જાહ્નવી ભટ્ટ

વેક ટાપુ (Wake Island)

વેક ટાપુ (Wake Island) : પશ્ચિમ મધ્ય પૅસિફિક મહાસાગરમાં આવેલો યુ.એસ. વહીવટ હેઠળનો ટાપુ. તે હોનોલુલુથી પશ્ચિમે 3,700 કિમી. અંતરે અને ટોકિયોથી 3,195 કિમી. અંતરે આવેલો છે. ભૌગોલિક સ્થાન : 19° 17° ઉ. અ. અને 166° 36´ પૂ. રે.. પૅસિફિક મહાસાગરનું લાંબું અંતર પસાર કરતાં વહાણો તેમજ હવાઈ જહાજો માટે…

વધુ વાંચો >

સનશાઇન કોસ્ટ

સનશાઇન કોસ્ટ (Sunshine Coast) : ઑસ્ટ્રેલિયાના ક્વિન્સલૅન્ડ રાજ્યના અગ્નિભાગમાં આવેલો 3,107 ચોકિમી. વિસ્તાર આવરી લેતો પાટનગર વિભાગ. ભૌગોલિક સ્થાન : તે 37° 47´ દક્ષિણ અક્ષાંશ અને 144° 56´ પૂ. રે. પર આવેલું છે. આ વિસ્તારમાં લૅન્ડ્ઝબર્ગ, મરુચી અને નૂસાનાં પરગણાંનો સમાવેશ થઈ જાય છે. તે દક્ષિણના બીરબુરુમથી ઉત્તરના પોમાના તેમજ…

વધુ વાંચો >

સન સિટી (Sun City)

સન સિટી (Sun City) : દક્ષિણ આફ્રિકામાં મૂળ વતનીઓની ભૂમિ પૈકીના એક એવા બોફુથાત્સ્વાનામાં આવેલું પ્રવાસી વિશ્રામસ્થળ. સન સિટી લિટલ હૉલ નદી પાસેના પિલાન્સબર્ગ નૅશનલ પાર્કની અગ્નિ સરહદ પર વસેલું છે. આ શહેર દક્ષિણ આફ્રિકાનું ઘણું જ લોકપ્રિય પ્રવાસી વિશ્રામસ્થળ ગણાતું હોવાથી દર વર્ષે 20 લાખથી વધુ પ્રવાસીઓ તેની મુલાકાત…

વધુ વાંચો >

સિયેરા મેદ્રે (Sierra Madre)

સિયેરા મેદ્રે (Sierra Madre) : મૅક્સિકોમાં આવેલી ‘મધર રેન્જ’ ગિરિમાળા માટે અપાયેલું સ્પૅનિશ નામ. આ જ નામની હારમાળા સ્પેનમાં અને ફિલિપાઇન્સના લ્યુઝોન ટાપુ પર પણ આવેલી છે. મૅક્સિકોમાં આવેલા આ પર્વતો ત્યાંના મધ્યસ્થ પહોળા ઉચ્ચપ્રદેશની એક ધાર રચે છે. તે મૅક્સિકોના અખાત તરફ ઉચ્ચપ્રદેશની પૂર્વ બાજુ પર આવેલી છે, જ્યારે…

વધુ વાંચો >

સિલ્ચર (Silchar)

સિલ્ચર (Silchar) : આસામ રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 24° 49´ ઉ. અ. અને 92° 48´ પૂ. રે.. આ નગર બાંગ્લાદેશની સરહદ નજીક સુરમા નદીને કાંઠે વસેલું છે. તે કાચાર જિલ્લાનું વહીવટી મથક છે. અહીં સુરમા નદીના ખીણવિસ્તારમાં ડાંગર અને અન્ય કૃષિપેદાશોનું તથા ટેકરીઓના ઢોળાવો પર તૈયાર…

વધુ વાંચો >

સીન નદી (Seine)

સીન નદી (Seine) : ફ્રાન્સમાં આવેલી નદી. સીન અને તેની શાખા-નદીઓ ફ્રાન્સનો વેપારી જળમાર્ગ રચે છે. ભૌગોલિક સ્થાન : 49° 26´ ઉ. અ. અને 0° 26´ પૂ. રે.. તે ડી જૉનથી વાયવ્યમાં 29 કિમી. અંતરે આવેલા સ્થળેથી નીકળે છે. ત્યાંથી વાંકાચૂકા માર્ગે વહી, 764 કિમી.નું અંતર પસાર કરીને છેવટે લ…

વધુ વાંચો >

સ્ટટગાર્ટ (Stuttgart)

સ્ટટગાર્ટ (Stuttgart) : જર્મનીમાં આવેલા બાદેન-વૂર્ટેમ્બર્ગ રાજ્યનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 48° 41´ ઉ. અ. અને 9° 12´ પૂ. રે.. તે નીકર નદીને કાંઠે આવેલું છે. અગાઉ તે વૂર્ટેમ્બર્ગ સામ્રાજ્યનું તેમજ ડ્યૂકની જાગીરનું પાટનગર રહેલું. આજે તે જર્મનીનું આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક કેન્દ્ર ગણાય છે. કૅસલ ચૉક, સ્ટટગાર્ટ સ્ટટગાર્ટમાં આવેલી…

વધુ વાંચો >