જર્મન સાહિત્ય
હોલ્ડરલિન (જ્હૉન ક્રિશ્ચિયન) ફ્રેડરિક
હોલ્ડરલિન (જ્હૉન ક્રિશ્ચિયન) ફ્રેડરિક (જ. 20 માર્ચ 1770, લૉફેન એમ નેકર, વૂર્ટેમ્બર્ગ; અ. 7 જૂન 1843, ટૂબિન્જન, જર્મની) : જર્મન ઊર્મિકવિ. શિષ્ટ ગ્રીક કવિતાનાં સ્વરૂપોને જર્મન ભાષામાં ઉતારનાર. ક્રિશ્ચિયન અને શિષ્ટ સાહિત્યનો સુમેળ સાધનાર. નૂર્ટિંગજનની શાળામાં અભ્યાસ. માતાની ઇચ્છા તો હોલ્ડરલિન દેવળની સેવામાં પાદરી બને તેવી હતી. આમ થાય તો…
વધુ વાંચો >હૉલ્સ્ટિન ફ્રેડરિક (ઑગસ્ટ) વાન [Holstein Friedrich (August) Von]
હૉલ્સ્ટિન, ફ્રેડરિક (ઑગસ્ટ) વાન [Holstein, Friedrich (August) Von] (જ. 24 એપ્રિલ 1837, પૉમેરેનિયા, પ્રશિયા; અ. 8 મે 1909, બર્લિન) : જર્મન મુત્સદ્દી અને તેની વિદેશનીતિનો ઘડવૈયો. જર્મન રાજનીતિજ્ઞ ઑટો વાન બિસ્માર્કની વિદાય પછી તેમજ રાજા વિલિયમ બીજાના શાસનકાળ દરમિયાન 1890–1909 સુધી જર્મનીની વિદેશનીતિમાં તેમની ભૂમિકા નોંધપાત્ર હતી. વિદેશમંત્રી બન્યા વિના…
વધુ વાંચો >