જ. પો. ત્રિવેદી
લેટેક્સ
લેટેક્સ : સૅપોડિલા (Sapodilla) વર્ગનાં વૃક્ષોમાંથી ઝરતો, પાણીમાં રબરના કણોના પાયસ(emulsion)રૂપી દૂધ જેવો પદાર્થ. રબરનો તે પ્રાકૃત (કુદરતી) સ્રોત છે. તે પ્રોટીન વડે આચ્છાદિત રબર હાઇડ્રોકાર્બનની ગોલિકાઓ (globules) ધરાવે છે. આ કણો અનિયમિત આકારના, 0.5 થી 3 માઇક્રૉન વ્યાસના હોય છે. કણો ઉપરના વીજભારને કારણે નિલંબન (suspension) સ્થાયી હોય છે.…
વધુ વાંચો >લૅનોલિન (lanolin)
લૅનોલિન (lanolin) : ઘેટાના કાચા (raw) ઊન પર રહેલા મીણ જેવા ચીકણા આવરણમાંથી મળતો પદાર્થ. કાંતણ માટે તૈયાર કરાતા ઊનની તે આડપેદાશ છે. ઊનને યોગ્ય દ્રાવકની માવજત આપવાથી મળતા અપરિષ્કૃત (crude) ગ્રીઝ અથવા મીણને પાણીમાં મસળી અથવા સાબુના દ્રાવણ વડે તેનું અભિમાર્જન (scouring) કરી, અપકેન્દ્રણ કરવામાં આવે છે. આ રીતે…
વધુ વાંચો >લૅન્કેસ્ટર, ફ્રેડરિક વિલિયમ
લૅન્કેસ્ટર, ફ્રેડરિક વિલિયમ (જ. 1868, લંડન; અ. 1946) : મોટરકાર તથા વૈમાનિકીનો પ્રારંભિક સંશોધક. બ્રિટનમાં લૅન્કેસ્ટરે 1895માં સૌપ્રથમ પ્રાયોગિક ધોરણે મોટરકાર બનાવેલી. તેમણે લૅન્કેસ્ટર એન્જિન કંપનીની 1899માં સ્થાપના કરી. પ્રસિદ્ધ મોટરકાર તથા અંતર્જલન એન્જિનના શોધક ડેઇમલરે સ્થાપેલી કંપનીમાં લૅન્કેસ્ટર સલાહકાર-તજ્જ્ઞ હતા. 1907-1908 દરમિયાન તેમણે વાયુગતિવિદ્યા (aero-dynamics) ઉપર બે ભાગમાં પુસ્તક…
વધુ વાંચો >લેવાઝિયે, ઍન્તૉન લૉરેન
લેવાઝિયે, ઍન્તૉન લૉરેન (જ. 26 ઑગસ્ટ 1743, પૅરિસ; અ. 8 મે 1794, પૅરિસ) : આધુનિક રસાયણશાસ્ત્રના સ્થાપક ફ્રેન્ચ રસાયણજ્ઞ અને સમાજસુધારક. વકીલ પિતાના પુત્ર લેવાઝિયેએ પૅરિસની માઝારિન કૉલેજમાં અભ્યાસ કર્યો (1754-61) અને ભાષા, સાહિત્ય તથા ફિલસૂફીના શિક્ષણ ઉપરાંત ગણિત, ખગોળ, રસાયણ અને વનસ્પતિશાસ્ત્રમાં પણ તાલીમ મેળવી. 1761-64ના ગાળામાં કાયદાના અભ્યાસ…
વધુ વાંચો >લેવિસ સિદ્ધાંત
લેવિસ સિદ્ધાંત : ઍસિડ અને બેઝ અંગેના બ્રોન્સ્ટેડલોરીના પ્રોટૉન સ્થાનાંતરણ સિદ્ધાંત(1923)નો વ્યાપ વધારતો સિદ્ધાંત. 1923માં ગિલ્બર્ટ ન્યૂટન લેવિસે નોંધ્યું કે બ્રોન્સ્ટેડ ઍસિડ (પ્રોટૉનદાતા) [રાસાયણિક જાતિ(species)માં રહેલો હાઇડ્રોજન] અન્ય કોઈ સ્પીસીઝમાંથી ઇલેક્ટ્રૉન-યુગ્મ સ્વીકારે છે અને પોતે બે ઇલેક્ટ્રૉન ધારણ કરી પોતાની કક્ષક પૂર્ણ કરે છે. જ્યારે બેઝ એવી રાસાયણિક સ્પીસીઝ છે,…
વધુ વાંચો >લેસિથીન
