જ્યોતિષ

મહાદેવ

મહાદેવ (તેરમી સદીમાં હયાત) : ઈ. સ. 1316માં થયેલા, ભારતીય જ્યોતિષશાસ્ત્રના ગુજરાતી લેખક. તેમણે લખેલ ‘મહાદેવીસારણી’ ગ્રંથના ઉલ્લેખ મુજબ તેઓ તેરમી સદીમાં હયાત હતા. તેમણે ‘વૃત્તાંત’ નામનો કરણગ્રંથ રચ્યો છે. આ ગ્રંથ ‘મહાદેવીસારણી’ તરીકે પ્રસિદ્ધ થયો. ખરેખર તો આ ગ્રંથ ચક્રેશ્વર નામના જ્યોતિષીએ લખ્યો છે, પણ તે અધૂરો રહેતાં મહાદેવે…

વધુ વાંચો >

મહાવીરાચાર્ય

મહાવીરાચાર્ય : ભારતીય ગણિતશાસ્ત્રી અને જૈન જ્યોતિષગણિતના લેખક. ગણિતશાસ્ત્રમાં ભારતીયોના પ્રદાનની વાત કરતાં ભાસ્કરાચાર્યની સાથોસાથ મહાવીરાચાર્યનું નામ પણ આપવું પડે તેવું તેમનું કાર્ય છે. તે જૈન ધર્મના અનુયાયી હતા. તેમના વિશે કોઈ ચોક્કસ જાણકારી પ્રાપ્ત થતી નથી. હાલના કર્ણાટક રાજ્યના એક ભાગમાં રાજ્ય કરતા રાષ્ટ્રકૂટ વંશના રાજા અમોઘવર્ષ નૃપતુંગે (ઈ.સ.…

વધુ વાંચો >

મિથુન રાશિ

મિથુન રાશિ : બાર રાશિમાં ત્રીજા ક્રમની રાશિ. મિથુન રાશિનો આકાર સ્ત્રી-પુરુષનાં જોડાં જેવો સ્પષ્ટ દેખાય છે. દરેક આકાર ત્રણ તારાઓનો બનેલો હોય છે. ઉપરનો મોટો તારો હોવાથી તેને માથું, વચલા તારાને કમરનો ભાગ અને નીચેના તારાને પગનો ભાગ ગણી મનુષ્યાકૃતિનાં બે સ્વરૂપો સ્પષ્ટ કલ્પી શકાય છે. આ આકૃતિને સ્ત્રીપુરુષના…

વધુ વાંચો >

મીન રાશિ

મીન રાશિ : જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાશિચક્રની છેલ્લી રાશિ. તેનો આકાર અવળસવળ બે માછલાં જેવો છે. તેમાં 35 તારાઓ છે અને તેનું ક્ષેત્ર ઘણું લાંબું દેખાય છે. મીન રાશિ ચરણ રહિત, કફ પ્રકૃતિવાળી, જલતત્વવાળી, રાત્રિબલી, શબ્દહીન, નોળિયાના જેવા રંગની, સૌમ્ય અને દ્વિસ્વભાવવાળી, જલચર, ક્રાન્તિમાન, બહુસ્ત્રીસંગ કરનારી, બહુ પ્રજાવાળી, બ્રાહ્મણ જાતિની, ઉત્તર…

વધુ વાંચો >

મુહૂર્તશાસ્ત્ર

મુહૂર્તશાસ્ત્ર : ભારતીય જ્યોતિષશાસ્ત્રની એક શાખા. જ્યોતિષ-શાસ્ત્રના સંહિતાગ્રંથોમાં મુહૂર્તના શાસ્ત્રને એક અંગ તરીકે ગણવામાં આવ્યું છે. છેક વૈદિક યુગથી મુહૂર્તશાસ્ત્ર પ્રચલિત છે. વેદમાં કહેલા યજ્ઞો ક્યારે એટલે કયા દિવસે અને દિવસના કયા સમયે શરૂ કરવા એ વિશે જે વિચાર કરવામાં આવ્યો તેમાંથી જ્યોતિષશાસ્ત્રની ઉત્પત્તિ થઈ છે અને તેથી જ જ્યોતિષશાસ્ત્રને…

