તપસ્વી નાન્દી

ઋતુસંહાર

ઋતુસંહાર : મહાકવિ કાલિદાસરચિત ઊર્મિકાવ્ય. તેના છ સર્ગોમાં કુલ 144 શ્લોકો છે. તેમાં અનુક્રમે ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત, શિશિર અને વસંત એ છ ઋતુઓનું સુંદર કવિત્વમય વર્ણન પ્રાપ્ત થાય છે. વિભિન્ન ઋતુચિત્રોનો આ આલેખ પ્રકૃતિની માનવમન ઉપર થતી અસર વ્યક્ત કરે છે, જેમાં સૃષ્ટિસૌંદર્ય અને માનવહૃદયની ઊર્મિઓનું સુભગ સંયોજન સધાયું…

વધુ વાંચો >

એકાવલી (ચૌદમી સદી)

એકાવલી (ચૌદમી સદી) : કવિ વિદ્યાધરકૃત સાહિત્યશાસ્ત્ર અંગેનો સંસ્કૃત ગ્રંથ; તેનું પ્રકાશન મુંબઈ સંસ્કૃત સીરીઝમાં કમલાશંકર પ્રાણશંકર ત્રિવેદી દ્વારા કરાયું છે. ‘એકાવલી’ના આઠ ઉન્મેષોમાં સાહિત્યશાસ્ત્ર અંગેના વિભિન્ન વિષયોનું નિરૂપણ થયેલું છે. તે પૈકી પ્રથમમાં કાવ્યહેતુ ને કાવ્યલક્ષણ, દ્વિતીયમાં શબ્દ અને શબ્દશક્તિ, તૃતીયમાં ધ્વનિ અને તેના ભેદપ્રભેદો, ચતુર્થમાં ગુણીભૂતવ્યંગ્ય, પાંચમામાં ગુણ…

વધુ વાંચો >

ઐતિહાસિક કાવ્ય

ઐતિહાસિક કાવ્ય : ઇતિહાસવસ્તુને સીધી કે આડકતરી રીતે ઓછેવત્તે અંશે સ્પર્શતું સંસ્કૃત કે પ્રાકૃત કાવ્ય. સંસ્કૃતમાં ‘કાવ્ય’ પદનો અર્થ છે – ‘સાહિત્ય’. તેથી અહીં કાવ્ય દ્વારા કોઈ પણ પ્રકારનું સાહિત્યસ્વરૂપ અભિપ્રેત છે, જેમાં ઇતિહાસની આસપાસ વસ્તુ ગૂંથાયું હોય. કેવળ ઇતિહાસનો આશ્રય લઈને કાવ્ય લખવાની પરિપાટી સંસ્કૃત સાહિત્યમાં નથી, કવિઓએ તો…

વધુ વાંચો >

ઔચિત્યવિચારચર્ચા

ઔચિત્યવિચારચર્ચા : ક્ષેમેન્દ્ર (અગિયારમી શતાબ્દી) દ્વારા વિરચિત કાવ્યસમીક્ષાને લગતો મહત્વપૂર્ણ ગ્રંથ. તેમાં કાવ્યના આત્મારૂપ રસની ચર્વણામાં સહાયક બનતા ‘ઔચિત્ય’નો વિચાર કરાયો છે. ગુણ, અલંકાર આદિના ઉચિત સન્નિવેશને લીધે રસચર્વણામાં ચમત્કૃતિ લાવનાર રસના જીવિતભૂત તત્વને ક્ષેમેન્દ્રે ઔચિત્ય કહ્યું છે. પદ, વાક્ય, પ્રબન્ધાર્થ, ગુણ, અલંકાર, રસ, ક્રિયા, લિંગ, વચન, ઉપસર્ગ, કાલ, દેશ…

વધુ વાંચો >

કર્ણસુંદરી

કર્ણસુંદરી (1064-1094 દરમિયાન) : અગિયારમી સદીના ઉત્તરાર્ધમાં થયેલ કાશ્મીરી કવિ બિલ્હણરચિત નાટિકા. ‘નાટિકા’ પ્રકારના સાહિત્યમાં રત્નાવલી અને પ્રિયદર્શિકાને બાદ કરતાં ‘કર્ણસુંદરી’ ખૂબ નોંધપાત્ર સ્થાન ધરાવે છે. તેના લેખકે ગુજરાતમાં રહીને તેની રચના કરી હતી. અણહિલવાડના ચૌલુક્ય રાજા કર્ણદેવના વિવાહનું નિરૂપણ એ આ કૃતિનું મુખ્ય વિષયવસ્તુ છે. ચૌલુક્ય કર્ણદેવ ત્રૈલોક્યમલ્લશ્રન કર્ણાટરાજ…