લેસિથીન : કોષસંરચના અને ચયાપચય(metabolism)માં અગત્યનું એવું ફૉસ્ફોલિપિડ (ફૉસ્ફોગ્લિસેરાઇડ). તે ફૉસ્ફેટિડાઇલ કોલાઇન પણ કહેવાય છે. તે ગ્લિસેરાઇલ-3-ફૉસ્ફોરિલકોલાઇનનો દ્વિ-ચરબીજ ઍસિડનું વ્યુત્પન્ન છે. બંધારણીય સૂત્ર : જ્યાં R અને R´ ચરબીજ ઍસિડસમૂહો છે. આ બે ઍસિડની પ્રકૃતિ અને સ્થાન પ્રમાણે ભિન્ન ભિન્ન જૈવિક કાર્યોવાળાં લેસિથીન મળે છે. લેસિથીન શબ્દ ફૉસ્ફોગ્લિસેરાઇડના મિશ્રણ માટે…
વધુ વાંચો >લૅંગમ્યૂર, અરવિંગ
લૅંગમ્યૂર, અરવિંગ (જ. 31 જાન્યુઆરી 1881, બ્રુકલિન, ન્યૂયૉર્ક; અ. 16 ઑગસ્ટ 1957, ફાલ્માઉથ, મૅસેચૂસેટ્સ) : યુ.એસ.ના રસાયણવિદ અને 1932ના વર્ષના રસાયણશાસ્ત્ર વિષયના નોબેલ પુરસ્કાર વિજેતા. કુટુંબના ચાર પુત્રો પૈકીના ત્રીજા અરવિંગ છ વર્ષની નાની વયથી જ તેમના મોટા ભાઈ આર્થરના રાસાયણિક પદાર્થો ઉપરના પ્રયોગો તરફ આકર્ષાયેલા. અરવિંગની 13 વર્ષની ઉંમરે…
વધુ વાંચો >લોથર મેયરનો વક્ર
લોથર મેયરનો વક્ર : જર્મન વૈજ્ઞાનિક લોથર મેયર દ્વારા 1868-69માં રજૂ કરાયેલ તત્વોના પરમાણુભાર અને તેમના કેટલાક ગુણધર્મો વચ્ચેનો આવર્તનીય(periodic) સંબંધ દર્શાવતો વક્ર. આ અગાઉ તેમણે 1864માં 49 તત્વોની સંયોજકતા(valences)નું એક કોષ્ટક પ્રકાશિત કરેલું. અકાર્બનિક રસાયણશાસ્ત્રના અભ્યાસમાં તત્વોના રાસાયણિક ગુણધર્મોની આવર્તિતા (periodicity)નો ખ્યાલ કેન્દ્ર-સ્થાને છે. 1913માં એચ. જી. જે. મોસેલીએ…
વધુ વાંચો >લોમોનોસૉવ, મિખાઇલ વાસિલ્યેવિચ (Lomonosov, Mikhail Vasilyevich)
લોમોનોસૉવ, મિખાઇલ વાસિલ્યેવિચ (Lomonosov, Mikhail Vasilyevich) (જ. 19 નવેમ્બર 1711, ખોલ્મોગોરી પાસે, રશિયા; અ. 15 એપ્રિલ 1765, સેંટ પીટર્સબર્ગ, રશિયા) : રશિયન કવિ, વ્યાકરણશાસ્ત્રી અને વૈજ્ઞાનિક. તેઓ પહેલા રશિયન ભાષાકીય સુધારાવાદી ગણાય છે. પ્રાકૃતિક વિજ્ઞાનમાં સારો એવો ફાળો આપવા ઉપરાંત તેમણે સેંટ પીટર્સબર્ગ ઇમ્પીરિયલ એકૅડેમી ઑવ્ સાયન્સિઝનું પુનર્ગઠન કર્યું. મૉસ્કોમાં…
વધુ વાંચો >લ્યૂસાઇટ (રસાયણશાસ્ત્ર)
લ્યૂસાઇટ (રસાયણશાસ્ત્ર) : ખૂબ ઊંચા અણુભારવાળો સંશ્લેષિત કાર્બનિક બહુલક. તેનાં અન્ય વ્યાપારી છાપ (trade mark) ધરાવતાં નામો પરસ્પેક્સ (perspex) તથા પ્લેક્સિગ્લાસ (plexiglas) છે. રાસાયણિક દૃષ્ટિએ તે પૉલિમિથાઇલ મિથાક્રિલેટ ઍસ્ટર નામના એકલક(monomer)ની લાંબી શૃંખલા(long chain)માં બહુલકીકરણ પ્રવિધિ કરતાં તે મળે છે. આ પ્રવિધિ ઊંચા તાપમાને કે પ્રકાશની હાજરીમાં યોગ્ય ઉદ્દીપકની ઉપસ્થિતિમાં…
વધુ વાંચો >