જયકુમાર ર. શુક્લ

સીઝર જુલિયસ

સીઝર, જુલિયસ (જ. 12 જુલાઈ, ઈ. પૂ. 100, રોમ; અ. 15 માર્ચ, ઈ. પૂ. 44, રોમ) : પ્રાચીન રોમનો સુપ્રસિદ્ધ સેનાપતિ, સરમુખત્યાર અને રાજપુરુષ. તેનો જન્મ રોમના એક ઉમરાવ કુટુંબમાં થયો હતો. 17 વર્ષની વયે તે લુસિયસ કૉર્નેલિયસ સિનાની પુત્રી કૉર્નેલિયા સાથે પરણ્યો. તે ઈ. પૂ. 68માં અવસાન પામી. લગ્ન…

વધુ વાંચો >

સીડોન

સીડોન : પ્રાચીન ફિનિશિયાનું, ભૂમધ્ય સમુદ્ર પરનું બંદર અને વેપારનું મથક. તે લૅબેનોનના કિનારે, બૈરુતની દક્ષિણે 40 કિમી. દૂર આવેલું છે. પ્રાચીન સમયમાં તે કાચ, રંગ તથા દારૂના ઉદ્યોગો માટે જાણીતું હતું. ત્યાં અલંકારોના ધાતુકામના અને કાપડ-વણાટના ઉદ્યોગો પણ હતા. પ્રાચીન સમયથી તે વેપારનું મથક છે. ત્યાંના વિશાળ બગીચાઓમાં થતાં…

વધુ વાંચો >

સીતારામૈયા ડૉ. પટ્ટાભી ભોગરાજુ

સીતારામૈયા, ડૉ. પટ્ટાભી ભોગરાજુ (જ. 24 ડિસેમ્બર 1880, ગુંડુગોલાણુ, જિ. વેસ્ટ ગોદાવરી; અ. 17 ડિસેમ્બર 1959) : સ્વાતંત્ર્યસૈનિક, મધ્યપ્રદેશના ગવર્નર, કૉંગ્રેસના ઇતિહાસકાર અને પત્રકાર. તેમના પિતા સુબ્રહ્મણ્યમ્ પોતાના ગામના ‘કર્ણમ્’ તરીકે માસિક આઠ રૂપિયા પગાર મેળવતા હતા. તેઓ આંધ્ર-નિયોગી બ્રાહ્મણ હતા. તેઓ બાળક હતા ત્યારે પિતાનું અવસાન થવાથી માતા ગંગામ્માએ…

વધુ વાંચો >

સીમોન

સીમોન (જ. ઈ. પૂ. 510; અ. ઈ. પૂ. 449, સિટિયમ, સાયપ્રસ) : ઍથેન્સનો રાજપુરુષ અને સેનાપતિ. મિલ્ટિયાડિસનો પુત્ર સીમોન ઈ. પૂ. 480માં થયેલ સાલેમિસની લડાઈમાં જાણીતો થયો હતો. તે પછી ઍથેન્સમાં તે રૂઢિચુસ્ત પક્ષનો નેતા બન્યો અને ઈ. પૂ. 476થી 462 દરમિયાન તે ઍથેન્સનાં સૈન્યોનો સરસેનાપતિ હતો. ઈ. પૂ.ની 5મી…

વધુ વાંચો >

સીયક-2

સીયક-2 : મોડાસા પ્રદેશ પર સત્તા ધરાવતો માળવાના પરમાર કુળનો રાજા. એનું રાજકુલ રાષ્ટ્રકૂટ કુળમાંથી ઉદભવ્યું હોય એવી રજૂઆત એનાં દાનશાસનોમાં કરવામાં આવી છે. પરમારોનો મૂળ પુરુષ અર્બુદાચલ પર વસિષ્ઠ ઋષિના યજ્ઞકુંડના અગ્નિમાંથી ઉત્પન્ન થયો હોવાની પૌરાણિક માન્યતા પ્રચલિત થઈ છે. એમાં વિશ્વામિત્ર પાસેથી વસિષ્ઠની કામધેનુ પાછી મેળવી આપનાર એ…

