જર્મન સાહિત્ય
વાઝરમાન, યાકૉબ (Wasserman Jecob)
વાઝરમાન, યાકૉબ (Wasserman Jecob) (જ. 10 માર્ચ 1873, ફર્થ, બવેરિયા; અ. 1 જાન્યુઆરી 1934, આલ્તોઝી, ઑસ્ટ્રિયા) : જર્મન યહૂદી નવલકથાકાર. દૉસ્તૉયેવ્સ્કી અને ટૉમસ માન જેવા સાહિત્યકારોની પંક્તિમાં જેમની ગણના થઈ શકે તેવા સત્વશાળી સાક્ષર. 192030ના ગાળામાં જર્મન સાહિત્યની અનેક કૃતિઓ અનૂદિત થઈને વિશ્વસાહિત્યનો ભાગ બની; તેમાં વાઝરમાનની કૃતિઓ અગ્રસ્થાને રહેલી.…
વધુ વાંચો >વીઝ, પીટર (અલરિય)
વીઝ, પીટર (અલરિય) (જ. 8 નવેમ્બર 1916, નોવાઉઝ, પૉસ્ટડોમ પાસે, જર્મની; અ. 10 મે 1982, સ્ટૉકહોમ) : જર્મન નાટ્યકાર અને નવલકથાકાર. 1960થી અમેરિકા અને યુરોપમાં તેમનાં નાટકોની બોલબાલા રહી છે. તેમના લખાણનો ઝોક સામ્યવાદ તરફી અને હંમેશાં સ્થાપિત ધર્મથી વિરુદ્ધ રહ્યો છે. યહૂદી પિતા કાપડ-ઉદ્યોગના જાણકાર હતા. પાછળથી ખ્રિસ્તી ધર્મ…
વધુ વાંચો >શિલર, (જૉન ક્રિસ્ટૉફ) ફ્રેડરિક (વૉન)
શિલર, (જૉન ક્રિસ્ટૉફ) ફ્રેડરિક (વૉન) (જ. 10 નવેમ્બર 1759, માર્બેક, વૂર્ટેમ્બર્ગ, જર્મની; અ. 9 મે 1805, વીમાર, સેક્શ) : જર્મન નાટ્યકાર, કવિ અને વિવેચક. ‘ડાય રૉબર’ (1781, ધ રૉબર્સ), ‘ધ વૉલેનસ્ટાઇન’ (નાટ્યત્રયી) (1800-01), ‘મારિયા સ્ટુઅર્ટ’ (1801) અને ‘વિલ્હેમ ટેલ’ (1804) તેમનાં યશસ્વી નાટકો છે. 1802માં તેમને ‘વૉન’ના ઇલકાબથી નવાજવામાં આવ્યા…
વધુ વાંચો >શ્વિટર્સ, કર્ટ (Schwitters, Kurt)
શ્વિટર્સ, કર્ટ (Schwitters, Kurt) [જ. 20 જૂન 1887, હેનોવર, જર્મની; અ. 8 જાન્યુઆરી 1948, લિટલ લૅન્ગ્ડેલ (Langdale), વૅસ્મૉલૅન્ડ, બ્રિટન] : જર્મન દાદા ચિત્રકાર અને કવિ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી પરંપરાગત સૌંદર્યશાસ્ત્રનાં સિદ્ધાંતો અને મૂલ્યો પર આધારિત સમગ્ર પશ્ચિમની કલાનો નાશ કરવાની નેમ ધરાવતી નકારાત્મક ચળવળ દાદા પ્રત્યે શ્વિટર્સ આકર્ષાયા; પરંતુ દાદા…
વધુ વાંચો >સૅક નેલી
સૅક નેલી (જ. 10 ડિસેમ્બર 1891, બર્લિન, જર્મની; અ. 12 મે 1970, સ્ટૉકહોમ, સ્વીડન) : જર્મન-યહૂદી કવયિત્રી અને નાટ્યકાર. પૂરું નામ નેલી લિયૉની સૅક. યહૂદી લેખક સૅમ્યુએલ યૉસેફ ઍગ્નોન સાથે 1966ના સાહિત્ય માટેના નોબેલ પ્રાઇઝનાં વિજેતા. તેમની ઉત્કૃષ્ટ, ઊર્મિસભર અને નાટ્યમય ચિત્તવેધક શૈલીએ ઇઝરાયલના પ્રારબ્ધને હૃદયદ્રાવક બાનીમાં વર્ણવ્યું છે. સેંકડો…
