તત્વજ્ઞાન

માયા

માયા : ભારતીય તત્વજ્ઞાન અનુસાર જગતને ઉત્પન્ન કરનારી ઈશ્વરની શક્તિ. ‘માયા’ શબ્દની અનેકવિધ અર્થચ્છાયાઓ જોઈ શકાય છે. માયાના સામાન્ય અર્થો : (1) કપટ, (2) બીજાને છેતરવાની ઇચ્છા, (3) દંભ, (4) ધન, (5) જાદુ વગેરે છે; પરંતુ તત્વજ્ઞાનના ગ્રંથોમાં તેના વિશિષ્ટ અર્થો છે : મધ્વાચાર્યના મતે ભગવાનની ઇચ્છા, વલ્લભાચાર્યના મતે ભગવાનની…

વધુ વાંચો >

માયાવાદ

માયાવાદ : ભારતીય તત્વજ્ઞાનમાં માયાવાદ નામે ઓળખાતો શંકરાચાર્યના કેવલાદ્વૈત વેદાન્તે ઘડેલો સિદ્ધાન્ત. એના પહેલાં સિદ્ધાન્તરૂપે તે જણાતો નથી. અલબત્ત, તેનાં કેટલાંક અંગો, બીજરૂપે પ્રાચીન કાળમાં આ કે તે વિચારધારામાં પ્રાપ્ત થાય છે. વળી, બધાં જ દર્શનો જગત પ્રત્યેની આસક્તિ દૂર કરવાના એક ઉપાય તરીકે જગત અસાર છે, મિથ્યા છે એવી…

વધુ વાંચો >

મારફત

મારફત : મૂળ અરબી શબ્દ મઅરિફત એટલે આધ્યાત્મિક જ્ઞાન, સૂફી વિચારધારા પ્રમાણે મારફત એટલે પરમાત્માની ઓળખ થવી, પિછાણ થવી, પરિચય થવો અને તેમની સાથે એકત્વ અનુભવવું. એ જ્ઞાન દ્વારા મનુષ્ય સમજી શકે છે કે જે પોતાને જે ભિન્નત્વની પ્રતીતિ થાય છે તે મિથ્યા છે. આ જ્ઞાનને સથવારે પ્રથમ તો નિજને…

વધુ વાંચો >

માર્લો-પૉન્તી, મૉરિસ

માર્લો-પૉન્તી, મૉરિસ (જ. 14 માર્ચ 1908, રૉકફર્ડ, ફ્રાન્સ; અ. 4 મે 1961, પૅરિસ) : ફ્રેન્ચ તત્વચિંતક. પૉન્તીએ પ્રત્યક્ષાનુભવ(perception)ના નિરૂપણને અને શરીરવિષયક વિચારણાને તેમના તત્વચિંતનમાં ખૂબ મહત્વનું સ્થાન આપ્યું છે. પૉન્તીના પિતા પ્રથમ વિશ્વયુદ્ધમાં માર્યા ગયા હતા. બીજા વિશ્વયુદ્ધમાં પૉન્તીએ ફ્રૅન્ચ પાયદળ(ઇનફન્ટ્રી)માં સેવાઓ આપી હતી. જર્મનોએ તે સમયે તેમને શારીરિક અને…

વધુ વાંચો >

માર્સલ, ગેબ્રિયલ

માર્સલ, ગેબ્રિયલ (જ. 7 ડિસેમ્બર 1889, પૅરિસ, ફ્રાંસ; અ. 8 ઑક્ટોબર 1973) : ફ્રાન્સના નાટ્યકાર. તેઓ અસ્તિત્વવાદી પરંપરાના તત્વચિંતક હતા; પરંતુ સાર્ત્રના નિરીશ્વરવાદી અસ્તિત્વવાદથી જુદા પડવાના આશયથી તેઓ ‘નિયોસૉક્રૅટિક’ તરીકે અથવા ‘ક્રિશ્ચિયન એક્ઝિસ્ટેન્શલિસ્ટ’ તરીકે પોતાને ઓળખાવતા હતા. તેમણે સૉબૉર્ન ખાતે તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો; પરંતુ વ્યવસાયી પત્રકાર, શિક્ષક, તંત્રી અને વિવેચક…

