જ. પો. ત્રિવેદી

સમાનધર્મી શ્રેણી

સમાનધર્મી શ્રેણી : કાર્બનિક રાસાયણિક સંયોજનોમાં અનુક્રમિક રીતે મિથીલીન CH2 સમૂહ ઉમેરતા જવાથી બનતાં સંયોજનોની શ્રેણી. આમ તે કાર્બનિક સંયોજનોની એવી શ્રેણી છે કે જેમાંનો પ્રત્યેક સભ્ય તેના પાડોશ(આગળના અથવા પાછળ)ના સમૂહ કરતાં પરમાણુઓના ચોક્કસ સમૂહ વડે અલગ પડે છે. શ્રેણીમાંના સભ્યોના રાસાયણિક ગુણધર્મો સમાન હોવાથી તેમને સમાનધર્મી (homologous) કહે…

વધુ વાંચો >

સમુદ્ર-રસાયણો

સમુદ્ર–રસાયણો સમુદ્ર અને તેમાંની જૈવસૃદૃષ્ટિમાંથી મેળવાતાં રસાયણો. સમુદ્ર કરોડો જાતિઓ(species)નું ઉદ્ગમસ્થાન છે. આજ સુધી આમાંની બહુ જ થોડી જાતિઓનાં નિષ્કર્ષણ મેળવી તેઓની જૈવિક ક્રિયાશીલતા(biological activities)નો અભ્યાસ થયો છે. આમાંથી મળેલાં ઘણાં રસાયણોનું ઔષધ તરીકે વ્યાપારીકરણ પણ થયું છે અને ઘણાં ચિકિત્સા-અભ્યાસ (clinical studies) હેઠળ છે. સમુદ્રી જીવોમાંથી મળેલાં જૈવક્રિયાશીલ (bio-active)…

વધુ વાંચો >

સલ્ફોનેમાઇડો (Sulphonamides) (ઔષધશાસ્ત્ર)

સલ્ફોનેમાઇડો (Sulphonamides) (ઔષધશાસ્ત્ર) : રાસાયણિક સમૂહ – SO2NH2 ધરાવતાં સંયોજનો. જે કોઈ સંયોજન આ સમૂહ ધરાવતું હોય અને ખાસ કરીને જીવાણુ દ્વારા લાગતા ચેપના ઉપચાર માટે વપરાતું હોય તે સલ્ફોનેમાઇડ કહેવાય છે. કેટલાંક બહુમૂત્રલો (diuretics) તથા મધુપ્રમેહ માટે વપરાતાં ઔષધોનો પણ આમાં સમાવેશ કરાય છે. જીવાણુ દ્વારા લાગતા ચેપ સામે…

વધુ વાંચો >

સલ્ફોનેશન (sulphonation) અને સલ્ફેશન (sulphation)

સલ્ફોનેશન (sulphonation) અને સલ્ફેશન (sulphation) : અણુ અથવા આયનની સંરચના(structure)માં રહેલ હાઇડ્રોજનને સ્થાને સલ્ફોનિક ઍસિડ (SO3H) સમૂહ દાખલ કરવાની પ્રક્રિયા (સલ્ફોનેશન); કાર્બન સાથે OSO2OH સમૂહ જોડાઈને ઍસિડ સલ્ફેટ (ROSO2OH) બનાવવાની અથવા બે કાર્બન પરમાણુઓ વચ્ચે  SO4  સમૂહ જોડાઈને સલ્ફેટ, ROSO2OR બનાવવાની રાસાયણિક પ્રક્રિયા તે સલ્ફેશન. સલ્ફોનેશનના પ્રકારોમાં ઍલિફૅટિક સંયોજનોને મુકાબલે…

વધુ વાંચો >

સંઘનન પ્રક્રિયાઓ (condensation reactions)

સંઘનન પ્રક્રિયાઓ (condensation reactions) : એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં બે અણુઓ સંયોજાઈ મોટો અણુ બનાવે અને તે દરમિયાન પાણી અથવા આલ્કોહૉલ જેવો નાનો અણુ દૂર થાય. આ વ્યાખ્યા બહુ સ્પષ્ટ નથી ગણાતી કારણ કે કેટલીક પ્રક્રિયાઓ યોગશીલન (addition) સોપાને જ અટકાવવી શક્ય હોય છે. અથવા જરૂર મુજબ આગળ પણ…

