થોમસ પરમાર
વિરાસત
વિરાસત : ગુજરાતનું પ્રથમ ગ્રામીણ લોકકલા સંગ્રહાલય. તેની સ્થાપના પદ્મશ્રી જોરાવરસિંહ જાદવે પોતાના વતન આકરુ(તા. ધંધૂકા)માં કરી હતી. 1979માં ગુજરાત લોકકલા ફાઉન્ડેશન ટ્રસ્ટની સ્થાપના કરી એમાંથી જતે દહાડે વિરાસતની સ્થાપનાનાં બીજ રોપાયાં. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં મિલમાલિકોના બંગલા જોઈને આકરુના પોતાના જૂના મકાનને તોડીને તેને ટ્રેડિશનલ લુક આપ્યો. પોતાના સન્માનમાં મળેલાં…
વધુ વાંચો >સંવરણા
સંવરણા : મંદિરના મંડપની ઉપરનું બાહ્ય બાંધકામ. શિલ્પીઓની ભાષામાં તેને ‘શામરણ’ પણ કહે છે. વાસ્તુ ગ્રંથોમાં મંડપ ઉપર સંવરણા કરવાનું વિધાન છે. કેટલીક વાર ગર્ભગૃહ ઉપર પણ સંવરણા જોવા મળે છે. સંવરણાની સૌથી ઉપર મધ્યમાં મૂલ ઘંટિકા અને તેને ફરતી ઘંટિકાઓ હોય છે. ઘંટિકાઓની સંખ્યાના આધારે તેના પચ્ચીસ પ્રકારો ‘દીપાર્ણવ’…
વધુ વાંચો >સારનાથ
સારનાથ : બૌદ્ધ અને જૈનોનું ધાર્મિક સ્થળ. ભગવાન બુદ્ધે સૌપ્રથમ ધર્મચક્રપ્રવર્તન (ધર્મોપદેશ) અહીંથી શરૂ કર્યું હતું. જૈનોના અગિયારમા તીર્થંકર શ્રેયાંસનાથનું નિર્વાણ અહીં થયું હતું. બનારસ(વારાણસી)થી તે થોડે દૂર આવેલું છે. બૌદ્ધ સાહિત્યમાં આ સ્થળને ઋષિપત્તન, મૃગદાવ અથવા મૃગદાય તરીકે ઓળખાવ્યું છે. ભગવાન બુદ્ધે અહીં પોતાના પ્રથમ ધર્મોપદેશમાં ‘ચાર આર્યસત્યો’ સમજાવ્યાં…
વધુ વાંચો >સ્લાઇમેન હેન્રિક
સ્લાઇમેન, હેન્રિક (જ. 6 જાન્યુઆરી 1822, ન્યૂબુકો; અ. 26 ડિસેમ્બર 1890, નેપલ્સ) : પ્રસિદ્ધ જર્મન પુરાતત્ત્વવિદ. ટ્રૉય, માયસેના અને ટાઇરિન્સના સંશોધક. પ્રાગૈતિહાસિક ગ્રીસના આધુનિક સંશોધક તરીકે તેમની ગણના થાય છે. તેઓ ગરીબ પાસ્ટર(પાલક = પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયના ધર્મગુરુ)ના પુત્ર હતા. નાનપણમાં પિતાજીએ આપેલ ઇતિહાસના પુસ્તકમાં છપાયેલ ટ્રૉયના ચિત્રની સ્મૃતિ એમના માનસપટ…
વધુ વાંચો >