વધુ વાંચો >

કાલિદાસ

કાલિદાસ : સંસ્કૃતના પ્રથિતયશ કવિ અને નાટ્યકાર. સંસ્કૃતમાં એમની કક્ષાનો કવિ હજી સુધી થયો નથી. એમની રસાર્દ્ર કૃતિઓએ એમને વૈશ્વિક કવિની ભૂમિકા પર મૂક્યા છે. સંસ્કૃતના અનેક કવિઓની જેમ કાલિદાસે પોતાને વિશે કશુંય કહ્યું નથી. કવિની કાવ્યમાધુરીમાં મગ્ન રસિકવર્ગ પણ કવિના દેશકાલ વિશે કહેવાનું વીસરી ગયો. પરિણામે કાલિદાસના વ્યક્તિત્વ અને…

વધુ વાંચો >

કાવ્યપ્રકાશખંડન

કાવ્યપ્રકાશખંડન (1646) : આચાર્ય મમ્મટરચિત સંસ્કૃત ગ્રંથ ‘કાવ્યપ્રકાશ’ પરની સિદ્ધિચન્દ્રગણિકૃત આ ટીકામાં ‘કાવ્યપ્રકાશ’ જેવા કઠિન ગ્રંથના પોતાને અસ્વીકાર્ય એવા કેટલાક મુદ્દાઓનું ટીકાકારે ખંડન કર્યું છે. ટીકાનું કદ લઘુ છે. જોકે સિદ્ધિચન્દ્રે ‘કાવ્યપ્રકાશ’ પર બૃહદ્ ટીકા લખી હતી પરંતુ હાલ તે પ્રાપ્ત ન હોવાથી ‘કાવ્યપ્રકાશવિવૃત્તિ’ એવું નામ પણ આપ્યું છે. પરંતુ…

વધુ વાંચો >

કુમારસ્વામી

કુમારસ્વામી (પંદરમી સદી પૂર્વાર્ધ) : પ્રસિદ્ધ ટીકાકાર મલ્લિનાથના પુત્ર, તેમણે વિદ્યાનાથના સાહિત્યશાસ્ત્રીય ગ્રંથ ‘પ્રતાપરુદ્દીય’ ઉપર ‘રત્નાપણ’ નામે ટીકા રચી છે. કુમારસ્વામીએ પોતાની ટીકામાં અનેક ઉદ્ધરણો આપ્યાં છે, જેમાં શૃંગારતિલક, એકાવલી, સાહિત્યદર્પણ, રસાર્ણવસુધાકર, ભાવપ્રકાશ અને મલ્લિનાથની ટીકા વગેરેનો સમાવેશ થાય છે. તપસ્વી નાન્દી

વધુ વાંચો >

કુંદમાલા

કુંદમાલા (પાંચમી સદી ?) : સંસ્કૃત નાટ્યકૃતિ. તેના કર્તા તથા સમય અંગે વિભિન્ન મતો પ્રવર્તે છે. ‘કુંદમાલા’નું સૌપ્રથમ પ્રકાશન 1923માં મદ્રાસથી થયું હતું. તે સમયે જ તેના રચયિતા અંગે ઊહાપોહ જાગ્યો હતો. તેના પ્રથમ સંપાદકો રામકૃષ્ણ કવિ તથા રામનાથ શાસ્ત્રી ‘કુંદમાલા’ના કર્તા તરીકે દિઙ્નાગનો ઉલ્લેખ કરે છે, જે બૌદ્ધ નૈયાયિક…

વધુ વાંચો >

કેશવમિશ્ર

કેશવમિશ્ર (સોળમી સદી ઉત્તરાર્ધ) : ‘અલંકારશેખર’ના રચયિતા અને ધ્વનિવાદી આલંકારિક. ‘અલંકારશેખર’ની રચના તેમણે રામચંદ્રના પૌત્ર તથા ધર્મચંદ્રના પુત્ર રાજા માણિક્યચંદ્રના કહેવાથી કરી હતી. આ માણિક્યચંદ્ર તે કોટકાંગડાના માણિક્યચંદ્ર હોવા સંભવ છે, કેમ કે કેશવમિશ્રે આપેલ વંશાવલી તેની વંશાવલીને અનુરૂપ છે. માણિક્યચંદ્રે 1563માં રાજ્યારોહણ કર્યું હતું તે ઉપરથી કેશવમિશ્રનો સમય સોળમી…

વધુ વાંચો >