થૉમસ પરમાર
નાગરશૈલી
નાગરશૈલી : ભારતના ઉત્તર ભાગમાં પ્રચલિત રચનામૂલક મંદિર-સ્થાપત્યની શૈલી. પશ્ચિમમાં તે ગુજરાતથી પૂર્વમાં ઓરિસા સુધી તથા ઉત્તરમાં કાશ્મીરથી દક્ષિણમાં કર્ણાટક સુધી પ્રસરી હતી. નાગરશૈલીમાં વિકસેલી પ્રાંતીય શૈલીઓમાં થોડું વૈવિધ્ય હોવા છતાં નાગરશૈલીનાં મુખ્ય અંગો દરેક પ્રાંતમાં સમાન રહ્યાં છે. આ શૈલીની વિશેષતાઓમાં લગભગ અર્ધગોળાકાર જેવું મંડપોનું તથા લગભગ શંકુ આકારનું…
વધુ વાંચો >નાગાર્જુનકોંડાનો સ્તૂપ
નાગાર્જુનકોંડાનો સ્તૂપ : દક્ષિણ ભારતના વિશેષતઃ કૃષ્ણા અને ગોદાવરી નદીઓ વચ્ચેના પ્રદેશ(વેંગી પ્રદેશ)નું જાણીતું બૌદ્ધ સ્થાપત્ય. આ સ્થળ આંધ્રપ્રદેશના ગંતૂર જિલ્લાના પાલનડ તાલુકામાં કૃષ્ણા નદીને કાંઠે આવેલું છે. 1927થી 1931 દરમિયાન અહીં ખોદકામ કરવામાં આવ્યું હતું. ખોદકામમાંથી કેટલાક સ્તૂપો, વિહારો, મહેલ, કિલ્લાઓ વગેરેના અવશેષો પ્રાપ્ત થયા હતા. આ સ્થળેથી 9…
વધુ વાંચો >પદવિન્યાસ (વાસ્તુપુરુષમંડલ)
પદવિન્યાસ (વાસ્તુપુરુષમંડલ) : મંદિરનિર્માણ માટેની પ્રયોજિત ભૂમિને જુદાં જુદાં પદો(plots)માં વિભાજિત કરવાની પદ્ધતિ. માનસાર પ્રમાણે આવી ભૂમિને પદોમાં વિભાજિત કરવાની 32 પદ્ધતિઓ છે. પ્રયોજિત ભૂમિ પર આઠ આડી રેખાઓને છેદતી આઠ ઊભી સમાંતર રેખાઓ દોરવામાં આવે તો 8 × 8 = 64 પદવાળો પરમ શાયિક વાસ્તુ પદ વિન્યાસ બને છે.…
વધુ વાંચો >પરીખ, પ્રવીણચન્દ્ર ચિમનલાલ
પરીખ, પ્રવીણચન્દ્ર ચિમનલાલ (જ. 26 માર્ચ 1937, ખેડા) : ભારતીય સંસ્કૃતિ, ઇતિહાસ, પુરાતત્વ, લિપિવિદ્યા, સ્થાપત્ય, શિલ્પ અને સિક્કાશાસ્ત્રના પ્રતિષ્ઠિત વિદ્વાન. તેમના પિતાશ્રી આબુરોડ સ્ટેશને પોસ્ટમાસ્ટર તરીકેની સેવા આપતા હતા. પિતાશ્રીના અવસાન બાદ વિધવા માતા શાંતાબહેને સંતાનો સાથે મહેમદાવાદ મુકામે નિવાસ કર્યો. પ્રવીણચંદ્રે પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ મહેમદાવાદમાં લીધું હતું. 1955માં…
વધુ વાંચો >પીઠ
પીઠ : મંદિરના ઊર્ધ્વમાનનો સૌથી નીચેનો ભાગ જેની ઉપર મંદિર સ્થિત છે. પીઠની બહારની ત્રણે બાજુઓને વિવિધ આડા થરો વડે અલંકૃત કરવામાં આવે છે. મંદિરની ઊંચાઈને ધ્યાનમાં રાખીને આડા થરોના ચોક્કસ માપ નક્કી કરેલાં છે. સૌથી નીચે ભીટ્ટનો થર હોય છે. ભીટ્ટની સંખ્યા એક, બે કે ત્રણ હોઈ શકે. તે…