વધુ વાંચો >

મુંજાલભટ્ટ

મુંજાલભટ્ટ (ઈ. સ. 932) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમનું બીજું નામ મંજુલ હતું. તેમણે ‘લઘુમાનસ’ નામનો ગ્રંથ લખ્યો છે, જે ‘બૃહન્માનસ’ નામના જ્યોતિષશાસ્ત્રના ગ્રંથનો સંક્ષેપ છે. પોતાના ‘લઘુમાનસ’ નામના ગ્રંથમાં તેમણે ઈ. સ. 932ના અયનાંશ 6-50 ગણાવ્યા છે, જ્યારે વાર્ષિક એક કલાને અયનગતિ તરીકે સ્વીકારી છે. આથી એ રીતે ગણતરી…

વધુ વાંચો >

મૂર, ફ્રાન્સિસ

મૂર, ફ્રાન્સિસ (જ. 1657, બ્રિજનૉર્થ; ઇંગ્લૅન્ડ: અ. આશરે 1715) : બ્રિટનના ફલજ્યોતિષી. 1700માં તેમણે ‘વૉઇસિઝ ઑવ્ ધ સ્ટાર્સ’ પ્રગટ કર્યું; પાછળથી તે ‘ઓલ્ડ મૂર્સ ઍલ્મનૅક’ તરીકે જાણીતું બન્યું; અને હજુ પણ તે વરસોવરસ છપાય છે અને તેમાં આગામી વર્ષની આગાહીઓ આપી હોય છે. મહેશ ચોકસી

વધુ વાંચો >

રિષ્ટસમુચ્ચય

રિષ્ટસમુચ્ચય : જૈન જ્યોતિષ વિશેનો ગ્રંથ. ‘રિટ્ઠસમુચ્ચય’ (સંસ્કૃતમાં ‘રિષ્ટસમુચ્ચય’) પ્રાકૃતમાં રચાયેલો નિમિત્તશાસ્ત્રનો ગ્રંથ છે. તેના રચનાર આચાર્ય દુર્ગદેવ દિગમ્બર જૈન વિદ્વાન હતા. તેમના ગુરુનું નામ સંજયદેવ. આચાર્ય દુર્ગદેવે બીજો એક ગ્રંથ સંસ્કૃતમાં પણ રચ્યો છે :  ‘ષષ્ટિસંવત્સરફલ’. તેમાં વિવિધ સંવત્સરોના ફળની વિગતો આપેલી છે. આ સંસ્કૃત ગ્રંથની એક નાનકડી હસ્તપ્રત…

વધુ વાંચો >

લાટાચાર્ય

લાટાચાર્ય (ઈ. સ. ત્રીજી સદી) : લાટદેશના પ્રસિદ્ધ આચાર્ય અને જ્યોતિર્વિદ. આર્યભટ્ટના શિષ્ય. એમનો સમય ઈ. સ. 285–300 આસપાસનો મનાય છે. વરાહમિહિરકૃત ‘પંચસિદ્ધાંતિકા’ના ઉલ્લેખ મુજબ લાટાચાર્યે પૌલિશ અને રોમક સિદ્ધાંતોનું પ્રતિપાદન કરતા ગ્રંથો રચ્યા હતા. મધ્ય ગુજરાતને રોમનો સાથે સારો એવો સંપર્ક હતો, તેથી લાટાચાર્યે રોમક સિદ્ધાંત ઉપર ગ્રંથ લખ્યાનું…

વધુ વાંચો >

વક્રી ગતિ (retrograde motion)

વક્રી ગતિ (retrograde motion) : સામાન્યથી વિરુદ્ધ દિશાની ગતિ. ખગોળમાં ગ્રહોની ગતિના સંદર્ભમાં ‘વક્રીગતિ’ એટલે કે ‘વક્રી’ અને ‘ગતિ’ એ શબ્દ અલગ અર્થોમાં વપરાય છે. એક અર્થ ફળજ્યોતિષ એટલે કે જ્યોતિષવિદ્યા(astrology)ના સંદર્ભમાં છે, જ્યારે બીજો અર્થ ખગોળવિજ્ઞાન એટલે કે ખગોળવિદ્યા-(astronomy)ના સંદર્ભમાં છે. મૂળ તો જોકે વક્રી એટલે ફળજ્યોતિષના સંદર્ભમાં, પૃથ્વી…

વધુ વાંચો >