જિગીશ દેરાસરી

કાપડિયા, ટોકરશી લાલજી

કાપડિયા, ટોકરશી લાલજી (જ. 19 જાન્યુઆરી 1916, પત્રી, કચ્છ; અ. 16 માર્ચ 1996, હૈદરાબાદ) : અગ્રણી સમાજસેવક. બાળપણમાં અનિવાર્ય જેટલું શિક્ષણ લઈ નોકરી અર્થે મુંબઈ અને મ્યાનમાર (બર્મા) ગયા. બીજા વિશ્વયુદ્ધ (1939-45) દરમિયાન જાપાને મ્યાનમાર પર બૉંબમારો કરતાં ત્યાંથી સ્વદેશ પરત આવી હૈદરાબાદમાં હાસમજી પ્રેમજીની કંપનીમાં નોકરી સ્વીકારી. 1942માં તેઓ…

વધુ વાંચો >

ગુજરાત (અર્થતંત્રથી ગુજરાતમાં રાજકીય પક્ષો અને ચૂંટણીઓ)

ગુજરાત અર્થતંત્ર વસ્તી જાતિસમુદાય : ગુજરાતના મૂળ વતનીઓ હાલ આદિવાસી તરીકે ઓળખાય છે. ગુજરાતમાં 2011માં તેમની વસ્તી 89.17 લાખ હતી. ગુજરાતની કુલ વસ્તીમાં તેમનું પ્રમાણ 14.75 ટકા હતું.  તેઓ અગાઉ કાળીપરજ કે રાનીપરજ (રાની – જંગલમાં વસતી પરજ – પ્રજા) તરીકે ઓળખાતા હતા. બી. સી. ગુહાએ તેમને માટે વનજાતિ કે…

વધુ વાંચો >

ઘારેખાન, ચિન્મય

ઘારેખાન, ચિન્મય (જ. 4 જુલાઈ 1934, ડભોઈ) : ભારતના અગ્રણી રાજદૂત. પિતાનું નામ રજનીનાથ અને માતાનું નામ સુરભિલક્ષ્મી. પ્રાથમિક શિક્ષણ નવસારીમાં મેળવ્યું. 1949માં વડોદરામાં રહી મૅટ્રિક થયા. 1953માં બકિંગ અને એકાઉન્ટન્સીના વિષયો સાથે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરામાંથી બી.કૉમ.ની પદવી પ્રાપ્ત કરી. બકિંગના વિષયમાં પ્રથમ ક્રમે આવી તેમણે ઝાલા પારિતોષિક મેળવ્યું…

વધુ વાંચો >

ચર્મઉદ્યોગ

ચર્મઉદ્યોગ મૃત પ્રાણીઓની ચામડીને કમાવવા(tanning)ની વિશિષ્ટ પ્રક્રિયા દ્વારા લાંબો વખત જાળવી શકાય અને ટકાઉ, સુર્દઢ તથા મુલાયમ બનાવીને ઉપયોગમાં લઈ શકાય તે માટેની પ્રક્રિયાનો તેમજ તેમાંથી વિવિધ વસ્તુઓ બનાવવાનો ઉદ્યોગ. શાહમૃગ અને કાંગારું જેવાં વિશિષ્ટ પ્રાણીઓની ચામડી ઉપરાંત સામાન્ય પ્રાણીઓ જેવાં કે ગાય, ઘેટાં, બકરાં, ભેંસ, ઘોડા, ઊંટ, ઝીબ્રા, ડુક્કર,…

વધુ વાંચો >

ચંદરયા, મનુભાઈ પ્રેમચંદ

ચંદરયા, મનુભાઈ પ્રેમચંદ (જ. 1 માર્ચ 1929, નૈરોબી, કેન્યા) : અગ્રણી ઉદ્યોગપતિ અને દાનવીર. તેમણે પ્રાથમિક શિક્ષણ કેન્યામાં લીધું હતું. ભારતમાં આવીને 1949માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એસસી. (રસાયણ અને ભૌતિકશાસ્ત્ર)ની ઉપાધિ મેળવ્યા બાદ 1950માં અમેરિકાની ઓકલાહોમા યુનિવર્સિટીમાંથી બી. એસ. (એન્જિનિયરિંગ) અને 1951માં એમ. એસ.(એન્જિનિયરિંગ)ની પદવીઓ પ્રાપ્ત કરી. 1951માં આફ્રિકા પરત આવી…

