કુંભકર્ણ

કુંભકર્ણ : ‘રામાયણ’નું વિકરાળ પાત્ર. પુલસ્ત્યપુત્ર વિશ્રવસ ઋષિ અને રાક્ષસકન્યા કૈકસીનો દ્વિતીય પુત્ર અને રાવણનો લઘુબંધુ. તે 600 ધનુષ્ય ઊંચો, 100 ધનુષ્ય પહોળો હતો. (1 ધનુષ્ય = 4 હાથ કે 96 આંગળ). જન્મતાં જ એક હજાર મનુષ્યોને ખાઈ ગયેલો અને વજ્ર મારનાર ઇન્દ્રને ઐરાવતના દાંતથી મારી નસાડેલો. આથી બ્રહ્માએ ઊંઘ્યા…

વધુ વાંચો >

કુંભનદાસ

કુંભનદાસ (જ. 1468, મથુરા – અ. 1582, ગોવર્ધન) : પુષ્ટિમાર્ગના પ્રસિદ્ધ અષ્ટછાપ કવિઓ પૈકીના પ્રથમ કવિ. સાંપ્રદાયિક દીક્ષા 1492માં મહાપ્રભુશ્રી વલ્લભાચાર્ય પાસે લીધી હતી. શ્રીનાથજીના મંદિરમાં કીર્તનકારના પદ ઉપર તેમની નિયુક્તિ થઈ હતી. સાત પુત્રો, સાત પુત્રવધૂઓ અને એક ભત્રીજીના બહોળા પરિવારનું પોષણ પોતાની નાનકડી જમીનની ઊપજમાંથી જ કરતા અને સ્વયં…

વધુ વાંચો >

કુંભમેળો

કુંભમેળો : ભારતના ઘણા તહેવારો ચાંદ્ર તિથિ ઉપર આધારિત છે, જ્યારે કેટલાક તહેવારો સૌર સંક્રાંતિ અનુસાર ગણાય છે. ઉત્તરાયણ સૂચવતો તહેવાર સૂર્યની મકર રાશિમાં સંક્રાંતિ થાય ત્યારે આવે છે. ભારતીય ગ્રહગણિતમાં સૂર્ય અને ચંદ્રની જેમ બૃહસ્પતિ (ગુરુ) પણ મહત્વનું સ્થાન ધરાવે છે. પૃથ્વીને સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતાં એક વર્ષ લાગે…

વધુ વાંચો >

કૂર્મ

કૂર્મ : શ્રી વિષ્ણુનો એક અવતાર. દેવો અને દૈત્યોએ અમૃત અને અન્ય રત્નોની પ્રાપ્તિ માટે મંદરાચળને રવૈયો બનાવી સમુદ્રમંથન કરવા માંડ્યું. મંદરની નીચે આધાર નહોતો તેથી તે ક્ષીરસાગરમાં ડૂબવા લાગ્યો, ત્યારે શ્રી વિષ્ણુએ કૂર્મનું (કાચબાનું) રૂપ લીધું અને પોતાની એક લાખ યોજનની વિશાળ પીઠ ઉપર મંદરાચળને ધારણ કર્યો. વૈશાખ શુક્લ…

વધુ વાંચો >

કૃપાનિવાસ

કૃપાનિવાસ  (જ. 1750 – અ.–) : રામોપાસનાના પ્રમુખ આચાર્ય. કૃપાનિવાસ શૃંગારી દ્રવિડ દેશ(દક્ષિણ ભારત)માં ઈ. સ. 1750ની આસપાસ પ્રગટ થયા હતા. તેમના પિતાનું નામ સીતાનિવાસ અને માતાનું નામ ગુણશીલા હતું. તેઓ શ્રીરંગના ઉપાસક હતા. બાળપણમાં રામાનુજીય વૈષ્ણવ સંત આનંદ-વિલાસ પાસે દીક્ષિત થયા અને પંદર વર્ષની વયે ઘરબાર છોડી વિરક્ત થયા.…

વધુ વાંચો >

કૃષ્ણ

કૃષ્ણ : વસુદેવ અને માતા દેવકીના પુત્ર. મહામાનવ અને પૂર્ણાવતાર. કૃષ્ણચરિત્ર મહાભારત, પુરાણો, પ્રાચીન તમિળ સાહિત્ય અને તમિળ ‘દિવ્ય પ્રબન્ધમ્’માં વર્ણવાયેલું છે. વસુદેવ અને દેવકીનાં લગ્ન થયા પછી, કંસ કાકાની દીકરી બહેન દેવકીને શ્વશુરગૃહે પહોંચાડવા જતો હતો. માર્ગમાં દેવકીના આઠમા સંતાન દ્વારા પોતાનું મૃત્યુ થશે એ જાણતાં કંસે વસુદેવ-દેવકીને કારાગૃહમાં…

વધુ વાંચો >

કૃષ્ણ આંગિરસ

કૃષ્ણ આંગિરસ : ‘ઋગ્વેદ’ 8-85ના મંત્રદ્રષ્ટા ઋષિ. પરંપરા અનુસાર તે અથવા તેમના પુત્ર વિશ્વક કાર્ષણિ ‘ઋગ્વેદ’ 8-86ના ઋષિ મનાય છે. ‘કૌષિતકીબ્રાહ્મણ’માં કૃષ્ણ આંગિરસ ઋષિનો નિર્દેશ છે. બન્ને ઉલ્લેખાયેલા કૃષ્ણ આંગિરસ એક જ હોવાનો સંભવ છે. ઉ. જ. સાંડેસરા

વધુ વાંચો >

કૃષ્ણદાસ

કૃષ્ણદાસ : મીરજાપુરનિવાસી કૃષ્ણદાસ માધુર્યભક્તિના ઉપાસક ભક્ત કવિ. ‘માધુર્યલહરી’ તેમની પ્રસિદ્ધ રચના છે જે મુખ્યત્વે ગીતિકા છંદમાં રચાઈ છે. એમાં રાધાકૃષ્ણના નિત્યવિહારને લગતા પ્રસંગોની સરસ પ્રાંજલ શૈલીમાં વર્ણન મળે છે. આ કૃતિની રચના વિ. સં. 1852–53 (ઈ. સ. 1795–96)માં  થયાનું ગ્રંથની પુસ્તિકામાં જણાવ્યું છે. કૃષ્ણદાસ પોતે નિમ્બાર્ક સંપ્રદાયના અનુયાયી હોવાનું…

વધુ વાંચો >

કેકય

કેકય : એ નામની વૈદિક કાળની એક પ્રજા. તે ભારતવર્ષના વાયવ્ય પ્રદેશમાં સિંધુ અને વિતસ્તા(બિયાસ)ના દોઆબમાં વસતી હતી. વૈદિક સાહિત્યમાં ‘અશ્વપતિ કૈકેય’ કેકય દેશના રાજા તરીકે વર્ણવાયેલો છે. કેકય દેશ પુરાણો પ્રમાણે આગ્નેય કૌશલની ઉત્તરે હતો. એના રાજવી ‘કેકય’ કહેવાતા. શતપથ બ્રાહ્મણ અને છાંદોગ્ય ઉપનિષદમાં કેકય માટે કૈકેય શબ્દ પણ…

વધુ વાંચો >