જ. પો. ત્રિવેદી
કૉલ્ચિકમ તથા કૉલ્ચિસીન
કૉલ્ચિકમ તથા કૉલ્ચિસીન : લીલીએસી કુટુંબની ઔષધીય વનસ્પતિ અને તેમાંથી નીકળતું ઔષધ. સૌપ્રથમ કાળા સમુદ્રના કૉલ્ચિસ બંદર નજીક ઊગેલી મળી આવી હોવાથી તેને કૉલ્ચિકમ નામ આપવામાં આવેલું. તેની યુરોપીય તથા ભારતીય બે ઉપજાતિઓ છે. યુરોપમાં કૉલ્ચિકમ ઑટમ્નેલ તથા ભારતમાં કૉલ્ચિકમ લ્યુટિયમ તરીકે મળે છે. આ વનસ્પતિનાં બીજ તથા ઘનકંદમાંથી કૉલ્ચિકમ…
વધુ વાંચો >ક્રાઉન ઈથર
ક્રાઉન ઈથર : (XCH2CH2) એકમોનું પુનરાવર્તન થતું હોય તેવાં દીર્ઘચક્રીય (macrocyclic) કાર્બનિક સંયોજનો [X = O, N, S, P વગેરેમાંથી કોઈ પણ વિષમ પરમાણુ (heteroatom) હોય. કેટલાક ક્રાઉન ઈથરમાં (XCH2)n અથવા (XCH2CH2CH2)n એકમો પણ હોઈ શકે. તેમની નામ પાડવાની પદ્ધતિ હજુ સુધી સારી રીતે વિકાસ પામેલી નથી પણ પ્રચલિત પદ્ધતિ…
વધુ વાંચો >ક્રિયાશીલ સમૂહો
ક્રિયાશીલ સમૂહો : રાસાયણિક સંયોજનના ભાગ રૂપે વિશિષ્ટ પ્રકારની પ્રક્રિયાઓ કરી શકે તેવા પરમાણુ યા પરમાણુ-સમૂહ. આ શબ્દો કાર્બનિક રસાયણના સંદર્ભમાં વપરાય છે, જે તેના વિભાગીકરણનો પાયો છે. સંતૃપ્ત હાઇડ્રૉકાર્બન સામાન્યત: ઓછાં સક્રિય સંયોજનો છે. તેમાં એક કે વધુ દ્વિબંધ અથવા ત્રિબંધ દાખલ કરાતાં તેના અણુની ક્રિયાશીલતા ખૂબ વધી જાય…
વધુ વાંચો >ક્રૅમ, ડોનાલ્ડ જેમ્સ
ક્રૅમ, ડોનાલ્ડ જેમ્સ (જ. 22 એપ્રિલ 1919, ચેસ્ટર, યુ.એસ; અ. 17 જૂન 2001, પાસ ડેઝર્ટ, યુ.એસ.) : અમેરિકન રસાયણવિદ અને સજીવ સૃષ્ટિમાં જોવા મળતા અણુઓ માટે વિશિષ્ટ એવી રાસાયણિક અને જૈવિક વર્તણૂકનું અનુસરણ કરી શકે તેવા અણુઓનું પ્રયોગશાળામાં સર્જન કરવા બદલ 1987ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. ક્રૅમે 1941માં…
વધુ વાંચો >ક્રોમોફોર
ક્રોમોફોર (Colour bearer) : રંગધારકો, જેને લીધે કાર્બનિક પદાર્થ રંગીન દેખાય અથવા જે વર્ણપટના ર્દશ્ય અને પારજાંબલી વિભાગમાં પ્રકાશનું અવશોષણ દર્શાવે, તે રંગઘટકોનો સમૂહ. દા.ત., – C = C-, – C-NO2, – N = N- સમૂહ વગેરે. પદાર્થ રંગીન હોવાનું કારણ શોધવાનો પ્રયત્ન આશરે 1870માં થયેલો. ક્વિનોન, ઍરોમૅટિક નાઇટ્રો અને…
વધુ વાંચો >ક્લૅથ્રેટ સંયોજનો
ક્લૅથ્રેટ સંયોજનો : વિશિષ્ટ પ્રકારની પિંજરીય રચનાવાળાં સંકીર્ણ (complex) સંયોજનો. તેમની રચનામાં યજમાન(host)-આગંતુક (guest) સંબંધ ધરાવતા અણુઓ રહેલા હોય છે. એક પદાર્થના અણુની ગોઠવણીમાં રહેલી ખાલી જગ્યાઓમાં બીજા પદાર્થના યોગ્ય પરમાણુઓ કે અણુઓ ગોઠવાઈ જવાથી મળતાં આવાં સંયોજનો સમાવિષ્ટ (included) સંયોજનો તરીકે પણ ઓળખાય છે. ક્વિનૉલ[હાઇડ્રોક્વિનોન, C6H4(OH)2]ની કેટલાંક વાયુરૂપ સંયોજનો…
વધુ વાંચો >ક્લોરિન
ક્લોરિન (Cl2) : આવર્તકોષ્ટકના 17મા (અગાઉના VIIમા) સમૂહમાં આવતું વાયુમય રાસાયણિક તત્વ. 1774માં શીલેએ મ્યુરિયાટિક ઍસિડ (HCl) સાથે મૅંગેનીઝ ડાયૉક્સાઇડને ગરમ કરી સૌપ્રથમ ક્લોરિન વાયુ મેળવ્યો. આ વાયુનો આછો લીલો રંગ (લીલાશ પડતો પીળો) હોવાથી હમ્ફ્રી ડેવીએ તેને ક્લોરિન (chloros = greenish yellow) નામ આપેલું. પૃથ્વીની સપાટી ઉપરના 16 કિમી.…
વધુ વાંચો >