તેલુગુ સાહિત્ય
શાસ્ત્રી, શિવશંકર
શાસ્ત્રી, શિવશંકર (19મી સદી) : તેલુગુ કવિ. તેમનું મૂળ નામ હતું તલ્લવઝુલા શિવશંકર શાસ્ત્રી. પાછલી વયે તેઓ સંન્યાસી બનેલા અને શિવશંકર સ્વામી તરીકે ઓળખાતા હતા. 20મી સદીના પૂર્વાર્ધમાં તેમણે ‘હૃદયેશ્વરી’ નામક કાવ્યસંગ્રહ આપ્યો. તે કૃતિ અદ્યતન કાળની સૌથી સુંદર કાવ્યકૃતિઓ પૈકીની એક ગણાઈ. તેમાં નાયિકા લક્ષ્મી માટે કવિનો પ્રેમ અને…
વધુ વાંચો >શ્રીનાથ
શ્રીનાથ (જ. 1385, કાલિપટ્ટનમ્, જિ. ક્રિશ્ન, આંધ્રપ્રદેશ; અ. 1445) : તેલુગુના ખ્યાતનામ કવિ. તેઓ સંસ્કૃત અને તેલુગુના પારંગત વિદ્વાન હોવા ઉપરાંત પ્રાકૃત અને શૌરસેનીમાં પણ એટલા જ નિષ્ણાત હતા. ‘ન્યાયદર્શન’ પર તેઓ વિશેષજ્ઞ ગણાતા. 1404થી 1420 દરમિયાન પેડાકોમટી વેમા રેડ્ડીના દરબારમાં તેઓ ‘વિદ્યાધિકારી’ના પ્રતિષ્ઠિત પદે રહ્યા અને કૉન્ડાવિડુના રેડ્ડી રાજાઓ…
વધુ વાંચો >શ્રીરંગમ્, નારાયણ બાબુ
શ્રીરંગમ્, નારાયણ બાબુ (જ. 1906, વિઝિયાનગરમ્, આંધ્રપ્રદેશ; અ. 1960) : તેલુગુ ભાષાના કવિ. શ્રીમંત પરિવારમાં જન્મ. મૅટ્રિક થયા પછી પશુચિકિત્સાવિજ્ઞાનના અભ્યાસમાં જોડાયા, પરંતુ તે અધવચ્ચે છોડી દઈને તેમણે સાહિત્ય અને સંગીત પ્રત્યે રુચિ વિકસાવી. તેમણે તેમનું સમગ્ર જીવન કાવ્યરચના અને સંગીતને સમર્પિત કર્યું. તેમના સંગીતના જ્ઞાનની અસર તેમની કાવ્યશૈલીમાં વરતાતી…
વધુ વાંચો >શ્રી રામકૃષ્ણ જીવિતચરિત્ર
શ્રી રામકૃષ્ણ જીવિતચરિત્ર (1956) : શ્રી ચિરંતનાનંદ સ્વામી(જ. 1906)એ તેલુગુમાં રચેલ શ્રી રામકૃષ્ણ પરમહંસનું ચરિત્ર. આ કૃતિ માટે ચરિત્રલેખકને 1957ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. આ ગ્રંથ શ્રી રામકૃષ્ણલીલાપ્રસંગ અને શ્રી રામકૃષ્ણકથામૃત જેવા મૂળ બંગાળી સ્રોત પર તથા વિવેકાનંદ અને શ્રી રામકૃષ્ણના અન્ય શિષ્યોનાં લખાણો પર આધારિત…
વધુ વાંચો >શ્રી. શ્રી. (શ્રીરંગમ શ્રીનિવાસરાવ)
શ્રી. શ્રી. (શ્રીરંગમ શ્રીનિવાસરાવ) (જ. ?, વિશાખાપટણમ; અ. ?) : તેલુગુ કવિ અને નાટ્યકાર. તેમને તેમના ગ્રંથ ‘શ્રી શ્રી સાહિત્યમુ’ માટે 1972ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી પ્રાણીશાસ્ત્ર સાથે બી.એ.ની પદવી મેળવી હતી. પછી કેટલોક વખત તેમણે પત્રકાર તરીકે કામગીરી કરી. 1940થી 1950ના દસકા…
વધુ વાંચો >સત્યનારાયણ વિશ્ર્વનાથ
સત્યનારાયણ વિશ્વનાથ (જ. 1895, નંદમુર, જિ. ક્રિશ્ન, આંધ્રપ્રદેશ; અ. 1976) : તેલુગુ ભાષાના સુવિખ્યાત કવિ અને લેખક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘વિશ્વનાથ મધ્યક્કારલુ’ માટે 1962ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં જન્મ. તેમની માતૃભાષા તેલુગુ હોવા સાથે તેઓ સંસ્કૃત અને અંગ્રેજી ભાષાના વિદ્વાન હતા. કૉલેજશિક્ષણ ચેન્નાઈમાં…