વધુ વાંચો >પીસાનો મિનારો
પીસાનો મિનારો : ઇટાલીના પીસાનગર (43o 43’ ઉ. અ. અને 10o 23’ પૂ.રે.)માં આવેલો સાત મજલા ધરાવતો રોમનસ્ક (Romanesque) સ્થાપત્યશૈલીમાં બાંધેલો ઢળતો મિનારો. આ મિનારો તેના સાતમા મજલાની ટોચના કેન્દ્રથી ભોંયતળિયા તરફની ઊર્ધ્વ ગુરુત્વરેખાના સંદર્ભમાં 4.4 મીટર ઢળેલો હોવાથી દુનિયાભરમાં જાણીતો બનેલો છે. પ્રમાણમાં નરમ અને અસ્થાયી ભૂમિતળ પર તેનો…
વધુ વાંચો >પોપ
પોપ : પોપ ખ્રિસ્તી ધર્મના રોમન કૅથલિક સંપ્રદાયના વડા ધર્મગુરુ છે. પોપ શબ્દ લૅટિન ભાષાના Papa અર્થાત્ પિતા ઉપરથી ઊતરી આવ્યો છે. પોપ સુપ્રીમ પોન્ટીફ, રોમન પોન્ટિફ અથવા સોવેરીન પોન્ટિફ તરીકે પણ ઓળખાય છે. તેઓ રોમના બિશપ છે. આઠમી સદીથી 1870 સુધી પોપ પાપાલ રાજ્યના સાર્વભોમ અથવા વડા હતા અને…
વધુ વાંચો >પોપની ચૂંટણીની પ્રક્રિયા
પોપની ચૂંટણીની પ્રક્રિયા : રોમના પોપ એ ઈસુ ખ્રિસ્તના પ્રતિનિધિ, સંત પીટરના ઉત્તરાધિકારી અને કૅથલિક ધર્મસંઘના અધ્યક્ષ. પોપ મૃત્યુ પામે અથવા તો તે હોદ્દા પરથી રાજીનામું આપે ત્યારે ખાલી પડેલી પોપની જગ્યા માટે ચૂંટણી યોજવામાં આવે છે. છેલ્લા પંદર કે વીસ દિવસ પછી આ ચૂંટણી યોજવામાં આવે છે. વર્ષો જૂની…
વધુ વાંચો >ફતેહપુર સિક્રી
ફતેહપુર સિક્રી : ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં આવેલું મુઘલ સમ્રાટ અકબરનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 27° 06´ ઉ. અ. અને 77° 40´ પૂ. રે. તે આગ્રાથી પશ્ચિમે 37 કિમી. દૂર તથા મથુરાથી દક્ષિણે રાજસ્થાન સરહદ નજીક ભરતપુરથી અગ્નિકોણમાં આવેલું છે. ત્યાં 1527માં બાબર અને રાણા સંગ્રામસિંહ વચ્ચે યુદ્ધ થયું હતું.…
વધુ વાંચો >બાઈ હરિરની વાવ
બાઈ હરિરની વાવ : અમદાવાદમાં અસારવા વિસ્તારમાં આવેલી વાવ. અમદાવાદની વાવોમાં તે શિરમોર ગણાય છે. મહમૂદ બેગડા(1459–1511)ના સમયમાં બંધાયેલી આ વાવ સામાન્ય રીતે લોકોમાં ‘દાદા હરિની વાવ’ તરીકે ઓળખાય છે. મહમૂદ બેગડાના અંત:પુરની હરિર નામની બાઈએ તે બંધાવી હતી. લેખમાં વાવ બંધાવ્યાની તારીખ વિ. સં. 1556 પોષ સુદ 13 ને…
વધુ વાંચો >