જ્યોતીન્દ્ર ન. દેસાઈ
ફ્લૅશ સ્પેક્ટ્રમ
ફ્લૅશ સ્પેક્ટ્રમ : ખગ્રાસ સૂર્યગ્રહણ વખતે, જ્યારે ચંદ્રના બિંબ વડે સૂર્ય સંપૂર્ણ ઢંકાઈ જવાની છેલ્લી ક્ષણોમાં હોય ત્યારે સૂર્યના અતિ તેજસ્વી ફોટોસ્ફિયરના આવરણની ઉપર આવેલું ક્રોમોસ્ફિયરનું આવરણ થોડીક ક્ષણ માટે તામ્રરંગી પ્રકાશથી ઝળહળી ઊઠવાની ઘટના. આ ઘટના ‘ફ્લૅશ’ તરીકે ઓળખાય છે. આમ તો સામાન્યત: ફોટોસ્ફિયરના તેજને કારણે ક્રોમોસ્ફિયર જોઈ શકાતું…
વધુ વાંચો >બર્નાર્ડનો તારો
બર્નાર્ડનો તારો : સર્પધર (Ophiucus) નામે ઓળખાતા તારકમંડળમાં આવેલો નવમી શ્રેણીનો એક ઝાંખો તારો. તેની શોધ બર્નાર્ડ નામના ખગોળવેત્તાએ 1916માં કરી હતી. ‘આલ્ફા સેન્ટોરી’ નામે ઓળખાતું 3 તારાનું જોડકું આપણાથી 4.3 પ્રકાશવર્ષ દૂર આવેલું છે જે પૃથ્વીની સૌથી નજીકનો તારો છે. ત્યારબાદ બર્નાર્ડનો તારો 6 પ્રકાશવર્ષ દૂર આવેલો અને પૃથ્વીની…
વધુ વાંચો >બાહ્ય ગ્રહો
બાહ્ય ગ્રહો : સૌરમંડળની બહારના ગ્રહો. રાત્રિના આકાશમાં જે તારાઓ ટમટમતા દેખાય છે તે બધા મહદંશે તો આપણા સૂર્યના પ્રકારના જ વિરાટ વાયુપિંડો છે અને તેમના વિરાટ દળ(સૂર્યનું દળ = 2 × 1030 કિગ્રા.)ને કારણે તેમના કેન્દ્રમાં ઉદભવતા પ્રચંડ દબાણ અને કરોડ ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ ઊંચા તાપમાનને કારણે તેમના કેન્દ્રભાગમાં…
વધુ વાંચો >બાહ્ય તારાવિશ્વો
બાહ્ય તારાવિશ્વો પૃથ્વીથી અતિ દૂર આવેલ આકાશગંગા (milky way) જેવાં અન્ય તારાવિશ્વો. ઉનાળાની મધ્યરાત્રિએ અંધારા આકાશનું અવલોકન કરતાં દક્ષિણે આવેલ વૃશ્ચિકના તારાઓથી ઉત્તર તરફના શ્રવણ અને અભિજિત તારાઓની વચ્ચેના વિસ્તારમાં ફેલાયેલો શ્વેતરંગનો વાદળ જેવો જણાતો પટ્ટો. તે ‘આકાશગંગા’ નામે ઓળખાય છે. શિયાળાની રાત્રે આ જ આકાશગંગાના પટ્ટાનો બીજો ભાગ દક્ષિણે…
વધુ વાંચો >મત્સ્યર્દષ્ટિ લેન્સ
મત્સ્યર્દષ્ટિ લેન્સ : પોતાની સમક્ષ આવેલા ર્દષ્ટિક્ષેત્ર(field of vision)ની સંપૂર્ણપણે છબી લઈ શકે તેવો, 18૦° સુધીનું વિશાળ ર્દષ્ટિ-ક્ષેત્ર ધરાવતો, વિશિષ્ટ પ્રકારનો વિસ્તૃતર્દષ્ટિ (wide-angle) લેન્સ. કોઈ પણ કૅમેરાલેન્સ માટે બે અગત્યના ગુણાંક છે એક તેનો ફોકલ અંક (focal ratio) અને બીજો તેનું કોણીય ર્દષ્ટિક્ષેત્ર. ફોકલ અંક એ લેન્સની ફોકલ લંબાઈ અને…
વધુ વાંચો >મંગળ
