જયન્ત પ્રે. ઠાકર
વિધિમાર્ગપ્રપા અથવા સુવિહિત સામાચારી
વિધિમાર્ગપ્રપા અથવા સુવિહિત સામાચારી : જૈન ધર્મના વિધિ-વિધાનના પ્રાચીન ગ્રંથોમાં અતિ મહત્વપૂર્ણ સ્થાન ધરાવનાર ગ્રંથ. આ ગ્રંથના રચયિતા હતા ખરતરગચ્છ-ગગનાવભાસક, યવનસમ્રાટસુલતાનમહમ્મદપ્રતિબોધક અને મહાપ્રભાવક જિનપ્રભસૂરિ. આ મહત્વપૂર્ણ ગ્રંથનું સંપાદન કેટલાય પ્રાચીન ગ્રંથોને પ્રકાશમાં લાવનાર મુનિશ્રી જિનવિજયજી જેવા સિદ્ધહસ્ત સંપાદક દ્વારા ઉચિત રીતે જ થયું છે. પ્રકાશનની વિગતો : નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ;…
વધુ વાંચો >વિયાહપણ્ણત્તિ (व्याख्याप्रज्ञप्ति)
વિયાહપણ્ણત્તિ (व्याख्याप्रज्ञप्ति) : જૈન આગમોનાં 12 અંગોમાંનું પાંચમું અંગ. એને ‘ભગવતીસૂત્ર’ પણ કહે છે. પ્રજ્ઞપ્તિ એટલે પ્રરૂપણ. જીવાદિ પદાર્થોની વ્યાખ્યાઓનું પ્રરૂપણ. આ વ્યાખ્યાઓ પ્રશ્નોત્તર રૂપે રજૂ કરાઈ છે. ગૌતમ ગણધર જૈનસિદ્ધાંત-વિષયક પ્રશ્નો પૂછે છે અને તેના ઉત્તરો શ્રમણ ભગવાન મહાવીર આપે છે. ઇતિહાસ-સંવાદો પણ તેમાં આવે છે, જેમાં બીજા તીર્થિકો…
વધુ વાંચો >વિશ્વામિત્રીમાહાત્મ્ય (આશરે સત્તરમી સદી)
વિશ્વામિત્રીમાહાત્મ્ય (આશરે સત્તરમી સદી) : સંસ્કૃતમાં રચાયેલ એક મહત્વચપૂર્ણ માહાત્મ્ય ગ્રંથ. વડોદરાના મ. સ. વિશ્વવિદ્યાલયના પ્રાચ્યવિદ્યામંદિરે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી ગાયકવાડ પ્રાચ્યવિદ્યા ગ્રંથમાલા(ગાયકવાડ્ઝ ઓરિયેન્ટલ સીરીઝ)ના 176મા ગ્રંથ તરીકે આ ગ્રંથની સમીક્ષિત આવૃત્તિ (critical edition) 1997માં પ્રકાશિત કરી છે, જેમાં સમીક્ષાપૂર્વકનો સર્વતોમુખી અભ્યાસ પણ આપેલો છે. આ સઘળું સંશોધન સંસ્થાના નિવૃત્ત નિયામક…
વધુ વાંચો >વિંશતિવિંશિકા
વિંશતિવિંશિકા : એક સુંદર પ્રાકૃત રચના. એના રચનાર છે સુપ્રસિદ્ધ જૈન આચાર્ય યાકિનીસૂનુ હરિભદ્રસૂરિ. આ ધાર્મિક ગ્રંથમાં કુલ 20 અધિકાર છે અને આ દરેક અધિકારમાં વીસ-વીસ ગાથાઓ છે. એ રીતે એનું ‘વિંશતિવિંશિકા’ એવું નામ યથાર્થ ગણાય. આ ગણતરી અનુસાર 20 x 20 = 400 ગાથાઓ સમગ્ર ગ્રંથની ગણાય. એમાં આલેખાયેલા…
વધુ વાંચો >વીરસેન
વીરસેન : અપભ્રંશના મહાન લેખક. તેઓ દિગંબર આચાર્ય હોવા છતાં શ્વેતામ્બરોના મહાગ્રંથોના પણ નિષ્ણાત અભ્યાસુ હતા. ‘છક્ખંડાગમ’- (ષટ્ખંડાગમ)ને ‘ખંડસિદ્ધાન્ત’ કે ‘ષડ્ખંડસિદ્ધાંત’ પણ કહે છે. આ જૈનશાસ્ત્રનો અતિમહત્વપૂર્ણ ગ્રંથ છે. તેના ઉપરની સૌથી વધારે મહત્વપૂર્ણ ટીકા ‘ધવલા’ની રચના વીરસેને કરેલી. આ ટીકાના મહત્વને કારણે જ આ સમગ્ર ગ્રંથ ‘ધવલસિદ્ધાંત’ નામથી પણ…
