જયન્ત પ્રે. ઠાકર
સિંગારમંજરી
સિંગારમંજરી : વિશ્વેશ્વરે પ્રાકૃતમાં કરેલી નાટ્યરચના. પ્રાકૃતમાં રચાયેલ પાંચ સટ્ટકોમાંનું એક. પ્રથમ મુંબઈની કાવ્યમાલા ગ્રંથશ્રેણીના 8મા ભાગમાં પ્રકાશિત. તે પછી 1978માં ઇંદોરના પ્રા. બાબુલાલ શુક્લ શાસ્ત્રીએ સંસ્કૃત છાયા, પ્રસ્તાવના, હિન્દી વ્યાખ્યા, પરિશિષ્ટ આદિ સાથે સંપાદિત કરેલ આવૃત્તિ વારાણસીથી વિશ્વવિદ્યાલય પ્રકાશન રૂપે પ્રગટ થઈ છે. બાબુલાલની આ હિન્દી વ્યાખ્યા-અનુવાદ-નું નામ ‘સુરભિ’…
વધુ વાંચો >સીતા
સીતા : વાલ્મીકિના મહાકાવ્ય ‘રામાયણ’ની નાયિકા. વિદેહરાજ સીરધ્વજ જનકની પુત્રી, ઇક્ષ્વાકુવંશીય રામ દાશરથિની પત્ની. રામ રામાયણકથાના નાયક તો સીતા નાયિકા. રામ એકપત્નીવ્રતધારી હતા તો સીતા સતી, પતિવ્રતા — ભારતીય સ્ત્રીજાતિની એકનિષ્ઠા-પવિત્રતાની જ્વલન્ત પ્રતિમા. એક વાર ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં યજ્ઞભૂમિ ખેડતાં જનકને ભૂમિમાંથી મળેલી બાલિકાને સ્વપુત્રી ગણીને ઉછેરી અને ‘સીતા’ એવું…
વધુ વાંચો >સીલોવએસમાલા (સં. શીલોપદેશમાલા)
સીલોવએસમાલા (સં. શીલોપદેશમાલા) : જૈન કથાસાહિત્યની એક રચના. જૈન ધર્મના ઉપદેશોનો પ્રચાર કરવા માટે જ જૈન આચાર્યોએ ઔપદેશિક કથાસાહિત્યની રચના કરી છે. આથી તેમાં કથાનો અંશ પ્રાય: ગૌણ હોય છે. આમ ‘ઉપદેશમાલા’ નામના ઘણા ગ્રંથો રચાયા છે. ‘સીલોવએસમાલા’ અર્થાત્ ‘શીલોપદેશમાલા’માં શીલ અર્થાત્ બ્રહ્મચર્યપાલનનો ઉપદેશ આપેલો છે. 116 ગાથાઓના આ ગ્રંથના…
વધુ વાંચો >સુયગડંગસુત્ત (સં. સૂત્રકૃતાંગસૂત્ર)
સુયગડંગસુત્ત (સં. સૂત્રકૃતાંગસૂત્ર) : જૈન આગમોમાંનું બીજું અંગ. તેનાં બીજાં નામ છે : ‘સૂતગડસુત્ત’, ‘સુત્તકડસુત્ત’, ‘સૂયગડસુત્ત’. જૈનોના આગમોમાંનાં 11 અંગોમાં પ્રથમ છે ‘આયારંગ’ (‘આચારાંગ’) અને તે પછીનું તે આ ‘સુયગડંગ’. આગમોની ભાષા પ્રાચીન પ્રાકૃત છે, જેને અર્ધમાગધી અથવા આર્ષ પ્રાકૃત કહે છે. આ મૂળ ભાષામાં મહાવીર પછીનાં 1000 વર્ષ દરમિયાન…
વધુ વાંચો >સ્કન્દસ્વામી
સ્કન્દસ્વામી : ઋગ્વેદના એક પ્રાચીન ભાષ્યકાર. તેઓ ગુજરાતી હતા. તેમનું ભાષ્ય ઉપલબ્ધ ભાષ્યોમાં સર્વપ્રથમ છે; એટલું જ નહિ, પણ તે અત્યંત વિશદ હોઈને વૈદિક સાહિત્યમાં તેને આદરપૂર્ણ સ્થાન પ્રાપ્ત થયું છે. સ્કન્દસ્વામીનું ભાષ્ય ઋગ્વેદના અર્ધા ભાગ ઉપર જ એટલે કે ચાર અષ્ટક સુધીનું જ મળે છે. એટલા ભાગ ઉપર જ…