વધુ વાંચો >

માલ ઔર મઆશિયાત

માલ ઔર મઆશિયાત : ઉર્દૂ લેખક ઝફર હુસેનખાનનો તત્વચિંતનનો ગ્રંથ. લેખકને લાગ્યું કે ઉર્દૂ સાહિત્ય કેવળ થોડા તરજુમા અને ટીકા-ટિપ્પણ પૂરતું જ મર્યાદિત રહ્યું હતું અને તત્વચિંતનના ગહન વિષયોની તેમાં ઊણપ હતી. સાહિત્યની આ ખામી નિવારવાની કોશિશરૂપે આ ગ્રંથ લખાયો છે. ઉર્દૂ જગતને પશ્ચિમની ચિંતનસમૃદ્ધિથી પરિચિત કરવાના ઉમદા આશયથી આ…

વધુ વાંચો >

માલવણિયા, દલસુખભાઈ ડાહ્યાભાઈ

માલવણિયા, દલસુખભાઈ ડાહ્યાભાઈ (જ. 22 જુલાઈ 1910, સાયલા, જિ. ઝાલાવાડ, સૌરાષ્ટ્ર; અ. 28 ફેબ્રુઆરી 2000) : જૈન, બૌદ્ધ તથા ભારતીય દર્શનના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિદ્વાન. માતા પાર્વતીબહેનની કૂખે જન્મ. જ્ઞાતિએ ભાવસાર, ધર્મે સ્થાનકવાસી જૈન. સાવ સામાન્ય ગરીબ કહી શકાય તેવા પરિવારના. પિતા કટલરીની દુકાન ચલાવતા અને ચાર દીકરા તથા એક દીકરીનું…

વધુ વાંચો >

મિથ ઑવ્ સિસિફસ, ધ

મિથ ઑવ્ સિસિફસ, ધ : આલ્બેર કામૂલિખિત નિબંધ. ‘ધ મિથ ઑવ્ સિસિફસ’ (1942; અં. ભા. 1955) નામના આ ટૂંકા પણ મહત્વના તાત્વિક નિબંધમાં કામૂએ ઍબ્સર્ડ તત્વ તથા માનવોની પરિસ્થિતિ અંગેની પોતાની વિભાવના સમજાવી છે. જે વિશ્વ સાથે માનવો વિષમતા અને મતભેદ અનુભવે છે તે વિશ્વમાં કશો અર્થ જ નથી તેમજ…

વધુ વાંચો >

મિલ, જેમ્સ

મિલ, જેમ્સ (જ. 6 એપ્રિલ 1773, નૉર્થવૉટર બ્રિજ, ફૉરફાસ્શાયર, સ્કૉટલૅન્ડ; અ. 23 જૂન 1836, લંડન) : બ્રિટિશ ચિંતક, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી. તેમણે એડિનબરો યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવ્યું અને પત્રકારત્વમાં કારકિર્દી ઘડવાના આશયથી 1802માં લંડન આવી આ ક્ષેત્રે વિવિધ કામગીરી બજાવી. પ્રારંભે ‘લિટરરી જર્નલ’ના અને ત્યારબાદ ‘સેંટ જેમ્સ ક્રૉનિકલ’ના સંપાદક બન્યા. આ…

વધુ વાંચો >

મિલ, જૉન સ્ટુઅર્ટ

મિલ, જૉન સ્ટુઅર્ટ (જ. 20 મે 1806, લંડન; અ. 8 મે 1873, ફ્રાન્સ) : અર્થશાસ્ત્રી અને ઉપયોગિતાવાદ તથા વ્યક્તિસ્વાતંત્ર્યના હિમાયતી પ્રગતિશીલ અંગ્રેજ ચિંતક. તેમના પિતા જેમ્સ મિલ ખ્યાતનામ ચિંતક હતા. બાળવયથી જ પિતાએ તેમના અભ્યાસનો આરંભ કરાવ્યો. તેજસ્વી બુદ્ધિપ્રતિભાના કારણે 8 વર્ષની વયે તેમણે ઈસપની બોધકથાઓ, ઝેનોફૉનની ‘અનૅબસિસ’ (Anabasis) અને…

વધુ વાંચો >