વધુ વાંચો >

ચા ઉદ્યોગ

ચા ઉદ્યોગ પીણા માટે ઉપયોગમાં લેવાતી, ચાના છોડનાં પાંદડાંમાંથી સૂકી અને પ્રક્રિયા કરેલી ચાની પત્તી અથવા ભૂકીના ઉત્પાદન માટેનો ઉદ્યોગ. આવી પત્તી અથવા ભૂકીને ઉકળતા પાણીમાં નાંખવાથી તૈયાર થતા પીણાનો ઉપયોગ દુનિયાના મોટા ભાગના દેશોમાં બહોળા પ્રમાણમાં થાય છે. હાલમાં ભારતમાં તેનું સૌથી વધુ ઉત્પાદન કરવામાં આવે છે. બીજા નંબરે…

વધુ વાંચો >

ચેક

ચેક : નિશ્ચિત બૅંકર પર લખવામાં આવેલી અને રજૂ કર્યે તુરત જ ચુકવણીપાત્ર ઠરતી હૂંડી. ચેક એ કોઈ એક વ્યક્તિએ પોતાની સહી સાથે કોઈક નિશ્ચિત બૅંકર પર લખેલો બિનશરતી આદેશ છે. એમાં લખનાર વ્યક્તિ બકરને આદેશ આપે છે કે તેમાં જણાવેલ ચોક્કસ રકમ તેમાં જણાવેલ ચોક્કસ વ્યક્તિને અગર તો તેના…

વધુ વાંચો >

જમીનમાર્ગી પરિવહન

જમીનમાર્ગી પરિવહન : વાણિજ્યમાં પરિવહનના ત્રણ પ્રકારોમાંનો એક. પરિવહનનું કાર્ય વસ્તુ કે વ્યક્તિની ભૌતિક હેરફેર કરવાનું છે. વસ્તુની જરૂરિયાત વધુ હોય તે સ્થળે તેની હેરફેર કરવાથી તેની સ્થળઉપયોગિતા વધે છે. આ હેરફેરનું કાર્ય સમયસર, કરકસરપૂર્વક અને સલામતીપૂર્વક કરવાનું હોય છે. આજે સમગ્ર વિશ્વ એક બજાર બની ગયું છે. જુદાં જુદાં…

વધુ વાંચો >

જહાજવાડો

જહાજવાડો : દરિયા કે નદીકિનારે આવેલું જહાજ બાંધવાનું સુરક્ષિત સ્થળ. જહાજવાડાના સ્થળની પસંદગી માટે સમુદ્રનું સામીપ્ય (sea approach) અને દરિયાઈ સ્થિતિ (marine condition), સમુદ્રતળ અને તળ નીચેની ભૂમિ (sub-soil), પાયા માટેનું સખત ભૂપૃષ્ઠ, વાહનવ્યવહારની સગવડ, વીજળી અને મીઠા પાણીના પુરવઠાની સુલભતા, ઔદ્યોગિક માળખું વગેરે લક્ષમાં લેવાય છે. જહાજવાડાના સ્થળે દરિયો…

વધુ વાંચો >

જીવનવીમો

જીવનવીમો : મોટા કે અણધાર્યા ખર્ચની આકસ્મિકતા સામેના પ્રબંધ રૂપે વ્યક્તિના જીવન સામે નિયત મુદતે નિશ્ચિત રકમ મળી રહે તેવી યોજના. ચોક્કસ મુદત પૂરી થતાં વીમાદાર જીવિત હોય તો તેને, અને મુદત પૂરી થતાં અગાઉ અચાનક મૃત્યુ પામે તો તેની પાછળ નીમેલી વ્યક્તિને વીમાની રકમ મળે તેવો વીમાદાર અને વીમા-કંપની…

વધુ વાંચો >