જ્યોતીન્દ્ર ન. દેસાઈ
રેસા પ્રકાશિકી (fiber optics)
રેસા પ્રકાશિકી (fiber optics) : ટેલિવિઝન અને રેડિયો-સંકેતો લઈ જતા પ્લાસ્ટિક કે કાચના કેબલ અથવા પ્રકાશના નિર્દેશક કે પ્રતિબિંબો મોકલનાર એક જ કે સંખ્યાબંધ પ્લાસ્ટિક કે કાચના રેસાવાળું પ્રકાશીય તંત્ર. યોગ્ય પ્રકારના પારદર્શક પદાર્થના પાતળા રેસા પ્રકાશ-કિરણનું તેમની અંદર એવી રીતે વહન કરવાની ક્ષમતા ધરાવે છે કે જે દરમિયાન (આદર્શ…
વધુ વાંચો >રોમન ગણરાજ્યનું તિથિપત્ર
રોમન ગણરાજ્યનું તિથિપત્ર : રોમન સામ્રાજ્યના પ્રભાવ તળે સ્વીકારાયેલ અને અમલમાં આવેલ તિથિપત્ર. વિશ્વભરના વ્યવહારમાં હવે જે સર્વસામાન્ય સ્વીકૃતિ પામેલ છે તે પ્રકારના તિથિપત્ર ‘Julian- Gregarian calendar’નાં મૂળ રોમન સામ્રાજ્યના તિથિપત્રમાં રહેલ છે. હાલના પ્રકારનું તિથિપત્ર ઈ. પૂ. 46ના વર્ષમાં તે સમયના રોમન સમ્રાટ જૂલિયસ સીઝર(Julius Caesar)ના એક ફરમાન દ્વારા…
વધુ વાંચો >રૉશની ઉપગ્રહ-મર્યાદા
રૉશની ઉપગ્રહ-મર્યાદા : ગ્રહો અને ઉપગ્રહોની વચ્ચે અતૂટ સંબંધ જાળવતી અંતરની મર્યાદા. ગ્રહો અને ઉપગ્રહોની સૃષ્ટિમાં, ઉપગ્રહો તેમના અને તેમની કક્ષાના કેન્દ્રમાં રહેલ ગ્રહ વચ્ચેના અંતરમાં મર્યાદા જાળવે છે ! જો તે આ મર્યાદાનું ઉલ્લંઘન કરીને વધુ નજદીક આવે તો તે તૂટી જાય. અંતરની આ મર્યાદા, તે રૉશ(Roche)ની ઉપગ્રહ-મર્યાદા. આવી…
વધુ વાંચો >લાગ્રાન્જબિંદુઓ (Lagrange points)
લાગ્રાન્જબિંદુઓ (Lagrange points) : પરસ્પર કક્ષાભ્રમણ કરતા તારાયુગ્મ કે પછી તારા અને તેના ગ્રહ જેવા બે દળદાર પદાર્થોના સંયુક્ત ગુરુત્વાકર્ષણક્ષેત્રમાં આવેલ પાંચ વિશિષ્ટ બિંદુઓ. તેની શોધ જૉસેફ લાગ્રાન્જ (Joseph Lagrange) નામના ગણિતવિજ્ઞાનીએ 1772માં કરી અને તેથી આ બિંદુઓ લાગ્રાન્જબિંદુઓ તરીકે જાણીતાં થયાં છે. બે દળદાર પદાર્થો વચ્ચેના વિસ્તારમાં ચોક્કસ સ્થાને…
વધુ વાંચો >લીપ વર્ષ (leap year)
લીપ વર્ષ (leap year) : પાશ્ચાત્ય પ્રણાલી અનુસારનું વર્ષ (365 દિવસ ધરાવતા સામાન્ય વર્ષ કરતાં એક વધુ દિવસ, એટલે કે 366 દિવસ ધરાવતું વર્ષ). તે 366 દિવસ ધરાવતી ઈસવી સન જ છે. સામાન્ય રીતે ઈસવી સનની અવધિ 365 દિવસની હોય છે, પરંતુ ચોથું વર્ષ આ પ્રકારનું હોય છે. (100 વર્ષે…
વધુ વાંચો >વક્રી ગતિ (retrograde motion)
