જ. પુ. ભટ્ટ
ગુવાર
ગુવાર : દ્વિદળી વર્ગમાં આવેલા પેપિલિયોનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cyamopsis tetragonoloba (Linn) Taub. Syn. C. psoralioides DC. (સં. ગૌરાણી, ગોરક્ષાફલિની; હિં. ગ્વાર; મ. ગોંવારી, બાંવચ્યા; ત. ગોરચિકુડુ, અં. ક્લસ્ટર બીન) છે. તેના સહસંબંધીઓમાં બાવચી, ઈકડ, અગથિયો, ભળતું જેઠીમધ, તણછ, તારછોડ વગેરે છે. સ્વરૂપ : તેના છોડ એકવર્ષાયુ,…
વધુ વાંચો >ગૂંદી
ગૂંદી : દ્વિદળીના ઇહરેશિયેસી કુળનો છોડ. હિં. लसुडे, અં. Lasora/sebestan, લૅટિન પ્રજાતિ Cordia sp. પ્રારંભમાં કુળ Boraginaceaeમાં તેનો સમાવેશ થયેલ પરંતુ પછી ગૂંદી-Cordia, કજિયાળી, Ehretia રૂડિયો —Kotula અને કારવાસ — Sericostomma એ ચાર વનસ્પતિઓનું જુદું કુળ રચાયું છે. Cordiaની સાત જાતિઓ ગુજરાતમાં મળે છે. તે પૈકી વડ ગૂંદો, મોટો ગૂંદો…
વધુ વાંચો >ચીકુ
ચીકુ : દ્વિદળી વર્ગમાં આવેલા સેપોટેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Achras sapota Linn. (ગુ., મ., હિં. : ચીકુ; અં. સેપોડિલા) છે. તે 3–4 મી. ઊંચું નાનકડું વૃક્ષ છે. તે વાતરોધી (wind-resistant) હોય છે. તેની છાલમાંથી સફેદ ગુંદર જેવો ક્ષીરરસ (latex) સ્રવે છે. જેને ‘ચિકલ’ (chicle) કહે છે. પર્ણો મધ્યમ…
વધુ વાંચો >જામફળ (જમરૂખ)
જામફળ (જમરૂખ) : સર્વભોગ્ય મીઠું ફળ. અં. common guava; લૅ. Psiolium guajava L. જામફળનું વતન મેક્સિકોથી પેરૂના મધ્ય ભાગને માનવામાં આવે છે. ભારતમાં તેનો પ્રવેશ સ્પૅનિશ લોકો દ્વારા સોળમી શતાબ્દી દરમિયાન થયો. ભારતમાં વાવેતરના ક્ષેત્રફળની ર્દષ્ટિએ જામફળનો ક્રમ આંબા, કેળ, લીંબુ વર્ગનાં ફળ તથા સફરજન પછી પાંચમો અને ઉત્પાદનની ર્દષ્ટિએ…
વધુ વાંચો >દૂધી
દૂધી : (તુંબડું) દ્વિદળી વર્ગના કુકરબીટેસી કુળની મોટી વેલારૂપ વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Lagenaria siceraria(Mol.) Standl. syn.L. leucantha Rusby; L. Vulgaris ser. (સં. અલાબુ, ઇશ્વાકુ, દુગ્ધતુંબી; મ. દુધ્યા, ભોંપળા, હિં. કદૂ, લૌકી, તુંબી; બં. લાઉ, કધૂ; ક.હાલગુંબળ, શિસોરે; તા. શોરાક્કાઈ; અં. બૉટલ ગુઅર્ડ) છે. દૂધી ઘણી મોટી, રોમમય, આરોહી કે…
વધુ વાંચો >દ્રાક્ષ
દ્રાક્ષ : દ્વિદળી વર્ગમાં આવેલા વાઈટેસી કુળની મોટી પર્ણપાતી આરોહી વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Vitis vinifera Linn. હિં. અંગુર; ગુ. મ. તે. કન્ન. ઓ. દ્રાક્ષ; અં. common grape છે. તે આરોહણની ક્રિયા પર્ણની સામે આવેલા લાંબા, ઘણુંખરું દ્વિશાખી સૂત્ર દ્વારા કરે છે. પ્રકાંડ લગભગ 35 મી. લાંબું હોય છે. જોકે…
વધુ વાંચો >નારંગી
નારંગી : દ્વિદળી વર્ગમાં આવેલા રુટેસી (Rutaccae) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Citrus reticulata Bhanco (હિં. ગુ. નારંગી, સંતરા; બં કામલા લેબુ; ક. કિત્તાલે; મ. સંતરા; મલા. મધુરનારક; તા. કામલા, કૂર્ગ કુડગુ ઑરેન્જ; તે. નારંગમુ; ફા. નારંજ, અં લૂઝ-સ્કિન્ડ ઑરેન્જ, મૅન્ડરિન, ટજરિન મૅન્ડરિન ઑરેન્જ) છે. લીંબુ, મોસંબી, પપનસ વગેરે તેની…
વધુ વાંચો >નારિયેળી
નારિયેળી : એકદળી વર્ગમાં આવેલા એરીકેસી (પામી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cocos nucifera Linn. (સં. નારિકેલ; હિં. નારિયલ; બં. દાબ, નારિકેલ; મ. નારેલ; નારળી, તે. કૉબ્બારિચેટ્ટુ, ટેંકાયા, તા. ટેન્નામારં, ટેંકાઈ, ક. ટેંગુ, ટેંગિનમારા, મલા, થેન્ના, નારિકેલમ; ફા. જોજહિંદી, અ નારજીલ, અં. કોકોનટ પામ) છે. તે લગભગ 24 મી.…
વધુ વાંચો >નાસપાતી
નાસપાતી : દ્વિદળી વર્ગમાં આવેલા રોઝેસી(ગુલાબાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pyrus communis Linn. (ગુ. નાસપાતી, કા., પં., ઉ.પ્ર. બાગુગોશા; અં. કૉમન અથવા યુરોપિયન પે’અર) છે. તે યુરોપ અને એશિયાના સમશીતોષ્ણ પ્રદેશોમાં થાય છે. બાહ્ય લક્ષણો : તેનું વૃક્ષ પહોળો પિરામિડ આકારનો પર્ણમુકુટ ધરાવે છે. પર્ણો વર્તુળી-અંડાકાર(orbicularovate)થી માંડી ઉપવલયાકાર (elliptic),…
વધુ વાંચો >પપૈયું
પપૈયું : દ્વિદળી વર્ગના કેરિકેસી (એરંડકર્કટી) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Carica indica L. (સં. વાતકુંભફલ, મધુકર્કટી, એરંડકર્કટી, એરંડચિર્ભટ; હિં. પપાયા, પપીતા, એરંડકકડી, એરંડખરબૂજા; બં. પપેયા, પેપે, પપીતા વાતાલેબુ; મ. પપઇ, પપાયા; ગુ. પપૈયું, પોપૈયો, એરંડકાકડી, પપમ; પં. પપીતા, એરંડખરબૂઝા, તમ. પપ્યાય, બપ્પાગાઈ, પપ્પલિ; મલા. ઓમાકાઇ, કર્માસુ; તે. બોપ્પયિ; ક.…
વધુ વાંચો >