જ. પો. ત્રિવેદી

વનસ્પતિજ વર્ણકો (plant pigments)

વનસ્પતિજ વર્ણકો (plant pigments) : જીવંત છોડવાં દ્વારા ઉત્પન્ન કરાતા કુદરતી કાર્બનિક રંગકારકો (colourants). આમાંના કેટલાક પ્રાણીઓમાં પણ મળી આવે છે. કેટલાંક કેરૉટિનોઇડ સંયોજનો (પર્ણપાતિકાભો, carotenoids) વનસ્પતિજ તથા પ્રાણીજ – એમ બંને સ્રોત દ્વારા મળે છે. વનસ્પતિમાં કેરૉટિનોઇડો એસ્ટર કે પ્રોટીન-સંકીર્ણો રૂપે કલિલીય અવસ્થામાં મળે છે. જ્યારે પ્રાણીઓમાં તે ચરબીમાં…

વધુ વાંચો >

વર્ણકો (pigments)

વર્ણકો (pigments) સામાન્ય રીતે પૃષ્ઠ-વિલેપન (surface coating) માટે વપરાતા રંગીન, કાર્બનિક અથવા અકાર્બનિક, જળ-અદ્રાવ્ય પદાર્થો. ઉદ્યોગમાં તેઓ શાહી (ink), પ્લાસ્ટિક, રબર, ચિનાઈ માટી(કામ)-ઉદ્યોગ, કાગળ તેમજ લિનોલિયમને રંગીન બનાવવા માટે વપરાય છે. સામાન્ય રીતે વર્ણકો પેઇન્ટમાં રંગ, ચળકાટ અને અપારદર્શકતા લાવવા તથા ધાત્વીય દેખાવનો ઉઠાવ આપવા માટે ઉમેરાય છે. આ ઉપરાંત…

વધુ વાંચો >

વર્તન-જનીનવિજ્ઞાન (Human Behavioural Genetics)

વર્તન-જનીનવિજ્ઞાન (Human Behavioural Genetics) : માનસિક વલણો તથા વર્તણૂક અંગેની સમજૂતી આપતું જનીનવિજ્ઞાન. આ વિજ્ઞાન સૌપ્રથમ ‘સુપ્રજનનવાદ’ની ચળવળ સાથે સંકળાયેલું ગણાતું, જેનો પાયો ઓગણીસમી સદીમાં ફ્રાન્સિસ ગાલ્ટને નાંખેલો. સુપ્રજનનવાદ માનવીની સુધારેલી ઉત્તમ પ્રકારની નસ્લ(સંતતિ)ના પ્રજનન માટેની આવદૃશ્યકતા ઉપર ભાર મૂકતો. શારીરિક-માનસિક અસાધ્ય રોગ કે ખોડખાંપણવાળી વ્યક્તિઓને સંતતિનિર્માણ કરતાં રોકવી તથા…

વધુ વાંચો >

વર્નર, આલ્ફ્રેડ

વર્નર, આલ્ફ્રેડ (જ. 12 ડિસેમ્બર 1866, મુલહાઉસ, ફ્રાન્સ; અ. 15 નવેમ્બર 1919, ઝુરિક, સ્વિટ્ઝર્લૅન્ડ) : ઉપસહસંયોજક (coordination) સંયોજનો અંગેના આધુનિક સિદ્ધાંતના સ્થાપક અને 1913ના વર્ષ માટેના રસાયણશાસ્ત્ર વિષયના નોબેલ પુરસ્કારવિજેતા. વર્નરમાં જર્મન તથા ફ્રેન્ચ સંસ્કૃતિનો સુભગ સંગમ થયો હતો. તેઓ સામાન્ય રીતે જર્મન ભાષામાં લખતા. 20 વર્ષની વયથી તેઓ સ્વિટ્ઝર્લૅન્ડમાં…

વધુ વાંચો >

વલ્કેનાઇઝેશન

વલ્કેનાઇઝેશન : અપરિષ્કૃત (crude) રબરને ગંધક અથવા ગંધકનાં સંયોજનો સાથે ગરમ કરી તેને સખત અને ઉપયોગી સ્વરૂપમાં ફેરવવાની વિધિ. 1839માં અમેરિકાના ચાર્લ્સ ગુડઇયર દ્વારા એક પ્રયોગ દરમિયાન સલ્ફર અને રબરનું મિશ્રણ અકસ્માતે ગરમ સ્ટવ ઉપર ઢોળાઈ જતાં ગરમી વડે સંસાધન (curing) થવાથી તે કઠોર (tough) અને મજબૂત બની ગયું. આમ…