વક્રી ગતિ (retrograde motion) : સામાન્યથી વિરુદ્ધ દિશાની ગતિ. ખગોળમાં ગ્રહોની ગતિના સંદર્ભમાં ‘વક્રીગતિ’ એટલે કે ‘વક્રી’ અને ‘ગતિ’ એ શબ્દ અલગ અર્થોમાં વપરાય છે. એક અર્થ ફળજ્યોતિષ એટલે કે જ્યોતિષવિદ્યા(astrology)ના સંદર્ભમાં છે, જ્યારે બીજો અર્થ ખગોળવિજ્ઞાન એટલે કે ખગોળવિદ્યા-(astronomy)ના સંદર્ભમાં છે. મૂળ તો જોકે વક્રી એટલે ફળજ્યોતિષના સંદર્ભમાં, પૃથ્વી…
વધુ વાંચો >વર્જિત રેખાઓ (forbidden lines)
વર્જિત રેખાઓ (forbidden lines) : બે સ્તરો વચ્ચેના પરમાણુના આવાગમન(transition)ને અનુરૂપ તરંગલંબાઈની ન મળતી રેખાઓ. ઉત્તેજિત પરમાણુઓ દ્વારા થતા વિદ્યુતચુંબકીય વિકિરણો(જેવા કે પ્રકાશ)નું ઉત્સર્જન પરમાણુના પ્રકાર પર આધાર રાખતી કેટલીક નિશ્ચિત તરંગલંબાઈઓ પર જ થાય છે, અને આ કારણે ઉત્તેજિત કરાયેલ વાયુના ઉત્સર્જનમાં નિશ્ચિત તરંગલંબાઈઓ પર તેજસ્વી રેખાઓ જણાય છે.…
વધુ વાંચો >વર્ણાનુસારી પ્રકાર (spectral class)
વર્ણાનુસારી પ્રકાર (spectral class) : તારાઓનું તેમના વર્ણપટ (spectra) અનુસાર વર્ગીકરણ. તેને વર્ણાનુસારી પ્રકાર (spectral class) પણ કહેવાય છે. વર્ણપટમાપક સાધન દ્વારા તારાના પ્રકાશનું વિશ્લેષણ કરતાં તેમના વર્ણપટમાં વિવિધ રેખાઓ (મુખ્યત્વે શોષણ-રેખાઓ અને કેટલાક વિશિષ્ટ પ્રકારના તારાઓમાં થોડી ઉત્સર્જન- રેખાઓ) જણાય છે, જે ફ્રૉનહૉફર(Fraunhaufer)-રેખાઓ માટે ઓળખાય છે. આ પ્રકારની રેખાઓ…
વધુ વાંચો >વર્ણાંક (Colour Index)
વર્ણાંક (Colour Index) : દીપ્તિમાપક અભ્યાસ (photometery) દ્વારા તારાઓનું ભૌતિક સ્વરૂપ તારવવા માટે વપરાતો મહત્વનો અંક. વર્ણાંક, તારાની તેજસ્વિતામાં, વર્ણપટના જુદા જુદા વિસ્તારોમાં તેજસ્વિતામાં જણાતો તફાવત દર્શાવે છે. સપાટીના તાપમાન અનુસાર, વિકિરણોના ઉત્સર્જનનું પ્રમાણ વર્ણપટના વિવિધ વિસ્તારોમાં બદલાતું હોવાથી વર્ણાંક તારાની સપાટીના તાપમાનનો સૂચક છે. વર્ણાંકની વ્યાખ્યા સમજવા માટે પહેલાં…
વધુ વાંચો >વલયગોલક (Armillary sphere)
વલયગોલક (Armillary sphere) : આકાશી ગોલક પર આકાશી જ્યોતિઓનાં સ્થાન નક્કી કરવા માટે ખગોળવિજ્ઞાનના પ્રારંભિક અને મધ્યકાળમાં વપરાતાં સાધનોમાં સૌથી પુરાણું સાધન. ‘Armillary’ શબ્દ લૅટિન ‘armilla’ એટલે કે ‘કંકણ’ પરથી આવેલો છે. આકાશી ગોલક પર અવલોકન દ્વારા કોઈ પણ સમયે આકાશી જ્યોતિનું સ્થાન, તેના દ્વારા રચાતા બે ખૂણાઓ દ્વારા મપાય.…
વધુ વાંચો >