દેવેન્દ્ર ભટ્ટ

ચેમ્બરલિન, આર્થર નેવિલ

ચેમ્બરલિન, આર્થર નેવિલ (જ. 18 માર્ચ 1869, બર્મિગહામ; અ. 9 નવેમ્બર 1940, હેકફિલ્ડ, યુ. કે.) : ઇંગ્લૅન્ડના વડાપ્રધાન. બ્રિટિશ રાજનીતિજ્ઞ જોસેફ ચેમ્બરલિનના પુત્ર. તેમણે બર્મિગહામની જ રગ્બી ઍન્ડ મેસન કૉલેજમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. 1911માં તે બર્મિગહામની સિટી કાઉન્સિલમાં ચૂંટાયા અને 1915–16માં તેના મેયર બન્યા. પ્રથમ વિશ્વવિગ્રહના સમય દરમિયાન 1916ના…

વધુ વાંચો >

ચૅલ્ડિયન સમ્રાટો

ચૅલ્ડિયન સમ્રાટો : સેમિટિક જાતિના શાસકો. તેઓ શરૂઆતમાં ઈરાની અખાત પાસે વસતા, પરંતુ તે પછી ત્યાંથી ખસીને યુફ્રેટીસ તથા ટાઇગ્રિસ નદીઓ વચ્ચેના ફળદ્રુપ પ્રદેશ(જે પહેલાં મેસોપોટેમિયા તરીકે અને અત્યારે ઇરાક તરીકે ઓળખાય છે)માં દક્ષિણ બૅબિલોનમાં વસ્યા. અહીં તેમના નેબોપોલેસાર નામના સેનાપતિએ સ્વતંત્ર ચૅલ્ડિયન રાજ્યની સ્થાપના કરી. તેણે મીડિયાના લોકોનો સાથ…

વધુ વાંચો >

ચેંગચુન

ચેંગચુન (જ. 1148, ચી-સીઆ; અ. 1227, બેજિંગ) : મધ્યકાલીન ચીનનો તાઓપંથી પ્રસિદ્ધ સંત અને દાર્શનિક. તેની વિદ્વત્તાની કીર્તિ તે સમયના મૉંગોલ વિજેતા ચંગીઝખાન સુધી પહોંચી હતી. તેણે ખેડેલા પ્રવાસની કથા તેના શિષ્ય અને સાથી લી ચીહ ચાંગે લખી છે. આ પ્રવાસકથામાં ચીનની મહાન દીવાલ અને કાબુલ (અફઘાનિસ્તાન) વચ્ચેના અને પીળા…

વધુ વાંચો >

ચ્યાંગ કાઈ-શેક

ચ્યાંગ કાઈ-શેક (જ. 31 ઑક્ટોબર 1887, ચિક્રાઉ (ચેકિયાંગ); અ. 5 એપ્રિલ 1975, ફૉર્મોસા) : ઈ. સ. 1931થી ઈ. સ. 1949 સુધી પ્રજાસત્તાક ચીનની રાષ્ટ્રવાદી સરકારના વડા. જનરાલિસિમો (સેનાપતિ) ચ્યાંગ કાઈ-શેકના નામનો ચીની ભાષામાં અર્થ થાય છે : ‘સૂર્યદેવતાનો ખડ્ગ-બાહુ’. શાળાનું શિક્ષણ પૂરું કર્યા પછી ઈ. સ. 1906માં તેઓ પોઓટિંગ-ફૂની લશ્કરી…

વધુ વાંચો >

જૅક્સન, ઍન્ડ્રુ

જૅક્સન, ઍન્ડ્રુ (જ. 15 મે 1767, કેરોલિના; અ. 8 જૂન 1845, હમાટેજ) : અમેરિકાના 7મા પ્રમુખ (1829-33-37). તે સમાનતાના પ્રખર હિમાયતી, લોકશાહીના ચાહક અને દેશની સરહદો વિસ્તારવાની નીતિના પુરસ્કર્તા હતા. તેમણે બચપણમાં માતાપિતાની છત્રછાયા ગુમાવી હતી, જેને પરિણામે તેમનો ઉછેર તેમના કાકાને ત્યાં ગરીબાઈમાં થયો હતો. યુવાન વયે તે ટેનેસીમાં…

વધુ વાંચો >

જેફર્સન ટૉમસ

જેફર્સન, ટૉમસ (જ. 13 એપ્રિલ 1743, ગુચલૅન્ડ, આલ્બેમેરી કાઉન્ટી, વર્જિનિયા; અ. 4 જુલાઈ 1826, મૉન્ટીસેલો, વર્જિનિયા, યુ.એસ.) : અમેરિકાના ત્રીજા પ્રમુખ (1801–1809), અમેરિકાના સ્વાતંત્ર્ય ઘોષણાપત્રના ઉદગાતા. વર્જિનિયા યુનિવર્સિટીના સ્થાપક, સ્થાપત્યમાં નિપુણ, કાયદાના નિષ્ણાત, અગ્રગણ્ય વિદ્વાન તથા વ્યક્તિસ્વાતંત્ર્યના પ્રખર હિમાયતી નેતા. તેમનો જન્મ અને ઉછેર વર્જિનિયા રાજ્યના એક ખેડૂત કુટુંબમાં થયો.…

વધુ વાંચો >