વધુ વાંચો >સદાનંદ, કાલુવાકોલાનુ
સદાનંદ, કાલુવાકોલાનુ (જ. 22 ફેબ્રુઆરી 1939, પકાલા, જિ. ચિત્તૂર, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખક. તેઓ પ્રાથમિક શાળાના આચાર્યપદેથી સેવાનિવૃત્ત થયા. તેઓ એકૅડેમિક કમિટીના ઉપાધ્યક્ષ, જિલ્લા પોસ્ટ-લિટરસી પ્રોગ્રામ, ચિત્તૂરના ઉપાધ્યક્ષ રહ્યા હતા. તેમણે અત્યાર સુધીમાં 14 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘સામ્બય્યા ગુર્રમ્’ (1964); ‘ચલ્લાની ટલ્લી’ (1966) તેમના બાળકથાસંગ્રહો છે. ‘બંગારુ નાડચિન બાટા’…
વધુ વાંચો >સમ્બાશિવરાવ, પોતુકુચી
સમ્બાશિવરાવ, પોતુકુચી (જ. 27 જાન્યુઆરી 1928, આલમુરુ, જિ. પૂર્વ ગોદાવરી, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખક. તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી બી.એ. અને કલાપ્રપૂર્ણ તથા ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી એલએલ.બી.ની ડિગ્રી મેળવી. વકીલાતની સાથોસાથ સાહિત્યિક પ્રવૃત્તિ કરી. 199397 સુધી તેઓ તેલુગુ સાહિત્ય અકાદમી, નવી દિલ્હીના સલાહકાર બોર્ડના સભ્ય; આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમીના કારોબારી-સભ્ય; ‘નાટ્યકલા’ માસિકના સંપાદક, ઓસ્માનિયા…
વધુ વાંચો >સરસ્વતી દેવી, ઇલિન્દલા (શ્રીમતી)
સરસ્વતી દેવી, ઇલિન્દલા (શ્રીમતી) (જ. 15 જૂન 1918, નરસપુર, જિ. પૂર્વ ગોદાવરી, આંધ્રપ્રદેશ) : તેલુગુ વાર્તાકાર અને નવલકથાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘સ્વર્ણકમલુળુ’ માટે 1982ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમનાં બાળપણમાં લગ્ન થયેલાં. લગ્ન બાદ મૅટ્રિક થયાં, પછી વધુ અભ્યાસ કરી ન શક્યાં; પરંતુ તેલુગુ અને અંગ્રેજીની…
વધુ વાંચો >સંપટ કુમારાચારી, કોવેલા (સંપટ કુમાર)
સંપટ કુમારાચારી, કોવેલા (સંપટ કુમાર) (જ. 26 જૂન 1933, વારંગલ, આંધ્રપ્રદેશ) : તેલુગુ કવિ અને વિવેચક. તેમણે ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી તેલુગુ અને હિંદીમાં એમ.એ., આંધ્ર યુનિવર્સિટીમાંથી ભાષાપ્રવીણ અને કાકટિય યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી હતી. તેઓ જટિયા સાહિત્ય પરિષદના પ્રમુખ; આંધ્ર પ્રદેશ સાહિત્ય અકાદમીના સંશોધન-સમિતિના સભ્ય રહ્યા હતા. તેઓ પ્રાધ્યાપક તરીકે સેવાનિવૃત્ત…
વધુ વાંચો >