જયન્તિલાલ પો. જાની
નાણાવટું
નાણાવટું : વ્યાજ, વટાવ વગેરેથી નાણાંની હેરફેર કે ધીરધાર કરતો નાણાવટીનો કે શરાફનો ધંધો. ભારતમાં નાણાવટાનો ઇતિહાસ બહુ જ પ્રાચીન છે. ગૌતમ, બૃહસ્પતિ અને બોધાયને વ્યાજના દરનો ઉલ્લેખ કર્યો છે. મનુના કાયદામાં નાણાંની ધીરધારનો અને કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં વ્યાજવટાવનો ઉલ્લેખ છે. મુઘલોના સમયમાં દેશના જુદા જુદા ભાગોમાં જુદી જુદી ધાતુનાં ચલણો…
વધુ વાંચો >નામું
નામું : નાણાકીય લેવડદેવડનો હિસાબ રાખવાની પદ્ધતિ. વેપારીઓ, ઉત્પાદકો કે અન્ય વ્યક્તિઓ બીજા લોકો સાથે નાણાંને લગતી અથવા નાણાંના મૂલ્યવાળી વાણિજ્ય પ્રકારની લેવડદેવડ કરે છે. તેની વિશ્લેષણાત્મક વિગતો યોગ્ય માળખાવાળા હિસાબી ચોપડામાં નિયમિત પદ્ધતિસર રાખવામાં આવે છે. વેપારધંધા દરમિયાન વાણિજ્ય પ્રકારની બધી લેવડદેવડોનું (1) કાયમી અને સંપૂર્ણ દફતર રાખવું, અને…
વધુ વાંચો >નિયમન (control)
નિયમન (control) : વિશિષ્ટ કાર્ય અથવા ઉદ્દેશ અસરકારક રીતે દક્ષતાપૂર્વક પાર પાડવાની ખાતરી આપતી સભાન, આયોજિત, સંકલિત અને સંમિલિત પ્રક્રિયા. ધંધાકીય એકમોનાં વિશાળ કદ, અન્ય ઉત્પાદકો તરફથી હરીફાઈ, સરકારી દરમિયાનગીરી, સામાજિક વિચારસરણીમાં પરિવર્તન, પર્યાવરણના ફેરફારો વગેરે પરિબળોએ નિયમનપ્રક્રિયાની જરૂરિયાત ઊભી કરી છે. ઉત્પાદનપ્રવૃત્તિ, નાણાકીય સંચાલન અને કર્મચારીવિષયક નિર્ણયો નિયમન વગર…
વધુ વાંચો >નિયમનવ્યાપ (span of control)
નિયમનવ્યાપ (span of control) : ધંધાકીય એકમમાં કર્મચારીઓ, સાધનો, પદ્ધતિઓ અને કાર્યપરિણામો ઉપર અસરકારક નિયમન રાખવા માટે નિશ્ચિત કરેલા માળખાનું કાર્યક્ષેત્ર. ધંધાકીય એકમમાં ઉત્પાદનનું કાર્યદક્ષ આયોજન કરવું હોય તો (1) કર્મચારીઓની સંખ્યા અને લાયકાત, (2) સાધનોની ઉત્પાદકતા અને ઉપયોગિતા, (3) પદ્ધતિઓ અને કાર્યવિધિઓની અસરકારકતા, તથા (4) વાસ્તવિક કાર્યપરિણામોની ગુણવત્તા અંગે…
વધુ વાંચો >નૂર (freight)
નૂર (freight) : જમીનમાર્ગ, રેલમાર્ગ, સમુદ્રમાર્ગ અથવા હવાઈ માર્ગ દ્વારા મોકલેલા માલસામાન(consignment)ની હેરફેર માટેનું ભાડું. મોટરટ્રક, રેલવે એંજિન અને વિમાનની શોધ થતાં અગાઉ જહાજ દ્વારા માલસામાન મોકલવાનું ભાડું નૂર તરીકે ઓળખાતું હતું. હવે મોટર-ટ્રક, રેલવે અને વિમાન દ્વારા માલસામાન મોકલવાનું ભાડું પણ નૂર કહેવાય છે. વાહન કે વાહનનો અંશ ભાડે…
