દેવવ્રત પાઠક
અહમદ, મુઝફ્ફર
અહમદ, મુઝફ્ફર (જ. 5 ઑગસ્ટ 1889, સંદીપ ટાપુ, ચિત્તાગોંગ (હાલનું બાંગ્લાદેશ); અ. 18 ડિસેમ્બર 1973, કોલકાતા) : બંગાળના વરિષ્ઠ સામ્યવાદી નેતા. તીવ્ર ગરીબીને કારણે તેમનું કૉલેજનું શિક્ષણ અધૂરું રહેલું. 1916થી રાજકારણ તરફ આકર્ષાયા. તેઓ 1918માં બંગાળની મુસલમાન સાહિત્ય સમિતિના ઉપમંત્રી બન્યા. પછી કાઝી નઝરુલ ઇસ્લામ તરફથી પ્રસિદ્ધ થતા પત્ર ‘નવયુગ’માં…
વધુ વાંચો >અહિંસા
અહિંસા મન, વાણી અથવા કર્મથી હિંસા ન કરવી તે. દિનપ્રતિદિન દુનિયાભરમાં હિંસાનું આચરણ વધતું જતું જણાય છે. આતંકવાદ; ભાષાકીય, પ્રાદેશિક અને જાતીય અથડામણો; શક્તિશાળી રાજ્યો દ્વારા અન્ય રાજ્યોમાં થતી દરમિયાનગીરી; મહિલાઓ અને નબળા વર્ગો ઉપર થતા અત્યાચાર; લશ્કરી તેમજ બિનલશ્કરી વસ્તીનો વધુ ને વધુ મોટા પાયા ઉપર નાશ કરી શકે…
વધુ વાંચો >અંતુલે, અબ્દુલ રહેમાન
અંતુલે, અબ્દુલ રહેમાન (જ. 9 ફેબ્રુઆરી 1929, રાયગઢ, મહારાષ્ટ્ર, અ. 2 ડિસેમ્બર 2014, મુંબઈ, મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રના અગ્રણી રાજપુરુષ. વતન આંબેટ, કોલાબા જિલ્લો, મહારાષ્ટ્ર. 1980થી 1982 સુધી મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યપ્રધાન. તે પહેલાં તેઓ અખિલ ભારતીય કૉંગ્રેસ પક્ષના મંત્રીપદે કામ કરતા હતા. 1962માં મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટાયા અને 1976 સુધી વિધાનસભાના સભ્યપદે…
વધુ વાંચો >આઇઝનહોવર, ડ્વાઇટ ડેવીડ
આઇઝનહોવર, ડ્વાઇટ ડેવીડ (જ. 14 ઑક્ટોબર 1890, ટેક્સાસ, યુ.એસ.; અ. 28 માર્ચ 1969, વૉશિંગ્ટન ડી.સી., યુ.એસ.) : અમેરિકાના 34મા પ્રમુખ (1953-1961). પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં યશસ્વી સૈનિક કારકિર્દી પછી તેઓ સર્વોચ્ચ સેનાપતિ તેમજ પંચતારક જનરલ બન્યા અને ખૂબ લોકપ્રિયતા મેળવી. 1952માં રિપબ્લિકન પક્ષ તરફથી પ્રમુખ તરીકે ચૂંટાઈને તેઓ બે સત્ર…
વધુ વાંચો >આક્રમણ – આંતરરાષ્ટ્રીય સંદર્ભ
આક્રમણ – આંતરરાષ્ટ્રીય સંદર્ભ : એક સ્વતંત્ર રાજ્ય દ્વારા બીજા સ્વતંત્ર રાજ્ય પર થતો સશસ્ત્ર હુમલો તે મહદઅંશે રાજકીય હેતુ સિદ્ધ કરવા માટે કરવામાં આવે છે. જોકે મહાસત્તાઓ તેમની વિશાળ તાકાતનો ઉપયોગ દુનિયાના કોઈ પણ ભાગમાં કરતી જણાઈ છે. આ પ્રકારનાં કૃત્ય કે નીતિમાં મુખ્યત્વે ત્રણ તત્વો જોવામાં આવે છે…
વધુ વાંચો >આઝાદ, અબુલ કલામ (મૌલાના)
આઝાદ, અબુલ કલામ (મૌલાના) (જ. 11 નવેમ્બર 1888, મક્કા, સાઉદી અરેબિયા; અ. 22 ફેબ્રુઆરી 1958, દિલ્હી) : ભારતના સ્વાતંત્ર્યસંગ્રામ વેળાના સર્વોચ્ચ રાષ્ટ્રવાદી મુસ્લિમ, કૉંગ્રેસનેતા તથા પ્રમુખ; પ્રખર વિદ્વાન તથા સ્વતંત્ર ભારતના પહેલા શિક્ષણપ્રધાન. મૌલાના ખૈરુદ્દીન અને આરબ માતા અલિયાના બીજા દીકરા મોહિયુદ્દીન એહમદે પોતાને માટે ‘અબુલ કલામ આઝાદ’નું બિરુદ રાખ્યું…
વધુ વાંચો >આઝાદ, ચન્દ્રશેખર
આઝાદ, ચન્દ્રશેખર (જ. 23 જુલાઈ 1906, અલિરાજપુર, મધ્યપ્રદેશ; અ. 27 ફેબ્રુઆરી 1931, અલ્લાહાબાદ) : ભરજુવાનીમાં શહીદ થનાર ચન્દ્રશેખર મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના એક નાના ગામમાં જન્મ્યા હતા. અત્યંત ગરીબીમાં જીવતા તેમના પિતા ચોકીદારની નોકરી કરતા અને વાંસ તથા માટીના બનાવેલા ઝૂંપડામાં વસતા હતા. 14 વર્ષની વયે તેઓ વારાણસીની સંસ્કૃત પાઠશાળામાં વિદ્યાર્થી…
વધુ વાંચો >આઝીકીવે, નામદી
આઝીકીવે, નામદી (જ. 16, નવેમ્બર 1904, ઝુંગેરૂ, નાઇજિરિયા; અ. 11 મે 1996, નાઇજિરિયા) : નાઇજિરિયાના રાષ્ટ્રપ્રમુખ (1963 1966), નાઇજિરિયાના રાષ્ટ્રીય નૅશનાલિસ્ટ પક્ષના સ્થાપક તથા દક્ષિણ નાઇજિરિયાના રાષ્ટ્રવાદના મુખ્ય પ્રવર્તક. 1925થી 1936 સુધી યુ.એસ.માં લિંકન યુનિવર્સિટી(પેન્સિલવૅનિયા)માં રાજ્યશાસ્ત્ર, કોલંબિયા યુનિવર્સિટીમાં પત્રકારત્વ તથા પેન્સિલવૅનિયા યુનિવર્સિટીમાં માનવશાસ્ત્રનો અભ્યાસ કરી, 1937માં ઘાના આવી, આકરાથી ‘રેનેસન્ટ…
વધુ વાંચો >આણંદ
આણંદ : ગુજરાત રાજ્યના મધ્યભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું તેનું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 22° 34´ ઉ. અ. અને 72° 56´ પૂ. રે. આ શહેર અમદાવાદથી આશરે 65 કિમી. દક્ષિણે આવેલું છે. આ જિલ્લાની ઉત્તરે ખેડા, પૂર્વે વડોદરા, દક્ષિણે ભરૂચ, પશ્ચિમે અમદાવાદ જિલ્લાઓ અને નૈર્ઋત્યમાં ખંભાતનો…
વધુ વાંચો >