વધુ વાંચો >સ્ટૉર્મ (હાન્સ) થિયોડૉર વૉલ્ડસેન
સ્ટૉર્મ, (હાન્સ) થિયોડૉર વૉલ્ડસેન (જ. 14 સપ્ટેમ્બર 1817, હુઝુમ, શ્લેસ્વિગ; અ. 4 જુલાઈ 1888, હેડેમર્શ્ચેન) : જર્મન કવિ અને નવલકથાકાર. તેમની ટૂંકી નવલકથાઓ જર્મન સાહિત્યની યશકલગી છે. જર્મન કવિતામાં વાસ્તવવાદી કવિ તરીકે સ્ટૉર્મનું નામ જાણીતું છે. રોજબરોજના માનવજીવનનાં હકારાત્મક મૂલ્યોની છબી આ કવિ સહેલાઈથી ચીતરી બતાવે છે. 19મી સદીના છેલ્લા…
વધુ વાંચો >હાઇન હાઇનરિક (Heine Heinrich)
હાઇન, હાઇનરિક (Heine Heinrich) (જ. 13 ડિસેમ્બર 1797, ડ્યુસેલડોર્ફ, પ્રુશિયા; અ. 17 ફેબ્રુઆરી 1856, પૅરિસ) : જર્મન કવિ. મૂળ નામ હેરીક હાઇન. માતા-પિતા જ્યુઇશ. દેખાવડા. પિતા વેપાર કરતા. તેમની માતા તે સમયમાં સારું ભણેલી અને પુત્ર માટે મહત્વાકાંક્ષી હતી. તેમના ધનાઢ્ય કાકા સલોમન હાઇનનો તેમના પર ખાસ્સો પ્રભાવ હતો. ડ્યુસેલડોર્ફમાં…
વધુ વાંચો >હેય્સે પૉલ જોહાન લુડવિગ વૉન
હેય્સે, પૉલ જોહાન લુડવિગ વૉન (જ. 15 માર્ચ 1830, બર્લિન; અ. 2 એપ્રિલ 1914, મ્યૂનિક) : જર્મન લેખક. 1910ના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. પિતા રૉયલ યુનિવર્સિટીના પ્રાધ્યાપક કે. ડબ્લ્યૂ. એલ. હેય્સે અને યહૂદી માતા જુલી-ની-સાલિંગ. શિક્ષણ જિમ્નેશિયમમાં 8થી 17 વર્ષના થયા ત્યાં સુધી. બર્લિન યુનિવર્સિટીમાં બે વર્ષ માટે ભાષાશાસ્ત્રનું…
વધુ વાંચો >હેસ હરમાન
હેસ, હરમાન (જ. 2 જુલાઈ 1877, કાલ્વ, વુર્ટમ્બર્ગ; અ. 9 ઑગસ્ટ 1962, મોન્ટાગ્લોના, લુગાનોલ, સ્વિટ્ઝર્લૅન્ડ) : જર્મન નવલકથાકાર અને કવિ. એમના પિતા અને માતામહ ભારતમાં મિશનરી હતાં. મોલબ્રોનની થિયોલોજીની શાળામાં અભ્યાસ અર્થે દાખલ થયા હતા, પણ પછી ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આરંભમાં તેઓ ગ્રંથવિક્રેતાના વ્યવસાયમાં હતા, પણ 1904થી જીવનભર તેઓએ…
વધુ વાંચો >હોપ્ટમાન ગેરહાર્ટ (જોહાન રૉબર્ટ)
હોપ્ટમાન, ગેરહાર્ટ (જોહાન રૉબર્ટ) (જ. 15 નવેમ્બર 1862, બેડ સાલ્ઝબ્રુન, સિલેશિયા, પ્રુશિયા; અ. 6 જૂન 1946, એગ્નેટેન્ડૉર્ફ, જર્મની) : જર્મન કવિ, નાટ્યકાર અને નવલકથાકાર. 1912ના સાહિત્ય માટેના નોબેલ પુરસ્કારના વિજેતા. સમાજનું હૂબહૂ ચિત્ર રજૂ કરતાં તેમનાં વાસ્તવિક નાટકો રંગભૂમિ પર આજે પણ ભજવાય છે. પૂર્વ જર્મનીના સહેલાણીઓ માટેનાં આકર્ષક સ્થાનમાં…
વધુ વાંચો >