વધુ વાંચો >

સંરૂપણ (conformation)

સંરૂપણ (conformation) : કાર્બનિક અણુમાંના પરમાણુઓની એકલ (single) સહસંયોજક (covalent) બંધ (s બંધ) આસપાસ મુક્ત-ચક્રણ (મુક્ત-ઘૂર્ણન) દ્વારા મળતી બે કે વધુ ત્રિપરિમાણી રચનાઓ પૈકીની ગમે તે એક. અણુઓ s બંધના ઘૂર્ણન દ્વારા વિવિધ ભૌમિતીય સ્વરૂપો બનાવે તેવાં સ્વરૂપોને સંરૂપકો (conformers) કહે છે. આ બધાં સ્વરૂપો જુદાં જુદાં સંયોજનો નથી હોતાં,…

વધુ વાંચો >

સંશ્લેષણ-વાયુ (synthesis gas અથવા syngas)

સંશ્લેષણ–વાયુ (synthesis gas અથવા syngas) : વિવિધ કાર્બનિક અને અકાર્બનિક સંયોજનોના સંશ્લેષણ માટે ઉપયોગમાં લેવાતા વાયુમિશ્રણો પૈકીનું એક. તે લગભગ 2થી 3 કદ હાઇડ્રોજન અને 1 કદ કાર્બન મૉનૉક્સાઇડનું મિશ્રણ છે અને મિથેનોલ તથા એમોનિયાના સંશ્લેષણ માટેનો સ્રોત ગણાય છે. જોકે બંને કિસ્સામાં વાયુમિશ્રણ એકસરખું હોતું નથી. આવાં વાયુમિશ્રણો કોક…

વધુ વાંચો >

સંશ્લેષિત એસ્ટ્રોજન

સંશ્લેષિત એસ્ટ્રોજન : માદાના લૈંગિક અંતસ્રાવો. લૈંગિક અંત:સ્રાવો મુખ્યત્વે ત્રણ વિભાગમાં વહેંચી શકાય : (1) માદાના લૈંગિક અંત:સ્રાવો – એસ્ટ્રોજન, (2) નરના લૈંગિક અંત:સ્રાવો – એન્ડ્રોજન તથા (3) ગર્ભાવસ્થા દરમિયાન સ્રવતા અંત:સ્રાવો – પ્રોજેસ્ટિન (progestin). સૌથી પહેલો લૈંગિક અંત:સ્રાવ એસ્ટ્રોન (oestrone or estrone) અલગ પડાયેલો. જર્મનીની ગોટિંગન યુનિવર્સિટીના ઍડોલ્ફ બ્યુટેનાન્ડટ…

વધુ વાંચો >

સંશ્લેષિત ઔષધો (synthetic drugs)

સંશ્લેષિત ઔષધો (synthetic drugs) કુદરતી પ્રવિધિ દ્વારા અથવા કુદરતી સ્રોતોમાંથી પ્રાપ્ત થતાં ઔષધોને બદલે કામ આપી શકે તેવાં વિશિષ્ટ રીતે પરિરૂપિત (designed) અને કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવામાં આવતાં ઔષધો. આ સંશ્લેષણ એ ઔષધો આણ્વીય સ્તરે કેવી રીતે વર્તે છે તેના ઉપર આધારિત છે. આવું ઔષધ શરીરમાંના આણ્વીય લક્ષ્ય સાથે આંતર-પ્રક્રિયા…

વધુ વાંચો >

સાબુકરણ-આંક

સાબુકરણ–આંક : 1 ગ્રા. તેલ અથવા ચરબી જેવાં એસ્ટરનું પૂર્ણ જળવિભાજન કરવાથી નીપજેલા ઍસિડનું તટસ્થીકરણ કરવા માટે આવશ્યક પોટૅશિયમ હાઇડ્રૉક્સાઇડનું મિલીગ્રામમાં વજન. જેમ એસ્ટરનો અણુભાર ઓછો તેમ તેનો સાબુકરણ-આંક ઊંચો. ‘સાબુકરણ’ શબ્દનો અર્થ સાબુ બનાવવો એમ થાય છે. ચરબીના આલ્કલી દ્વારા જળવિભાજનથી સાબુ બનાવી શકાય છે. સાબુ એ ખૂબ લાંબી…

વધુ વાંચો >