વધુ વાંચો >

વાઇનાઇલ ક્લૉરાઇડ

વાઇનાઇલ ક્લૉરાઇડ : કાર્બનિક હેલોજન સંયોજનોના સમૂહનો રંગવિહીન, જ્વલનશીલ, વિષાળુ વાયુ. તે ક્લોરોઇથિલીન અથવા ક્લોરૉઇથિન તરીકે પણ ઓળખાય છે. સૂત્ર H2C = CHCl. તે ખૂબ અગત્યનો એકલક (monomer) છે. વાઇનાઇલ પ્રકારનાં સંયોજનોમાં હેલોજન પરમાણુ અસંતૃપ્ત કાર્બન સાથે જોડાયેલો હોય છે. આ પ્રકારનાં સંયોજનો તેમનામાંના કાર્બન-હેલોજન બંધના સ્થાયિત્વ માટે નોંધપાત્ર છે.…

વધુ વાંચો >

વાઇનાઇલીડીન ક્લોરાઇડ (1, 1-ડાઇક્લોરોઇથિલીન)

વાઇનાઇલીડીન ક્લોરાઇડ (1, 1-ડાઇક્લોરોઇથિલીન) : રંગવિહીન, ઘટ્ટ (dense), બાષ્પશીલ, જ્વલનશીલ, હૅલોજનયુક્ત કાર્બનિક સંયોજન. સૂત્ર H2C = CCl2. તે સહબહુલકો બનાવવા માટે વપરાતું નીચા ઉત્કલનબિંદુવાળું (37o સે.) પ્રવાહી છે. 1-1,2ટ્રાઇક્લોરોઇથેન ઉપર આલ્કલીની પ્રક્રિયા દ્વારા અથવા તેના ઉષ્મીય વિઘટનથી મેળવાય છે. ખૂબ  સહેલાઈથી બહુલીકરણ પામતું પ્રવાહી હોવાથી તેનો મુખ્ય ઉપયોગ સહબહુલકો બનાવવામાં…

વધુ વાંચો >

વિકૃતિ-સિદ્ધાંત (strain theory)

વિકૃતિ-સિદ્ધાંત (strain theory) : નાનાં વલયો(rings)વાળાં એલિફેટિક (aliphatic) ચક્રીય (cyclic) સંયોજનોની ક્રિયાશીલતા અને તેમનું સ્થાયિત્ય (stability) દર્શાવતો સિદ્ધાંત. આ સિદ્ધાંત મ્યૂનિક યુનિવર્સિટીના એડૉલ્ફ વૉન બાયરે 1885માં રજૂ કર્યો હતો. બાયરે સૌપ્રથમ દર્શાવ્યું કે સમચતુષ્ફલક (regular tetrahedron)ના ખૂણા (corners) અને કેન્દ્ર (centre) વચ્ચે બનતો કોણ (angle) 109° 28´, એ સમપંચભુજ નિયમિત…

વધુ વાંચો >

વિગ્નૉડ, વિન્સેન્ટ ડુ

વિગ્નૉડ, વિન્સેન્ટ ડુ (જ. 18 મે 1910, શિકાગો, યુ.એસ.; અ. 11 ડિસેમ્બર 1978, વ્હાઇટ પ્લેઇન્સ, ન્યૂયૉર્ક, યુ.એસ.) : અમેરિકન જૈવરસાયણ અને વાઝોપ્રેસીન અને ઑક્સિટોસીન નામના બે પીયૂષ  અંત:સ્રાવો(pituitary hormones)ના અલગીકરણ અને સંશ્લેષણ બદલ 1955ના વર્ષના રસાયણશાસ્ત્ર વિષય માટેના નોબેલ પુરસ્કાર-વિજેતા. ઇલિનોઇ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી તેમણે 1923માં બી.એસસી. તથા 1924માં એમ.એસસી.…

વધુ વાંચો >

વિટામિનો (vitamins)

વિટામિનો (vitamins) પ્રાણીઓને પોતાની તંદુરસ્તી જાળવી રાખવા તેમજ શરીરની સામાન્ય કાર્યપ્રણાલીઓ માટે આવશ્યક એવાં પ્રમાણમાં ઓછાં, પણ જરૂરી, કાર્બનિક સંયોજનોનો એક સમૂહ. સામાન્ય રીતે 14 જેટલાં મુખ્ય વિટામિનો જાણીતાં છે. તેમાં જળદ્રાવ્ય વિટામિન B સંકીર્ણ [9 સંયોજનો : B1 (થાયામિન), B2 (રિબોફ્લેવીન), B6 (પિરિડૉક્સિન), B12 (સાયનો કૉબાલામિન અથવા કૉબાલામિન), ફૉલિક…

વધુ વાંચો >