વધુ વાંચો >સ્તોત્ર (વૈદિક અને કાવ્ય)
સ્તોત્ર (વૈદિક અને કાવ્ય) : પ્રાચીન ભારતમાં દેવ કે દેવીની સ્તુતિ કરતો કાવ્યપ્રકાર. સમરસતા : જેના વડે ઈશ્વરના મહિમાનું વર્ણન કરાય તે સ્તોત્ર, સ્તુતિ કે સ્તવન. તેમાં ઈશ્વરનું ગુણગાન કરીને કવિ પોતાના હૃદયની વ્યથા, વેદના અને આકાંક્ષા શ્રદ્ધાપૂર્વક વ્યક્ત કરે છે; જેને પ્રાર્થના કહે છે. તે દરેક ધર્મમાં હોય; પરંતુ…
વધુ વાંચો >હનુમાન
હનુમાન : રામાયણકથાનું એક મહત્વનું અમર પાત્ર. સુમેરુના વાનરરાજ કેસરી અને અંજનીના મહાન પુત્ર. કિષ્કિન્ધાના વાનરરાજ સુગ્રીવના ચતુર સચિવ. અયોધ્યાનરેશ દશરથના પુત્રકામેષ્ટિ યજ્ઞમાંથી મળેલ પવિત્ર પાયસનો એક ટુકડો સમડી ઉપાડી ગઈ જે પવનના જોરથી ચાંચમાંથી તપ કરતી અંજનીની અંજલિમાં પડ્યો. તે પવનપ્રસાદ સમજી ખાઈ જતાં તેમાંથી પરાક્રમી હનુમાન જન્મ્યા. ઊગતા…
વધુ વાંચો >હરિવંશપુરાણ (ધવલકૃત)
હરિવંશપુરાણ (ધવલકૃત) : અપભ્રંશ ભાષામાં લખાયેલો ગ્રંથ. અપભ્રંશ ભાષામાં ‘હરિવંશપુરાણ’ અનેક છે. દિગમ્બર જૈન કવિ ધવલે પણ ‘હરિવંશપુરાણ’ રચ્યું છે. તેમાં મહાભારતની કથાની સાથે સાથે મહાવીર તથા નેમિનાથ એ બે તીર્થંકરોનાં ચરિત્રો આલેખેલાં છે. કવિના પિતાનું નામ સૂર હતું, જ્યારે માતાનું નામ કેસુલ્લ હતું. અંબસેન તેમના ગુરુ હતા. કવિ મૂળ…
વધુ વાંચો >હરિહર
હરિહર : શિવ અને વિષ્ણુનું સંયુક્ત રૂપ અને તેનાં મંદિરો. કર્ણાટકના શિમોગા જિલ્લામાં વિશાળ ગુહારણ્ય હતું. ત્યાં ગુહ નામનો અસુર ઋષિઓને બહુ ત્રાસ આપતો હતો અને યજ્ઞ ભંગ કર્યા કરતો. ત્રાસેલા દેવોની ફરિયાદથી વિષ્ણુ ભગવાન અને શંકર ભગવાને ‘હરિહર’નું સંયુક્ત રૂપ લઈને ગુહને હણ્યો. આથી આ અરણ્ય હરિહરનું તીર્થક્ષેત્ર બન્યું.…
વધુ વાંચો >હરિહર-1
હરિહર-1 (1150–1250) : હરિહર નામના શાસ્ત્રકાર. તેમણે ધર્મશાસ્ત્રના ‘વ્યવહાર પ્રકરણ’ ઉપર ગ્રંથ રચેલો જે ઉપલબ્ધ નથી. તેમણે ‘પારસ્કર ગુહ્યસૂત્ર’ ઉપર ભાષ્ય પણ રચ્યું છે. કેટલાક વિદ્વાનોના મતે તેઓ વિજ્ઞાનેશ્વરના શિષ્ય હતા. જયન્ત પ્રે. ઠાકર
વધુ વાંચો >