વધુ વાંચો >

સીરિયા

સીરિયા : ભૂમધ્ય સમુદ્રને પૂર્વ કિનારે આવેલો અરબ દેશ. ભૌગોલિક સ્થાન : તે 32° 30´થી 37° 30´ ઉ. અ. અને 36°થી 42° 30´ પૂ. રે. વચ્ચેનો 1,85,180 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનું પૂર્વ-પશ્ચિમ મહત્તમ અંતર 829 કિમી. અને ઉત્તર-દક્ષિણ મહત્તમ અંતર 748 કિમી. છે. તેની ઉત્તરે તુર્કી, પૂર્વમાં…

વધુ વાંચો >

સુકન્યા

સુકન્યા : રાજા શર્યાતિની પુત્રી અને ચ્યવન ઋષિની પત્ની. શર્યાતિના પુત્રોએ ભાર્ગવ ચ્યવનને હેરાન કર્યા અને ચ્યવન ઋષિએ શાર્યાતોમાં વિગ્રહ કરાવ્યો. તેથી શર્યાતિ રાજાએ પોતાની સુકન્યા નામે યુવાન પુત્રી વૃદ્ધ ચ્યવન સાથે પરણાવીને ઋષિને પ્રસન્ન કર્યા એવી એક વાત શતપથ બ્રાહ્મણમાં આપવામાં આવી છે. અશ્ર્વિનીકુમારોની કૃપાથી વૃદ્ધ ચ્યવન પુનર્યૌવન પામ્યા…

વધુ વાંચો >

સુકર્ણો

સુકર્ણો (જ. 6 જૂન 1901, બ્લિટાર, પૂર્વ જાવા; અ. 21 જૂન 1970, જાકાર્તા, ઇન્ડોનેશિયા) : ઇન્ડોનેશિયાના સ્વાતંત્ર્યસંગ્રામના નેતા અને 1945થી 1967 સુધી ઇન્ડોનેશિયાના પ્રમુખ. તેમના પિતા શાળાના શિક્ષક હતા. તેમના પિતાએ તેમને પાશ્ર્ચાત્ય પદ્ધતિનું શિક્ષણ આપ્યું હતું. તેમણે પોતાનાથી મોટી ઉંમરની શ્રીમંત વિધવા સાથે લગ્ન કર્યાં. પાછળથી તેમણે બીજી કેટલીક…

વધુ વાંચો >

સુકૃતકીર્તિકલ્લોલિની

સુકૃતકીર્તિકલ્લોલિની : આચાર્ય ઉદયપ્રભસૂરિએ વસ્તુપાલનાં સુકૃત્યોની પ્રશસ્તિ રૂપે રચેલ કાવ્ય. તેમાં અણહિલવાડના રાજાઓનું કવિત્વમય વર્ણન કર્યા પછી મંત્રી વસ્તુપાલ-તેજપાલનાં ધાર્મિક કાર્યોનો ગુણાનુવાદ કર્યો છે. મંત્રી વસ્તુપાલે ઈ. સ. 1221માં શત્રુંજયની યાત્રા કરી હતી. તે વખતે આ કાવ્યની રચના થયેલી જણાય છે. ત્યાં ઇન્દ્રમંડપમાં આ કાવ્ય ઉત્કીર્ણ કરવામાં આવ્યું હતું. આ…

વધુ વાંચો >

સુકૃત-સંકીર્તન

સુકૃત–સંકીર્તન : કવિ અરિસિંહ ઠક્કુરે 11 સર્ગોનું રચેલું કાવ્ય. તેમાં વસ્તુપાલનાં સુકૃત્યોનું વર્ણન કરેલું છે. કવિએ વનરાજથી લઈ સામંતસિંહ સુધીના ચાવડા રાજાઓ, મૂલરાજથી શરૂ કરીને ભીમદેવ 2જા સુધીના ચૌલુક્ય (સોલંકી) રાજાઓ તથા અર્ણોરાજથી લઈને વીરધવલ સુધીના વાઘેલા વંશના રાજાઓનો ઇતિહાસ ટૂંકમાં નિરૂપ્યો છે. જયકુમાર ર. શુક્લ

વધુ વાંચો >