વધુ વાંચો >વૈરાગ્યસાર
વૈરાગ્યસાર : અપભ્રંશ ભાષામાં રચાયેલો લઘુગ્રંથ. તે 77 પદ્યો ધરાવે છે. બહુધા દોહા છન્દમાં રચાયેલો છે. કર્તા દિગમ્બર આચાર્ય સુપ્રભાચાર્ય પ્રો. હરિપાદ દામોદર વેલણકરે આ સુંદર લઘુકૃતિને પુણેથી પ્રગટ થતા ‘એનલ્સ ઑવ્ ભંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ના 9મા ગ્રંથના પૃષ્ઠ 272થી 280 પર સંપાદિત કરી છે. કવિના સમય તેમજ સ્થળ વિશે…
વધુ વાંચો >શુકદેવ
શુકદેવ : ‘મહાભારત’ તથા ‘ભાગવત’ મહાપુરાણનું એક અમર પાત્ર. તેમના વિશેની માહિતી ‘મહાભારત’, ‘ભાગવત’, ‘દેવીભાગવત’, ‘મત્સ્યપુરાણ’, ‘હરિવંશ’ આદિ પ્રતિષ્ઠિત ગ્રન્થો પૂરી પાડે છે. તે એક વિશિષ્ટ પ્રકારનું પાત્ર છેવટ સુધી રહ્યા છે. જન્મ : આ અંગે ત્રણ અનુશ્રુતિઓ મળે છે : (1) વડોદરાના મ. સ. વિશ્વવિદ્યાલયના પ્રાચ્યવિદ્યા મન્દિર દ્વારા ગાયકવાડ્ઝ…
વધુ વાંચો >ષટ્ખંડાગમ
ષટ્ખંડાગમ (ઈ. સ.ની પહેલી-બીજી સદી) : દિગંબર જૈનોનો અતિમહત્વનો ગ્રન્થ. આ ગ્રન્થને ‘સત્કર્મપ્રાભૃત’, ‘ખંડસિદ્ધાન્ત’, ‘ષટ્કર્મસિદ્ધાન્ત’ અને ‘મહાધવલ’ પણ કહે છે. ગિરનારની ચન્દ્રગુફામાં ધ્યાનમાં બેઠેલા ‘આચારાંગ’ના પૂર્ણજ્ઞાતા આચાર્ય ધરસેનને નષ્ટ દ્વાદશાંગનો કેટલોક ભાગ યાદ હતો. રખે ને શ્રુતજ્ઞાન સંપૂર્ણ નાશ પામે એ ભયે આન્ધ્રપ્રદેશથી આવેલા બે મેધાવી મુનિઓ પુષ્પદન્ત અને ભૂતબલિને…
વધુ વાંચો >સહદેવ
સહદેવ : ‘મહાભારત’નું એક મહત્ત્વનું પાત્ર. પાંચ પાંડવોમાં સૌથી નાનો. હસ્તિનાપુરનરેશ પાંડુની નાની પત્ની માદ્રીએ પતિની સંમતિથી અશ્ર્વિનીકુમારોના મંત્ર દ્વારા બે પુત્રો પ્રાપ્ત કરેલા : નકુલ અને સહદેવ. સ્વરૂપ, પરાક્રમ અને સ્વભાવમાં બંને સરખા હોઈ એમની જોડી અભેદ્ય ગણાતી. સહદેવના જન્મસમયે તેની મહત્તા વર્ણવતી આકાશવાણી થયેલી. સંસ્કાર : તેના ઉપનયનાદિ…
વધુ વાંચો >સંક્ષિપ્તસાર
સંક્ષિપ્તસાર : 12મા-13મા શતકમાં થઈ ગયેલા વૈયાકરણ ક્રમદીશ્વરે રચેલો સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણનો ગ્રંથ. આચાર્ય હેમચન્દ્રના ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ની જેમ આમાં પણ આઠમા અધ્યાયમાં પ્રાકૃત વ્યાકરણ આપ્યું છે અને ઉચિત રીતે જ તે અધ્યાયને ‘પ્રાકૃતપાદ’ એવું નામ આપ્યું છે. પરંતુ બાકીની સામગ્રીની સજાવટ, પારિભાષિક શબ્દોનાં નામ આદિમાં ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ સાથે કોઈ સામ્ય નથી. આ વ્યાકરણગ્રંથ…
વધુ વાંચો >