મંગળ : સૂર્યમંડળના ગ્રહોમાં બુધ, શુક્ર અને પૃથ્વી પછીનો ગ્રહ. તેની સપાટી પર વિશેષ પ્રમાણમાં આવેલ ફેરિક ઑક્સાઇડ-(Fe2O3)નાં સંયોજનોને કારણે તે રાતા રંગે પ્રકાશતો જણાય છે અને તેના આ રક્તવર્ણને કારણે તેને યુદ્ધદેવતાનું પ્રતીક માનવામાં આવ્યો છે. સૂર્યથી સરેરાશ 23 કરોડ કિલોમિટર અંતરે આવેલ આ ગ્રહ, સૂર્ય ફરતું તેનું કક્ષાભ્રમણ…
વધુ વાંચો >માક્સુતોવ શ્મિટ ટેલિસ્કોપ
માક્સુતોવ શ્મિટ ટેલિસ્કોપ : ખગોલીય અભ્યાસક્ષેત્રે વપરાતાં મોટાં દૂરબીનનો એક પ્રકાર. તે મહદ્અંશે પરાવર્તક પ્રકારનાં હોય છે, જેમાં પરવલયાકાર પ્રાથમિક અરીસા (parabolic primary mirror) દ્વારા ખગોલીય પદાર્થનું પ્રતિબિંબ મેળવવામાં આવે છે. (જુઓ કૅસેગ્રેઇન કેન્દ્ર અને કૂડે કેન્દ્ર). જો પ્રાથમિક અરીસાની વક્રતા પરવલયાકાર ન હોતાં ગોલીય (spherical) હોય તો તે દ્વારા…
વધુ વાંચો >મીનાસ્ય
મીનાસ્ય : દક્ષિણ ગોળાર્ધનો એક તેજસ્વી તારો. પશ્ચિમના દેશોમાં તે Fomalhaut તરીકે ઓળખાય છે. 1.17 તેજાંકનો આ તારો, આકાશના તેજસ્વી તારાઓમાં 18મા ક્રમે આવે છે. જેને ‘યામમત્સ્ય’ એટલે કે ‘દક્ષિણની માછલી’ કહેવામાં આવે છે. ‘Piscis Austrinus’ નામના તારામંડળનો આ પ્રમુખ તારો હોઈ, ખગોળવિજ્ઞાનીઓ એને α Piscis Austrinus નામે ઓળખે છે.…
વધુ વાંચો >મુક્ત પતન
મુક્ત પતન (ખગોળવિજ્ઞાન) : બાહ્ય બળની ગેરહાજરીમાં પદાર્થનું પતન. ભૌતિકવિજ્ઞાનમાં ‘મુક્ત પતન’ શબ્દ બે અલગ અલગ સંદર્ભમાં પ્રચલિત છે. એક તો આઇન્સ્ટાઇનના વિસ્તૃત સાપેક્ષવાદ(general relativity)ના સંદર્ભમાં અને બીજો તારાના સર્જનના પ્રાથમિક તબક્કામાં સર્જાતી એક ઘટનાની સમયાવધિના સંદર્ભમાં (free fall time scale). સાપેક્ષવાદના સંદર્ભમાં મુક્ત પતન : વિશિષ્ટ સાપેક્ષવાદ(special relativity)નો સિદ્ધાંત…
વધુ વાંચો >મુખ્ય શ્રેણી, તારકોની
મુખ્ય શ્રેણી, તારકોની (Main Sequence) : હર્ટ્ઝસ્પ્રંગ-રસેલ આકૃતિ ઉપર ઉચ્ચ તાપમાન અને તેજસ્વિતાથી શરૂ થઈ નિમ્ન તાપમાન આગળ સમાપ્ત થતો તારાઓનો વિકર્ણી પટ્ટો. તારાકીય (steller) તાપમાન (અથવા રંગો) અને નિરપેક્ષ માત્રા(અથવા તેજસ્વિતા)નો સંબંધ દર્શાવતી આકૃતિને હર્ટ્ઝસ્પ્રંગ-રસેલ આકૃતિ કહે છે. તારાઓના વાતાવરણના ઉપરના સ્તરો દ્વારા ઉત્સર્જિત થતી ઊર્જા આપણે દ્રવ્યપ્રકાશ સ્વરૂપે…
વધુ વાંચો >