વધુ વાંચો >નૈમિત્તિક અનામતો (contingency reserves)
નૈમિત્તિક અનામતો (contingency reserves) : વેપારધંધામાં સંભવિત ઘટના ઘટે તો તેના ખર્ચ કે નુકસાનને પહોંચી વળવા માટે સરવૈયામાં કરેલી જોગવાઈ. દરેક વર્ષના નફામાંથી કંપની કેટલોક હિસ્સો સામાન્ય અનામતો (general reserves) ખાતે તબદીલ કરે છે અને આ અનામતોનો ઉપયોગ ભવિષ્યમાં ધંધામાં થતા નુકસાન, આર્થિક સંકડામણ અને સંભવિત ઘટના ખરેખર બને તો…
વધુ વાંચો >પડતર-પદ્ધતિઓ (costing methods)
પડતર-પદ્ધતિઓ (costing methods) : વસ્તુના ઉત્પાદન અથવા સેવાના પુરવઠા માટે થયેલા કુલ ખર્ચને વસ્તુ અથવા સેવાના કુલ એકમો વડે ભાગીને એકમદીઠ પડતર કાઢવાની પદ્ધતિ. પ્રત્યેક ઔદ્યોગિક સંગઠન ઉત્પાદન અથવા સેવાની પડતર વસૂલ કરવા માટે પોતાની પ્રવૃત્તિઓની વિશિષ્ટતા લક્ષમાં રાખીને પોતાની આગવી પડતર-પદ્ધતિ અપનાવે છે. તેમાંની કેટલીક પદ્ધતિઓ નીચે પ્રમાણે છે…
વધુ વાંચો >પડતર-સંકલ્પનાઓ
પડતર–સંકલ્પનાઓ : ઉત્પાદિત માલ અને સેવાની કિંમત નક્કી કરવાની પ્રક્રિયા અને પ્રવિધિની વિવિધ દૃષ્ટિકોણથી વિશ્લેષણ કરતી વિભાવનાઓ. પડતર-વિશ્લેષણનો ઉપયોગ દરેક ઉત્પાદન-પ્રવૃત્તિ માટે ખૂબ મહત્ત્વનો છે. આવું વિશ્લેષણ કરવા માટે અને ધંધાકીય નિર્ણયો લેવા માટે પડતર-સંકલ્પનાઓ (cost concepts) શું છે અને નિર્ણયો લેવામાં તે કેવી રીતે ઉપયોગી થઈ શકે તે સમજવું…
વધુ વાંચો >પરથુ
પરથુ : કંપની જેવા ધંધાકીય એકમની કામગીરી, કાર્યક્ષમતા અને નફાકારકતા જાણવા માટે તૈયાર કરવામાં આવતું કાચું દૈનિક અથવા રોજિંદું સરવૈયું. કંપની અથવા ધંધાકીય એકમ પાસે મૂડી, દેવાં, મિલકતો અને લેણાં કેટલાં છે તથા ચોક્કસ સમય દરમિયાન ધંધામાંથી કેટલો નફો કે નુકસાન થયાં તેની વિગતો ધંધાકીય એકમનું સરવૈયું અને નફાનુકસાન ખાતું…
વધુ વાંચો >પસંદગીના લેણદારો (પસંદગીનાં દેવાં)
પસંદગીના લેણદારો (પસંદગીનાં દેવાં) : નાદારી અને ફડચાની કાર્યવહી દરમિયાન દેવાદારના અરક્ષિત લેણદારો (unsecured creditors) પૈકી જેમને અગ્રતાક્રમે પ્રથમ ચુકવણી કરાય છે તેવા લેણદારો. દેવાદારની કુલ મિલકતો કરતાં તેની કુલ જવાબદારી વધારે હોય તેવી પરિસ્થિતિમાં; વ્યક્તિ, હિન્દુ અવિભક્ત કુટુંબ અને પેઢીની બાબતમાં; કૉલકાતા, મુંબઈ અને ચેન્નઈમાં પ્રેસિડન્સી ટાઉન્સ ઇન્સૉલ્વન્સી ઍક્ટ-1909…
વધુ વાંચો >